Advertisement
Author: નોબત સમાચાર

શહેરમાંથી ઈલેકટ્રીક સ્કૂટરમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે

આરોપીએ સાગરિતનું નામ આપ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૬ : જામનગરના નવાગામ ઘેડ પાસે પટેલવાડીમાં ઈલેકટ્રીક સ્કૂટરમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂના ૩૦ ચપલા પોલીસે પકડી પાડ્યા છે. આ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે અને સાગરિતની શોધ આરંભાઈ છે.

જામનગરના ટીબી હોસ્પિટલ રોડ પર આવેલી પટેલવાડી શેરી નં.પ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતાં એક ઈલેકટ્રીક સ્કૂટરને પેટ્રોલિંગમાં રહેલા સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે શકના આધારે રોકાવી તલાશી લીધી હતી. આ સ્કૂટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૩૦ ચપલા મળી આવ્યા હતા પોલીસે ચપલા સાથે પટેલ વાડી શેરી નં.પમાં રહેતા મિલન રમેશભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે. તેનું સ્કૂટર તથા દારૂનો જથ્થો મળી રૂ.૫૪૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સે પોતાના સાગરિત શક્તિસિંહ સોઢાનું નામ આપ્યું છે. બંને સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh