Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપીને બે વર્ષની ફટકારાઈ કેદની સજા

જામનગર તા.૧૬ : જામનગરના એક આસામી સામે ફાયનાન્સ પેઢીએ ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યા છે.

જામનગરના આશા૫ુરા કૃપા ફાયનાન્સ નામની પેઢી પાસેથી યાસીક યુનુસ હલવાડી નામના આસામીએ લોન મેળવી હતી. તેની પરત ચૂકવણીમાં યાસીક નિષ્ફળ જતાં તેની સામે ૨૦૧૯માં કેસ કરવામાં આવ્યો હતો. તે કેસ અન્વયે બંને વચ્ચે અદાલતમાં સમાધાન થયું હતું અને યાસીકે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી યાસીક હલવાડીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે ફરિયાદી પેઢી તરફથી વકીલ મણીલાલ કાલસરીયા, હર્ષિત સોલાણી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh