Advertisement
Author: નોબત સમાચાર

ઈટાળા આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના અધિકારીઓએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના અધિકારીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળામાં આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. અને તે પછી દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ આરોગ્ય મંદિરમાં આવેલ હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તે અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના અધિકારીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળામાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ અહી દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તથા કાર્ય પદ્ધતિઓ વિશેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ તકે દક્ષિણ કોરીયાથી ઉપસ્થિત રહેલ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના અધિકારી યે રિન પર્ક, ડો.વનિતા તેમજ તેમની ટીમે આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળાની મુલાકાત લઈ આરોગ્ય મંદિર દ્વારા આપવામાં આવતી આયુર્વેદ સેવાઓ વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તેમજ દવાખાનાના તમામ રેકોર્ડ તેમજ દફતર વર્ગીકરણ તેમજ માસિક રિપોર્ટ વિશે પણ વિગતો મેળવી હતી.સાથે જ દવાખાનામાં ઉપલબ્ધ દવાઓ તેમજ તેમના સ્ટોક મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી.

અધિકારીઓએ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા ખાતેના હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તેમાં ઉગાડેલ આયુર્વેદિક વનસ્પતિઓ તેમજ તેમના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી અને મુલાકાત દરમિયાન ઓપીડીમાં હાજર રહેલ તમામ દર્દીઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.આ તમામ માહિતી મેળવી આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા દ્વારા લોકોને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ હર્બલ ગાર્ડન અને રેકોર્ડ જાળવણી અને દવાના સ્ટોક મેન્ટેનન્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસર ડો.જે.પી સોનગરાની કામગીરીને બિરદાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh