Advertisement
Author: નોબત સમાચાર

બેરાજા-જગામેડી રોડ પર રૂપિયા પાંચ કરોડના ખર્ચે થશે મેજર બ્રિજનું નિર્માણ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કર્યું ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: બેરાજા-જગા-મેડી રોડ પર રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કર્યું હતું કે ગ્રામિણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બેરાજા, જગા-મેડી રોડ પર આવેલ જગેડી નદી પર અંદાજિત રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને સરકારે સ્વીકારી જગેડી નદી પરના મેજર બ્રિજની રૂ. પાંચ કરોડના ખર્ચે મંજૂરી આપી છે.આ કામ પૂર્ણ થયે પસાયા, બેરાજા, જગા-મેડી, સપડા સહિતના ગામોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.આ પ્રકારના કામો મંજુર કરી ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે.

વધુમાં મંત્રીએ ઉપસ્થિત સૌને વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ સરકારના 'કેચ ધ રેઇન' અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. સાથે જ રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખેડૂતોને પૂરતી વીજળી મળે, વિવિધ કૃષિ ઉપકરણો પર યોગ્ય સબસીડી મળે, જણસના પૂરતા ભાવ મળે તેમજ ખેડૂતો આર્થિક રીતે ઉન્નત બને તે માટે સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી સરકારની વિવિધ કૃષિ લક્ષી યોજનાઓની ઉપસ્થિત ખેડૂત ભાઈઓને જાણકારી આપી હતી.

જામનગર તાલુકા હેઠળના બેરાજા, જગા-મેડી રોડ પર ૧૨ મીટરના ૭ ગાળાના મેજર બ્રિજની કામગીરી માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મેજર બ્રિજની મંજૂરી આપવામાં આવેલ.આ બ્રિજની કામગીરી પૂર્ણ થયે આજુબાજુના ગામોને તથા ગામના વાડી વિસ્તારના લોકોને ચોમાસા દરમ્યાન પડતી મુશ્કેલીઓથી રાહત મળશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ બોરસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ દુધાગરા, મોડા, જગા, મેડી, બેરાજા, પસાયા સહિતના ગામના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh