Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા શહેર ભાજપની બેઠક સંપન્ન
ખંભાળિયા તા.૧૬: ખંભાળિયા શહેર ભાજપના નવા હોદ્દેદારોની વરણી મીલનભાઈ કિરણસાતાની આગેવાનીમાં થઈ હતી જેની પ્રથમ બેઠક પાલિકા યોગ હોલમાં રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીએ ખાસ ઉપસ્થિત રહીને શહેર ભાજપની ટીમને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ શહેર દ્વારા તેમનું નોટબુક તુલા કરીને સ્વાગત કરી નોટબુકો જરૂરિયાતમંદોને આપવા કાર્ય થયું હતું.
નવી ટીમનું સન્માન
ખંભાળિયા શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ મિલનભાઈ કિરન સાતા બન્ને મહામંત્રીઓ મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકીયા તથા સમગ્ર ટીમનું ખંભાળિયા શહેરની વિવિધ જ્ઞાતિઓના આગેવાનો, કાર્યકરો, શહેરના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સન્માન થયું હતું.
જિલ્લાના મહામંત્રીઓ રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા શહેર પ્રમુખ મિલનભાઈ કિરણસાતા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial