close

Jan 23, 2021
પ્રેસ કોન્ફરન્સ માટે આયોગની કચેરીમાં તૈયારીઃ બે-ત્રણ કલાકમાં લેવાશે નિર્ણય અમદાવાદ તા. ૨૩ઃ સ્થાનિક સ્વરાજથી ચૂંટણીઓની આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપંચ એક પીસી બોલાવીને જાહેરાત કરી શકે છે. મીડિયા અહેવાલો મુજબ સાંજે પાંચ વાગ્યે પ્રેસકોન્ફરન્સ યોજાશે, ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા લાગુ થઈ જશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પંચ મોટી જાહેરાત કરી શકે છે. હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ... વધુ વાંચો »

Jan 23, 2021
ધોરણ ૧૦ અને ૧ર પછી હવે ગાંધીનગર તા. ર૩ઃ ગુજરાતમાં ૧૧ મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧ર માટે શાળાઓના ક્લાસ રૃમ શરૃ થયા પછી સરકારે ધોરણ ૯ અને ૧૧ માટે પણ સ્કૂલો ખોલવા વિચારણા ચાલી રહી હતી. અગાઉ એવું ચર્ચાઈ રહ્યું હતું કે આગામી સોમવારથી આ બન્ને ધોરણ માટે શાળાઓ શરૃ કરવી કે નહીં? તે મુદ્દે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે. ધોરણ ૯ અને ૧૧ માટે પણ સ્કૂલો ખોલવા શિક્ષણમંત્રી ... વધુ વાંચો »

Jan 23, 2021
રાંચીની રિમ્સમાંથી દિલ્હીની એઈમ્સમાં ખસેડવા લેવાશે નિર્ણયઃ રાંચી તા. ર૩ઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ જેલની સજા કાપી રહ્યા છે, અને હાલમાં રિમ્સમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત કથળી રહી હોવાથી તેઓને દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવા અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે, તેમ તેજસ્વી યાદવે કહ્યું છે. રાંચીની રિમ્સમાં સારવાર કરાવી રહેલા લાલુપ્રસાદ યાદવની સ્થિતિ ચિંતાજનક બની છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવે કહ્યું કે તેમના પિતાના ... વધુ વાંચો »

Jan 23, 2021
કોરોનાના વળતા પાણીઃ સંક્રમણમાં ઘટાડોઃ જામનગર તા. ર૩ઃ જામનગરમાં લાંબા સમયના રોકાણ પછી કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે શહેરી વિસ્તારમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, તો ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જ્યારે ગઈકાલે લગભગ ૧૩૦૦ લોકોનું કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે છેલ્લા ર૪ કલાકમાં બે દર્દીના મૃત્યુ થયા હતાં. એક સમયે કાળો કેર વર્તાવનાર ... વધુ વાંચો »

Jan 23, 2021
જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આસપાસ છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્તાની ગીચતાના કારણે યાત્રિકોની અવરજવર તથા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા તથા મામલતદાર એસ.એસ. કેશવાલા અને પાલિકાના તંત્રએ આજે વહેલી સવારથી જે.સી.બી. સહિતના યાંત્રિક વાહનો સાથે નડતરરૃપ પાકા બાંધકામો અને અન્ય કામચલાઉ સ્ટ્રક્ચરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ષો પૂર્વે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા ગોમતીઘાટના જાહેર માર્ગો ઉપર બનાવેલી ૬પ જેટલી છત્રીઓ જે વર્તમાનમાં સક્રિય ... વધુ વાંચો »

Jan 23, 2021
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા નેતાજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગી અગ્રણી યુસુફ ખફી, પૂર્વ કોર્પોરેટરો દેવસી આહિર, આનંદ ગોહિલ, રચનાબેન નંદાણિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, સાજીદ બ્લોચ, સુભાષ ગુજરાતી, પાર્થ પટેલ અને પ્રવિણ જેઠવા વગેરે જોડાયા હતાં. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં પ.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થયો છે. જામનગરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં પ.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી અને અઢી ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ ગઈકાલે પવનની ગતિમાં વધારો થતા સાંજે જનતાએ થોડી ઠંડીની અનુભૂતિ કરી હતી. જામનગરમાં ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ ખંભાળીયામાં અગાઉ રસ્તાના નબળા તથા હલકી ગુણવત્તાવાળા કામો થયા હોય, તેવી વ્યાપક ફરિયાદો થયેલી છે, જે પછી હાલ પાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે ઈન્ચાર્જ વહીવટદાર ચીફ ઓફિસર ચેતન હુડીયાએ રોજ સતત થતાં રસ્તાના કામોની રૃબરૃ મુલાકાત લઈને કામની ગુણવત્તાનું ચેકીંગ કરવા તથા વીડિયો શૂટીંગ ફોટા સાથે ચેકીંગ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરને બોલાવીને નબળું કામ નહીં ચલાવાય તથા પેમેન્ટ પણ નહીં મળે તેવી કડક સૂચના આપીને ઈન્ચાર્જે તંત્રને દોડતું કર્યુ છે. વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ ગુજરાતમાં ધોરણ ૧૦-૧ર ના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો શરૃ નહીં થતા ઘરથી દૂર રહેતા છાત્રો પરેશાનીમાં મૂકાયા છે. વિદ્યાર્થી દીઠ એક રૃમનો નિયમ હોવાથી આવું થયું હોવાનું મનાય છે. ગુજરાત સરકાર દ્વારા ધો. ૧૦/૧ર ના છાત્રો માટે શાળાઓ રેગ્યુલર શરૃ થઈ ગઈ તથા ૩૦ ટકા ઓછો અભ્યાસક્રમ સાથે શિક્ષકો રેગ્યુલર રીતે અભ્યાસ કરાવતા પણ થઈ ગયા છે, ત્યારે રાજ્યમાં હજુ સમાજ કલ્યાણ તથા એન.જી.ઓ. તથા ગ્રાન્ટેડ સંસ્થાઓ દ્વારા સંચાલિત છાત્રાલયો, હોસ્ટેલો ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગરમાં માત્રને માત્ર અખબાર વિતરકોના હિત અને વિકાસ માટે કાર્યરત જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા સંસ્થાના સભ્યો માટે સતત આઠમા વરસે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ વરસે દ્વારકા, શિવરાજપુર, નાગેશ્વરનો પ્રવાસ યોજાશે. તા. ર૬-૧-ર૦ર૧ ના રાત્રે ૮ વાગ્યે ત્રણબત્તી પાસેથી ખાસ બસ રવાના થશે. દ્વારકામાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે તા. ર૭-૧-ર૦ર૧ ના બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પર આનંદ માણી ત્યાંથી નાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તા. ર૭-૧-ર૦ર૧ ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ ગોઈંજના રેકલેમેશન ડેમ અંગે વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે, આ ડેમ ઘણાં વર્ષોથી મંજૂર થવા છતાં ટલ્લે ચડ્યો છે. ખંભાળીયા તાલુકાના ગોઈંજ ગામે વર્ષો પહેલા મંજૂર થયેલ આંબલિયાર પપડી રેકલેમેશન ડેમ જે ગત્ તા. ૪૦-૪-૯૮ ના  નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલા મંજૂર થયેલો હતો, પણ મંજૂરીના ર૩ વર્ષ પછી પણ આ ડેમ બન્યો નથી. જેની આ બાબતે મૂળ ગોંઈજના રહીશ તથા હાલ જામનગર રહેતા હરિયા ભાવેશભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારની નજીકમાં ... વધુ વાંચો »

Jan 23, 2021
ઓખા તા. ર૩ઃ ઓખામંડળના બેતાલીસ ગામડાઓ વચ્ચેના એકમાત્ર દ્વારકા સેન્ટરમાં મુખ્યમંત્રી અમૃતમ્ 'મા' કાર્ડની કામગીરી દસ દિવસથી બંધ હોવાથી જરૃરિયાતમંદ દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, છતાં તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં છે. રાજ્યમાં જરૃરિયાતમંદ દર્દીઓના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલી મુખ્યમંત્રી અમૃતમ્ 'મા' યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાય છે, જો કે ઓખામંડળ તાલુકામાં આવેલ બેતાલીસ ગામડાઓ વચ્ચે એકમાત્ર દ્વારા સેન્ટરમાં મા કાર્ડની કામગીરી કરવામાં આવતી હોય, ત્યારે હાલમાં આશરે ... વધુ વાંચો »

Jan 23, 2021
દેવભૂમિ દ્વારકા તા. ર૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ર૬મી જાન્યુઆરી-ર૦ર૧, પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળીયામાં કરવામાં આવશે. ઉજવણીના આયોજન અંગે કલેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ બેઠક વ્યવસ્થા, પ્રવેશ તથા બહાર જવાના રસ્તાની બાબતો, વાહન પાર્કિંગની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ, મંડપ સાઉન્ડ, પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા વિગેરે બાબતો વિશે ચર્ચા કરી લગત વિભાગ/કચેરીઓને જરૃરી સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં ... વધુ વાંચો »

Jan 23, 2021
જોડિયા તા. ર૩ઃ તબક્કાવાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૃ થઈ રહ્યું છે, ત્યારે એસ.ટી. બસમાં અપડાઉન કરનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એસ.ટી. બસો પૂનઃ શરૃ કરવી જોેઈએ. જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ ભરત દલસાણિયાએ જામનગરના વિભાગીય નિયામકને જે બસ રૃટ કોરોના કાળમાં બંધ થયો હતો. તેને પૂનઃ શરૃ કરવા જોઈએ . જેથી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહી ન જાય. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. જામનગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-ર૦ર૧ અન્વયે નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય, આ માટેની આખરી મતદાર યાદી તૈયાર ચૂકી છે. આ આખરી મતદાર યાદી હાલ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, જામનગર (શહેર), જિલ્લા રજિસ્ટ્રાર (સ.મં.) ની કચેરી, જામનગર તથા ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.ની કચેરી, જામનગરમાં જોઈ શકાશે. વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળિયા તા. ર૩ઃ દ્વારકા જિલ્લાના પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડાની વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે બદલી થઈ છે, પરંતુ તેની જગ્યાએ કોઈ અધિકારીને નહીં મૂકાતા ફરીથી આ જગ્યા ખાલી થઈ છે. ગુજરાત રાજ્યમાં આગામી પાલિકા પંચાયતોની ચૂંટણીઓના સંદર્ભમાં કુલ ૧૬ પ્રાંત અધિકારીઓની બદલીઓ થઈ છે. જેમાં દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડાને વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે. ઉલ્લેખનિય છે કે, શ્રી પ્રશાંતકુમાર મંગુડાએ લોકડાઉન તથા કોરોના કાળમાં સમગ્ર જિલ્લામાં ગરીબોને વિનામૂલ્યે ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ દ્વારકા જિલ્લામાં શાળાઓ ફરી ધમધમી રહી છે અને એસઓપીના પાલન સાથે ધોરણ-૧૦ અને ૧ર માં વિદ્યાર્થીઓની હાજરી ૮ર ટકાએ પહોંચી છે. ગુજરાત સરકાર દ્વારા થોડા સમયની રાજ્યમાં ધો. ૧૦/૧ર ની શાળાઓના છાત્રોને ઓનલાઈનના બદલે ઓફ લાઈન રોજ શાળાએ આવવાનું શરૃ કરાયેલું જેમાં દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ જતા થયા છે. જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર તથા એજ્યુ. ઈન્સ્પેક્ટરો વિમલભાઈ કિરતસાતા, ગોપાલભાઈ નકુમ તથા શૈલેષભાઈ ઘેડીયા તથા સ્ટાફના ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લા, તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નિરીક્ષકો તાલુકા કક્ષાએ તા. ર૭-૧-ર૦ર૧ ના અપેક્ષિત દાવેદારોને સાંભળશે. જામનગર જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે, જરે રાજકીય પક્ષો સક્રિય થઈ ચૂક્યા છે, ત્યારે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા દ્વારા જિલ્લા તરફથી નિરીક્ષકોની નિમણૂક કરી ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ ગુજરાત સરકાર દ્વારા આગામી તા. ર૭/૧ અથવા ર૯/૧ થી વાહનોના પસંદગીના નંબરોની વિવિધ કેટેગરીમાં નંબર મેળવવા માટેના ચાર્જમાં તોતિંગ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. સંભવતઃ આ તમામ વધારાની જાહેરાત તા. ર૭ જાન્યુઆરી કે તા. ર૯ જાન્યુઆરીએ કરવામાં આવશે તેમ અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળે છે. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ટુ-વ્હીલર વાહનો માટે પસંદગીના નંબરની કેટેગરીમાં રૃપિયા ૧ હજારના બદલે હવે બે હજાર ચૂકવવા પડશે, જ્યારે ફોર વ્હીલર વાહન ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગરમાં આવતીકાલે જામનગર તા. ર૩ઃ જામનગરમાં રવિવાર તા. ર૪-જાન્યુઆરી-ર૦ર૧ ના નવરંગ નેચર ક્લબ (રાજકોટ) દ્વારા દેશી અને ઈંગ્લીશ ગુલાબના રોપાઓ, શરીર માટે ઉપયોગી હાથલાના થોરમાંથી બનાવેલા સરબતની બોટલ, શાકભાજીના ઓર્ગેનિક બિયારણો વિગેરે રાહતદરે વિતરણનું આયોજન થયું છે. આ દિવસે સવારે ૯ થી ૧ દરમિયાન ડી.સી.સી. હાઈસ્કૂલનું મેદાન, પ્રભુલાલ સંઘરાજ શાહ બાલ મંદિર પાસે, જામનગરમાં જાહેર હિતાર્થે આ કાર્યક્રમ યોજાયો છે. આ વખતે એડેનિયમ, મધુમાલતી, નાગરવેલ, મરી, ટગર, મોગરો, કોટોન, રસુલિયા, ગાર્ડનિયા રોપાઓનું ... વધુ વાંચો »

Jan 23, 2021
પંદર લાયસન્સ મળ્યા, ઓગણચાલીસ વિતરીત કરી નાખ્યાની કેફીયતઃ ખંભાળીયા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકા એસઓજીએ પૂર્વ બાતમીના આધારે ગઈકાલે વોચ ગોઠવી વરવાળા ગામ પાસેથી દ્વારકાના એક શખ્સને પંદર નકલી ડ્રાઈવીંગ લાયસન્સ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે પોતાના અન્ય છ સાગરીત સાથે મળી છેલ્લા ત્રણેક મહિનામાં ઓગણચાલીસ નકલી લાયસન્સ તૈયાર કરી જુદા જુદા વ્યક્તિને આપી દીધાની કેફીયત મળી છે. પૈસા કમાઈ લેવાની ઘેલછામાં અસક્ષમ વ્યક્તિને બનાવટી લાયસન્સ આપી રચાઈ રહેલા ષડયંત્રનો એસઓજીએ પર્દાફાશ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરના દરેડમાં સરકારી જમીન પર દબાણ સર્જનાર કુલ પૈકીના ચોંસઠ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ નોંધાયા પછી એક આરોપીના પોલીસે પાંચ દિ'ના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ એકવીસ આરોપીની ધરપકડ કરી છે. જામનગર નજીકના દરેડમાં આવેલા સર્વે નં. ૧૩૧, ૧૩૨માં સરકારી ખરાબામાં વર્ષોથી સંખ્યાબંધ લોકોએ દબાણ સર્જી ત્યાં બાંધકામ કરી લીધાની અરજી તંત્રને પ્રાપ્ત થયા પછી જિલ્લા સમાહર્તા તથા જિલ્લા પોલીસવડાએ સ્થળ તપાસ કરી હતી.જેમાં દબાણ થઈ ગયા હોવાનું ફલિત થતા દબાણકારોને દબાણ ખસેડી લેવા તાકીદ કરી તંત્રવાહકોએ લેન્ડ ... વધુ વાંચો »

Jan 23, 2021
ઈશ્યૂ થયેલું વોરંટ પરત ફરતા અદાલતે કર્યો આદેશઃ જામનગર તા. ૨૩ઃ જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે જામનગર કોર્ટમાં જુદા જુદા પંદર કેસ ચાલી રહ્યા છે. તેમાં આરોપી હાજર થતો ન હોય અદાલતે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. તે વોરંટ બજ્યા વગર પરત ફર્યુ હોય અદાલતે જયેશને ફરાર જાહેર કર્યો છે અને તેને ત્રીસ દિવસમાં હાજર થઈ જવા તાકીદ કરી છે. જામનગરમાં ભૂમાફીયા તરીકે કુખ્યાતી પામેલા મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની અને હાલમાં ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરની રંગમતિ સોસાયટીમાંથી ગઈકાલે પોલીસે એક શખ્સને વર્લીના આંકડા લેતો પકડી પાડ્યો છે. તેના કબજામાંથી મળી આવેલા મોબાઈલમાંથી પોલીસને દસ પંટરના નામ મળ્યા છે જ્યારે રાજપાર્કમાં એક એપાર્ટમેન્ટમાંથી વર્લીનો અખાડો ઝડપાયો છે. ત્યાં આંકડા લેતા બે શખ્સ મળી આવ્યા છે અને કોડવર્ડમાં લખેલા દસ પંટરના નામ પણ ખુલવા પામ્યા છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રંગમતિ સોસાયટીમાં ગઈકાલે રાત્રે જાહેરમાં વર્લીના આંકડા લખતા મોહસીન ઈકબાલ પઠાણ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી રૃા. ૧૦,૮૦૦ રોકડા, મોબાઈલ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરના જોગર્સ પાર્ક પાસેથી ગઈકાલે એલસીબીએ એક શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતો પકડી લીધો છે. તેણે કપાત લેતા વ્યક્તિનું નામ આપ્યું છે. જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલી જ્યુશની એક દુકાન પાસે ગઈકાલે બપોરે એક શખ્સ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગ બેઝ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો પોતાના મોબાઈલમાં સ્કોર નિહાળી તેના પર સટ્ટો રમતો હોવાની બાતમી પરથી એલસીબીના હે.કો. પ્રતાપ ખાચરે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કેવીન અશ્વિનભાઈ મહેતા નામનો શખ્સ ગઈકાલની ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામજોધપુર તાલુકાના ચુર ગામના કૌભાંડમાં દ્વારકા એસીબીએ તત્કાલીન ઉપસરપંચની ધરપકડ કર્યા પછી તેઓને અદાલતમાં રજુ કરી રિમાન્ડ પર લીધા છે. આ પદાધિકારી સામે તેમના હોદ્દાની સત્તાનો દુરોપયોગ કર્યાનો ગુન્હો નોંધાયો છે. જામજોધપુર તાલુકાના ચુર ગામમાં વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારની યોજના હેઠળ પાણીની પાઈપલાઈનનું કામ કરવામાં આવ્યું અને તે કામ પૂર્ણ થયું તેમ કાગળ પર બતાવી જે-તે વખતના સરપંચ મુરીબેન રાઠોડ, નિતેશસિંહે રૃા. ૧.૮૯ લાખનું ચૂકવણું કરી દીધાની એસીબીમાં ફરિયાદ થઈ હતી. ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ લાલપુરના જોગવડમાં રહેતા એક મહિલાનું દૂધ ગરમ કરતી વેળાએ અકસ્માતે દાઝી જવાથી મૃત્યુ થયું છે. લાલપુર તાલુકાના જોગવડ ગામના તળાવનેસ વિસ્તારમાં રહેતા વાલીબેન જાલુભાઈ ઘોડા નામના પ્રૌઢા ગયા શનિવારે સાંજે પોતાના ઘરે ફળીયામાં દૂધ ગરમ કરતા હતાં. આ વેળાએ જોરદાર પવન આવતા ચુલ્લામાંથી ઉઠેલી અગનજ્વાળા વાલીબેનના પહેરેલા કપડામાં અડકી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા વાલીબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકામાં પોલીસબેડામાં હાજર થયેલા અને લીવ રીઝર્વમાં રહેલા છ પીએસઆઈને ફરજના સ્થળ સોંપવામાં આવ્યા છે અને બે પીએસઆઈની બદલી કરવામાં આવી છે જ્યારે લીવ રીઝર્વમાંથી એક પીઆઈને એલઆઈબી તથા એમઓબીનો ચાર્જ અપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સુનિલ જોશીએ ગઈકાલે છ પીએસઆઈને પોલીસ સ્ટેશનમાં ફરજ નિયુક્ત કર્યા છે જ્યારે બે પીએસઆઈ તથા એક પીઆઈની બદલી થઈ છે. નિયુક્ત થયેલા છ પીએસઆઈ અન્ય જિલ્લામાંથી બદલી પામી દ્વારકામાં હાજર થયા હતાં ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામજોધપુરના તરસાઈ ગામમાં એક મકાનમાં ઘુસી ગયેલા તસ્કરોએ રૃા. પાંચ હજાર રોકડાની ચોરી કરી છે. જામજોધ૫ુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા કૌશિકભાઈ વિનોદરાય જોશી નામના આસામીના મકાનમાં બુધવારની સાંજથી ગુરૃવારની સવાર સુધીમાં કોઈ તસ્કર ઘુસી ગયા હતા. મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઓરડામાં પડેલા કબાટનું લોકર ખોલી નાખી તેમાંથી રૃા. પાંચ હજારની રોકડ ચોરી કરી લીધી હતી. તેવી ફરિયાદ કૌશિકભાઈ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કરી છે. વધુ વાંચો »

Jan 23, 2021
વીજજોડાણ કાપવા ગયેલા કર્મચારીને ધમકીઃ જામનગર તા. ૨૩ઃ જામનગરના અંધાશ્રમ આવાસમાં ગઈકાલે રાત્રે સીસી રોડનું કામ રાખનાર એક પરપ્રાંતિય યુવાન પર ધંધાખારના કારણે ત્રણ શખ્સે ધોકા-પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં બે વ્યક્તિ ઘવાયા હતાં ઉપરાંત બાકી બીલના કારણે વીજજોડાણ કાપવા ગયેલા બે કર્મચારીને બે અજાણ્યાએ ધમકી આપી હતી. જામનગરના અંધાશ્રમ આવાસમાં બ્લોક નં. ૬૪/૯માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના નજવાગઢ ગામના સરવેશ સીયારામ નીશાદ (ઉ.વ. ૩૫) એ એક ... વધુ વાંચો »

Jan 23, 2021
ખનિજ ચોરીનો નવતર પ્રકાર ઉપસી આવ્યોઃ ખંભાળીયા તા. ૨૩ઃ કલ્યાણપુરના વીરપર નજીકના રાતાકુંડા વિસ્તારમાં આવેલી એક ખાણમાં અન્ય લીઝવાળી ખાણમાંથી ખોદી કઢાયેલું ખનિજ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવતું હોવાની બાતમી પરથી ખાણ ખનિજ ખાતુ ત્રાટક્યુ હતું. છ સામે ખનિજ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાતાકુંડા વિસ્તારમાં મંજુલાબેન આર. થાનકી નામના લીઝધારકની લીઝમાં અન્ય લીઝમાંથી ખનિજ ખોદી કાઢી સંગ્રહ કરાતો હોવાની બાતમી પરથી બુધવારે દ્વારકાના ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં આવેલી ગોકુલ હોસ્પિટલ તેની સારવાર માટે સમગ્ર જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત છે, ત્યારે ગોકુલ હોસ્પિટલ મેડિકલ ક્ષેત્રે ૧૧ વર્ષ પૂર્ણ કર્યાની ખુશીની ઉજવણી રૃપે ગોકુલ હોસ્પિટલમાં તા. ર૪-૧-ર૦ર૧ ને રવિવારના ચામડીના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ યોજાનાર છે. આ કેમપમાં ચામડીના નામાંકિત ડોક્ટર ખ્યાતિ દાસાણી ચામડીના વિવિધ પ્રકારના રોગો તથા તેની સારવાર અંગે ફ્રી નિદાન તેમજ માર્ગદર્શન આપશે. આ કેમ્પમાં સ્કિન ગ્લો સારવાર, વાળ, ત્વચા ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા.૨૩ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૨૧ પાસેથી ગઈ રાત્રે પોલીસે ફેનિલ ધીરેનભાઈ શાહ નામના શખ્સને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે પકડી પાડ્યો હતો. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાને ગઈકાલે અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જામનગરના રણજિત સાગર રોડ પર આવેલી સાધના કોલોની નજીકના મયુર બંગલામાં રહેતા ધ્રુવ પ્રશાંતભાઈ શુક્લ નામના ૧૮ વર્ષના વિપ્ર યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને મરી જવાનો કઠોર નિર્ણય કરી છતમાં રહેલા પંખામાં  કપડાં વડે ગાળિયો બનાવી જાત ટીંગાડી લીધી હતી. જેની તેમના પરિવારને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી ગયેલા સિટી ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળિયા તા. ર૩ઃ ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ કોરોના મહામારીમાં બંધ હોય, શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા ૩૦ ટકા ઓછો અભ્યાસક્રમ લાગુ કરાયેલો આ અભ્યાસક્રમમાં ઘટાડો રાજ્યના રેગ્યુલર અભ્યાસ કરતા છાત્રોને જ મળવા પાત્ર હતો. આ પછી રજૂઆતો થતાં રાજ્ય સરકાર દ્વારા ખાસ આદેશ કરીને તમામ છાત્રોને આ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ર૦ર૦-ર૧ ના તમામ છાત્રો ધો. ૯ થી ૧ર નાને સુધારેલા અભ્યાસક્રમની વિગતો ખાનગી, રીપીટર તથા પૃથક તમામ છાત્રોને લાગુ પડશે ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળિયા તા. ૨૨ઃ ખંભાળિયાના વોર્ડ નં. ૨ માં નવા રસ્તા બનાવવાના કામનો આરંભ નાની બાળાના હસ્તે કરાયો હતો. પૂર્વ ન.પા. પ્રમુખ પી.એમ. ગઢવી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ ઓખા-દહેરાદુન (ઉત્તરાંચલ એક્સપ્રેસ) ટ્રેન ઓખામાં ૯ર કલાક પડતર પડી રહી છે. આથી આ ટ્રેનને અઠવાડિયામાં બે વખત દોડાવવી જોઈએ તેવી માંગણી ઓખામંડળમાંથી ઊઠવા પામી છે. ઓખા-દહેરાદુન (ઉત્તરાંચલ એક્સપ્રેસ) સાપ્તાહિક ટ્રેન શુક્રવારે ઓખાથી રવાના થાય છે અને સોમવારે ઓખા પરત ફરે છે. આમ સોમવારથી શુક્રવાર સુધી આ ટ્રેન પડતર ઓખામાં પડી રહે છે. જેનો સમય લગભગ ૯ર ટકાનો થાય છે. એટલે આ ટ્રેન એક અઠવાડિયામાં ૭ર કલાક દોડે અને ૯ર કલાક ... વધુ વાંચો »

Jan 23, 2021
જામજોધપુર તા. ર૩ઃ જામજોધપુર રોટરી ક્લબ દ્વારા સ્વ. ડો. દિપકકુમાર ગોરધનભાઈ માંડલિયાની ૧ર મી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ. ડાહીબેન તથા સ્વ. પૂજાભાઈ માંડાભાઈ કણસાગરાના સ્મરર્ણાર્થે તા. ર૪/૧ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૩ દરમિયાન શ્રીવિનય વિદ્યા મંદિર જામજોધપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૦ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સેન્ટ્રલ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (સીજીએસટી ઓડીટ અંગે જીએસટી વિભાગના અધિકારીઓ સાથે એક ઓપન હાઉસ બેઠક તા. ૬-૧-ર૦ર૧ ના યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ સ્વાગત કરી જણાવેલ કે, છેલ્લા ઘણાં સમયથી વેપાર-ઉદ્યોગમાં જીએસટી ઓડીટ અંગેના જે સંશય હતાં તે અંગે ચર્ચા-વિચારણ કરવામાં તથા વેપાર-ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકણ લાવવા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે ચેમ્બરમાં એક બેઠકનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ જીએસટી ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૧ઃ સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ જામનગર પરિવાર દ્વારા હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના આર્થિક અનુદાન દ્વારા જામનગર અને આજુબાજુ વસતા બ્રાહ્મણ પરિવાર માટે અતિશય ઠંડીથી બચવા કર્મકાંડી ભૂદેવ બ્રહ્મ સમાજના જરૃરતમંદ વડીલો, વિધવા બહેનો, તકતા બહેનો, ગરીબ-મધ્યમ વર્ગના ભાઈઓને ઉચ્ચ ગુણવત્તાના ગરમ ધાબળાનું વિતરણ તા. ૧૦-૧-ર૦ર૧ ના કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય એસ.બી.વી.પી. ગુજરાત પ્રદેશના મહામંત્રી અને કચ્છના પ્રભારી નિલેષભાઈ આચાર્ય, જિલ્લા પ્રમુખ જયદેવભાઈ ભટ્ટ, શહેર પ્રમુખ શશીકાંત જી. પુંજાણી, ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૨ ઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાની આસપાસના સમુદ્રી ટાપુઓમાંથી કોઈ એક યોગ્ય સ્થળની પસંદગી કરી ત્યાં ભારતના ગૌરવવંતા આદ્યાત્મક ગુરૃ સ્વામી વિવેકાનંદજી વિશાળ પ્રતિમાનું પ્રસ્થાપન કરવા ભાજપના વ્યાપાર સેલના કન્વીનર અનિલભાઈ વિઠ્ઠલાણીએ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. સ્વામી વિવેકાનંદના અધુરા કાર્યો પૂરા કરવા માટે આ દેશમાં આજે ભાજપ શાસન સુયોગ્ય અને સક્ષમ છે. દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદની દિવ્ય સ્મૃતિને પ્રકાશિત અને પ્રેરક બનાવવા બેટ દ્વારકાની આસપાસના ટાપુ સમિયાણી ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જાંબુડા પાસે વૃંદાવન ગૌશાળામાં ગૌવંશનું જતન કરવામાં આવે છે. મકરસંક્રાંતિ પર્વના દિવસે ગાયોને લાડુ ખવડાવવાનો કાર્યક્રમ તથા મેડિકલ કેમ્પ યોજાયા હતાં. આ ઉપરાંત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓ ઉમેશભાઈ દાવડા, ઉમેશભાઈ નંદા, અરવિંદભાઈ પટેલ જૈન ગ્રુપ, નવકાર ગ્રુપ, બ્રીજેશભાઈ વોરા, જીવન દયા પરિવાર, પ્રફુલભાઈ શેઠ, સુરેશભાઈ મકવાણા, જાંબુડાના લોકોએ સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટી ચંદુભાઈ રાજ્યગુરુએ આભાર માન્યો હતો. આ ઉપરાંત બાવાભાઈ મકવાણા હાલ મુંબઈ નિવાસી દર વર્ષે મકરસંક્રાંતિનો લાડુનો ખર્ચ આપે છે ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૨ઃ જામનગરમાં હજુ પણ અમુક પૂર્વ કોર્પોરેટરો જુની તારીખ લખીને આવકના દાખલા કાઢી આપી રહ્યા છે. જયારે જુની તારીખથી લાંબો સમય થયો હોવાથી વહીવટી તંત્ર દ્વારા અણીયારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે અને આજે એક-બે માસથી કેસ કયાં હતાં. આધારકાર્ડ, આવકનો દાખલો વગેરે માટે કલેકટર કચેરીમાં જવું પડે છે પરંતુ તે માટે સૌ પ્રથમ કોર્પોરેટરો તરફથી અપાતા આવકના દાખલાની જરૃરિયાત રહે છે. પરંતુ હાલ તો કોર્પોરેશનમાં વહીવટદાર શાસન છે એટલે કે કોર્પોરેટરોનો હોદો હાલ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્તની હડતાલ ચાલી રહી છે. આ કર્મચારીઓની માંગણીઓ તદ્ન વ્યાજબી છે અને વરસોથી આ માંગણીઓ પેન્ડીંગ હોવાથી હડતાલનું અંતિમ પગલું કર્મચારીઓએ લીધું છે. ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માંગણીઓનો સત્વરે સ્વીકાર કરી રાજ્યવ્યાપી હડતાલનો અંત લાવવો જોઈએ તેવી માંગણી કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂ કરી છે. સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની હડતાલને ડામી દેવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ... વધુ વાંચો »

Jan 23, 2021
ઈશ્યૂ થયેલું વોરંટ પરત ફરતા અદાલતે કર્યો આદેશઃ જામનગર તા. ૨૩ઃ જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે જામનગર કોર્ટમાં જુદા જુદા પંદર કેસ ચાલી રહ્યા છે. તેમાં આરોપી હાજર થતો ન હોય અદાલતે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. તે વોરંટ બજ્યા વગર પરત ફર્યુ હોય અદાલતે જયેશને ફરાર જાહેર કર્યો છે અને તેને ત્રીસ દિવસમાં હાજર થઈ જવા તાકીદ કરી છે. જામનગરમાં ભૂમાફીયા તરીકે કુખ્યાતી પામેલા મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની અને હાલમાં જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૬૪માં ધનેશ્વર રેસીડેન્સીમાં રહેતા જયસુખ મુળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ સામે જમીન પચાવી પાડવાના ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરના દરેડમાં સરકારી જમીન પર દબાણ સર્જનાર કુલ પૈકીના ચોંસઠ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ નોંધાયા પછી એક આરોપીના પોલીસે પાંચ દિ'ના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ એકવીસ આરોપીની ધરપકડ કરી છે. જામનગર નજીકના દરેડમાં આવેલા સર્વે નં. ૧૩૧, ૧૩૨માં સરકારી ખરાબામાં વર્ષોથી સંખ્યાબંધ લોકોએ દબાણ સર્જી ત્યાં બાંધકામ કરી લીધાની અરજી તંત્રને પ્રાપ્ત થયા પછી જિલ્લા સમાહર્તા તથા જિલ્લા પોલીસવડાએ સ્થળ તપાસ કરી હતી.જેમાં દબાણ થઈ ગયા હોવાનું ફલિત થતા દબાણકારોને દબાણ ખસેડી લેવા તાકીદ કરી તંત્રવાહકોએ લેન્ડ ગ્રેબીંગ એકક્ટ હેઠળ ગુન્હા નોંધવાની ચિમકી આપી હતી. તે મહેતલ પૂર્ણ થાય તે ૫હેલાં હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી હતી જેની ... વધુ વાંચો »

Jan 23, 2021
વીજજોડાણ કાપવા ગયેલા કર્મચારીને ધમકીઃ જામનગર તા. ૨૩ઃ જામનગરના અંધાશ્રમ આવાસમાં ગઈકાલે રાત્રે સીસી રોડનું કામ રાખનાર એક પરપ્રાંતિય યુવાન પર ધંધાખારના કારણે ત્રણ શખ્સે ધોકા-પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં બે વ્યક્તિ ઘવાયા હતાં ઉપરાંત બાકી બીલના કારણે વીજજોડાણ કાપવા ગયેલા બે કર્મચારીને બે અજાણ્યાએ ધમકી આપી હતી. જામનગરના અંધાશ્રમ આવાસમાં બ્લોક નં. ૬૪/૯માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના નજવાગઢ ગામના સરવેશ સીયારામ નીશાદ (ઉ.વ. ૩૫) એ એક સીસી રોડનું કામ રાખ્યુ છે. તે બાબતનું મનદુઃખ રાખી ગઈકાલે રાત્રે પાઈપ, ધોકા સાથે ધસી ગયેલા સંજય રામશંકર નીશાદ, અજીત ... વધુ વાંચો »

Jan 23, 2021
પંદર લાયસન્સ મળ્યા, ઓગણચાલીસ વિતરીત કરી નાખ્યાની કેફીયતઃ ખંભાળીયા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકા એસઓજીએ પૂર્વ બાતમીના આધારે ગઈકાલે વોચ ગોઠવી વરવાળા ગામ પાસેથી દ્વારકાના એક શખ્સને પંદર નકલી ડ્રાઈવીંગ લાયસન્સ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે પોતાના અન્ય છ સાગરીત સાથે મળી છેલ્લા ત્રણેક મહિનામાં ઓગણચાલીસ નકલી લાયસન્સ તૈયાર કરી જુદા જુદા વ્યક્તિને આપી દીધાની કેફીયત મળી છે. પૈસા કમાઈ લેવાની ઘેલછામાં અસક્ષમ વ્યક્તિને બનાવટી લાયસન્સ આપી રચાઈ રહેલા ષડયંત્રનો એસઓજીએ પર્દાફાશ કરી નાખ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક શખ્સો પાસે નકલી ડ્રાઈવીંગ લાયસન્સ હોવાની અને દ્વારકાનો એક શખ્સ ... વધુ વાંચો »

Jan 23, 2021
ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેટલો ફાલ્યોફૂલ્યો છે, તેના દૃષ્ટાંતો તાજેતરના કેટલાક ઘટનાક્રમોમાંથી મળી રહે છે. કોઈ નાયબ મામલતદાર કક્ષાનો કર્મચારી કરોડોની મિલકત, લકઝરી કારનો કાફલો અને વૈભવી બંગલાઓનો માલિક હોય, ત્યાં ભ્રષ્ટાચારના માર્ગે થતી કમાણી કેટલી વિરાટ હશે, તેની કલ્પના થઈ શકે છે. ગુજરાતીમાં એક કહેવત છે "છીંડે ચડ્યો તે ચોર...!" આ કહેવત મુજબ કરોડપતિ નાયબ મામલતદાર તો માત્ર આઈસબર્ગની ટોચ છે, બાકી ટોપ-ટુ બોટમ ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે, કાયદેસરના અને લોકોની રોજ-બરોજની જિંદગી સાથે સંકળાયેલા નાના-નાના કામો માટે પણ નિશ્ચિત રકમની લાંચ આપવી પડતી હોવાની સાર્વત્રિક રાવ ઉઠતી રહેતી હોય છે. જો ... વધુ વાંચો »

Jan 23, 2021
જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આસપાસ છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્તાની ગીચતાના કારણે યાત્રિકોની અવરજવર તથા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા તથા મામલતદાર એસ.એસ. કેશવાલા અને પાલિકાના તંત્રએ આજે વહેલી સવારથી જે.સી.બી. સહિતના યાંત્રિક વાહનો સાથે નડતરરૃપ પાકા બાંધકામો અને અન્ય કામચલાઉ સ્ટ્રક્ચરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ષો પૂર્વે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા ગોમતીઘાટના જાહેર માર્ગો ઉપર બનાવેલી ૬પ જેટલી છત્રીઓ જે વર્તમાનમાં સક્રિય ટ્રાફિકના કારણે તથા પદ યાત્રિકો માટે નડતરરૃપ હોય, જે હટાવવામાં આવી છે. કોરોના કપરા કાળ પછી દેશ-વિદેશના યાત્રિકો દ્વારકાધીશજીના ચરણમાં ... વધુ વાંચો »

Jan 23, 2021
ખનિજ ચોરીનો નવતર પ્રકાર ઉપસી આવ્યોઃ ખંભાળીયા તા. ૨૩ઃ કલ્યાણપુરના વીરપર નજીકના રાતાકુંડા વિસ્તારમાં આવેલી એક ખાણમાં અન્ય લીઝવાળી ખાણમાંથી ખોદી કઢાયેલું ખનિજ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવતું હોવાની બાતમી પરથી ખાણ ખનિજ ખાતુ ત્રાટક્યુ હતું. છ સામે ખનિજ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાતાકુંડા વિસ્તારમાં મંજુલાબેન આર. થાનકી નામના લીઝધારકની લીઝમાં અન્ય લીઝમાંથી ખનિજ ખોદી કાઢી સંગ્રહ કરાતો હોવાની બાતમી પરથી બુધવારે દ્વારકાના ખાણખનિજ વિભાગે દરોડો પાડી ચેકીંગ હાથ ધર્યું હતું. સતત બે દિવસ સુધી તે કાર્યવાહી ચાલી હતી. ત્યારપછી ... વધુ વાંચો »

Jan 23, 2021
રાંચીની રિમ્સમાંથી દિલ્હીની એઈમ્સમાં ખસેડવા લેવાશે નિર્ણયઃ રાંચી તા. ર૩ઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ જેલની સજા કાપી રહ્યા છે, અને હાલમાં રિમ્સમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત કથળી રહી હોવાથી તેઓને દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવા અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે, તેમ તેજસ્વી યાદવે કહ્યું છે. રાંચીની રિમ્સમાં સારવાર કરાવી રહેલા લાલુપ્રસાદ યાદવની સ્થિતિ ચિંતાજનક બની છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવે કહ્યું કે તેમના પિતાના ફેંફસામાં પાણી ભરાઈ ગયું છે અને તેમનો ચહેરો સૂજી ગયો છે. લાલુ યાદવની તબિયતને જોતા તેમને દિલ્હી એઆઈઆઈએમએસમાં દાખલ કરી ... વધુ વાંચો »

Jan 23, 2021
કોરોનાના વળતા પાણીઃ સંક્રમણમાં ઘટાડોઃ જામનગર તા. ર૩ઃ જામનગરમાં લાંબા સમયના રોકાણ પછી કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે શહેરી વિસ્તારમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, તો ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જ્યારે ગઈકાલે લગભગ ૧૩૦૦ લોકોનું કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે છેલ્લા ર૪ કલાકમાં બે દર્દીના મૃત્યુ થયા હતાં. એક સમયે કાળો કેર વર્તાવનાર કોરોના વાઈરસની જામનગરમાંથી વિદાય નિશ્ચિત જણાઈ રહી છે, કારણ કે હવે છેલ્લા ત્રણ દિવસથી દરરોજ પાંચથી સાત નવા પોઝિટિવ કેસ ... વધુ વાંચો »

Jan 23, 2021
ધોરણ ૧૦ અને ૧ર પછી હવે ગાંધીનગર તા. ર૩ઃ ગુજરાતમાં ૧૧ મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧ર માટે શાળાઓના ક્લાસ રૃમ શરૃ થયા પછી સરકારે ધોરણ ૯ અને ૧૧ માટે પણ સ્કૂલો ખોલવા વિચારણા ચાલી રહી હતી. અગાઉ એવું ચર્ચાઈ રહ્યું હતું કે આગામી સોમવારથી આ બન્ને ધોરણ માટે શાળાઓ શરૃ કરવી કે નહીં? તે મુદ્દે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે. ધોરણ ૯ અને ૧૧ માટે પણ સ્કૂલો ખોલવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ધોરણ ૯ અને ૧૧ ની શાળા શરૃ કરવા વિચારણા ચાલી રહી છે. જેની આગામી ર૭ ... વધુ વાંચો »

Jan 23, 2021
ઓખા તા. ર૩ઃ ઓખામંડળના બેતાલીસ ગામડાઓ વચ્ચેના એકમાત્ર દ્વારકા સેન્ટરમાં મુખ્યમંત્રી અમૃતમ્ 'મા' કાર્ડની કામગીરી દસ દિવસથી બંધ હોવાથી જરૃરિયાતમંદ દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, છતાં તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં છે. રાજ્યમાં જરૃરિયાતમંદ દર્દીઓના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલી મુખ્યમંત્રી અમૃતમ્ 'મા' યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાય છે, જો કે ઓખામંડળ તાલુકામાં આવેલ બેતાલીસ ગામડાઓ વચ્ચે એકમાત્ર દ્વારા સેન્ટરમાં મા કાર્ડની કામગીરી કરવામાં આવતી હોય, ત્યારે હાલમાં આશરે દસ દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે મા કાર્ડ અંતર્ગત તમામ કામગીરી સંપૂર્ણ બંધ થતાં બેતાલીસ ગામડાઓના સેંકડો લાભાર્થીઓ સરકારી લાભથી ... વધુ વાંચો »

Jan 23, 2021
પ્રેસ કોન્ફરન્સ માટે આયોગની કચેરીમાં તૈયારીઃ બે-ત્રણ કલાકમાં લેવાશે નિર્ણય અમદાવાદ તા. ૨૩ઃ સ્થાનિક સ્વરાજથી ચૂંટણીઓની આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપંચ એક પીસી બોલાવીને જાહેરાત કરી શકે છે. મીડિયા અહેવાલો મુજબ સાંજે પાંચ વાગ્યે પ્રેસકોન્ફરન્સ યોજાશે, ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા લાગુ થઈ જશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પંચ મોટી જાહેરાત કરી શકે છે. હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ ગુજરાત સરકાર દ્વારા આગામી તા. ર૭/૧ અથવા ર૯/૧ થી વાહનોના પસંદગીના નંબરોની વિવિધ કેટેગરીમાં નંબર મેળવવા માટેના ચાર્જમાં તોતિંગ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. સંભવતઃ આ તમામ વધારાની જાહેરાત તા. ર૭ જાન્યુઆરી કે તા. ર૯ જાન્યુઆરીએ કરવામાં આવશે તેમ અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળે છે. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ટુ-વ્હીલર વાહનો માટે પસંદગીના નંબરની કેટેગરીમાં રૃપિયા ૧ હજારના બદલે હવે બે હજાર ચૂકવવા પડશે, જ્યારે ફોર વ્હીલર વાહન માટેનો ચાર્જ રૃપિયા પાંચ હજારથી વધારીને રૃપિયા ૮ હજાર થઈ જશે. જ્યારે ગોલ્ડન નંબર માટે ટુ-વ્હીલર માટે ... વધુ વાંચો »

Jan 23, 2021
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા નેતાજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગી અગ્રણી યુસુફ ખફી, પૂર્વ કોર્પોરેટરો દેવસી આહિર, આનંદ ગોહિલ, રચનાબેન નંદાણિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, સાજીદ બ્લોચ, સુભાષ ગુજરાતી, પાર્થ પટેલ અને પ્રવિણ જેઠવા વગેરે જોડાયા હતાં. વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ દ્વારકા જિલ્લામાં શાળાઓ ફરી ધમધમી રહી છે અને એસઓપીના પાલન સાથે ધોરણ-૧૦ અને ૧ર માં વિદ્યાર્થીઓની હાજરી ૮ર ટકાએ પહોંચી છે. ગુજરાત સરકાર દ્વારા થોડા સમયની રાજ્યમાં ધો. ૧૦/૧ર ની શાળાઓના છાત્રોને ઓનલાઈનના બદલે ઓફ લાઈન રોજ શાળાએ આવવાનું શરૃ કરાયેલું જેમાં દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ જતા થયા છે. જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર તથા એજ્યુ. ઈન્સ્પેક્ટરો વિમલભાઈ કિરતસાતા, ગોપાલભાઈ નકુમ તથા શૈલેષભાઈ ઘેડીયા તથા સ્ટાફના પ્રયત્નોથી તથા દરેક શાળાની રાજ્ય તથા કેન્દ્રની એસ.ઓ.પી. ગાઈડ લાઈન ઉપરાંત દરેકની પોતાની પણ એસઓપી બનાવડાવીને દરેકને માસ્ક, સેનેટાઈઝર તથા ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં પ.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થયો છે. જામનગરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં પ.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી અને અઢી ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ ગઈકાલે પવનની ગતિમાં વધારો થતા સાંજે જનતાએ થોડી ઠંડીની અનુભૂતિ કરી હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ચાર ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું. જેના કારણે ઝાકળવર્ષા ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકામાં પોલીસબેડામાં હાજર થયેલા અને લીવ રીઝર્વમાં રહેલા છ પીએસઆઈને ફરજના સ્થળ સોંપવામાં આવ્યા છે અને બે પીએસઆઈની બદલી કરવામાં આવી છે જ્યારે લીવ રીઝર્વમાંથી એક પીઆઈને એલઆઈબી તથા એમઓબીનો ચાર્જ અપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સુનિલ જોશીએ ગઈકાલે છ પીએસઆઈને પોલીસ સ્ટેશનમાં ફરજ નિયુક્ત કર્યા છે જ્યારે બે પીએસઆઈ તથા એક પીઆઈની બદલી થઈ છે. નિયુક્ત થયેલા છ પીએસઆઈ અન્ય જિલ્લામાંથી બદલી પામી દ્વારકામાં હાજર થયા હતાં અને લીવ રીઝર્વમાં હતાં. તેઓને ફરજના સ્થળ ફાળવાયા છે. હાલમાં દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ જી.જે. ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગરમાં આવતીકાલે જામનગર તા. ર૩ઃ જામનગરમાં રવિવાર તા. ર૪-જાન્યુઆરી-ર૦ર૧ ના નવરંગ નેચર ક્લબ (રાજકોટ) દ્વારા દેશી અને ઈંગ્લીશ ગુલાબના રોપાઓ, શરીર માટે ઉપયોગી હાથલાના થોરમાંથી બનાવેલા સરબતની બોટલ, શાકભાજીના ઓર્ગેનિક બિયારણો વિગેરે રાહતદરે વિતરણનું આયોજન થયું છે. આ દિવસે સવારે ૯ થી ૧ દરમિયાન ડી.સી.સી. હાઈસ્કૂલનું મેદાન, પ્રભુલાલ સંઘરાજ શાહ બાલ મંદિર પાસે, જામનગરમાં જાહેર હિતાર્થે આ કાર્યક્રમ યોજાયો છે. આ વખતે એડેનિયમ, મધુમાલતી, નાગરવેલ, મરી, ટગર, મોગરો, કોટોન, રસુલિયા, ગાર્ડનિયા રોપાઓનું તદ્દન રાહતદરે વિતરણ થશે. મધના સેવનથી વજન ઘટે છે. લીવર-કીડનીને ફાયદો થાય છે. ચરબી ઓછી કરે છે. કબજિયાત દૂર થાય ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરના જોગર્સ પાર્ક પાસેથી ગઈકાલે એલસીબીએ એક શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતો પકડી લીધો છે. તેણે કપાત લેતા વ્યક્તિનું નામ આપ્યું છે. જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલી જ્યુશની એક દુકાન પાસે ગઈકાલે બપોરે એક શખ્સ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગ બેઝ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો પોતાના મોબાઈલમાં સ્કોર નિહાળી તેના પર સટ્ટો રમતો હોવાની બાતમી પરથી એલસીબીના હે.કો. પ્રતાપ ખાચરે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કેવીન અશ્વિનભાઈ મહેતા નામનો શખ્સ ગઈકાલની મેચ પર પોતાના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરી તેના પરથી સ્કોર જોઈ વિકેટ, રનફેર વિગેરેનો સોદો કરતો મળી આવ્યો હતો. ... વધુ વાંચો »

Jan 23, 2021
નેતાજીની સવાસોમી જન્મ જયંતી પ્રસંગે જીવન-ઝરમરને વાગોળીએ આઝાદ હિંદ ફોજના સંસ્થાપક અને પ્રખર સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧રપ મી જયંતીની ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારે સવાઈ જન્મ શતાબ્દીની ઉજવણી અને પ્રતિવર્ષ સુભાષબાબુની જયંતીના દિવસે પરાક્રમ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. વર્ષ ર૦ર૧ ની ર૩ મી જાન્યુઆરીથી પરાક્રમ દિવસ ઉજવવાની શરૃઆત થઈ છે. આજે કોલકાતામાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમની સાથે સાથે દેશમાં સુભાષબાબુ સાથે સંકળાયેલા કેટલાક સ્થળોમાં પણ આજે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની પણ રચના કરી છે, જે સુભાષબાબુની ૧રપ મી જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરી રહી ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ ગોઈંજના રેકલેમેશન ડેમ અંગે વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે, આ ડેમ ઘણાં વર્ષોથી મંજૂર થવા છતાં ટલ્લે ચડ્યો છે. ખંભાળીયા તાલુકાના ગોઈંજ ગામે વર્ષો પહેલા મંજૂર થયેલ આંબલિયાર પપડી રેકલેમેશન ડેમ જે ગત્ તા. ૪૦-૪-૯૮ ના  નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલા મંજૂર થયેલો હતો, પણ મંજૂરીના ર૩ વર્ષ પછી પણ આ ડેમ બન્યો નથી. જેની આ બાબતે મૂળ ગોંઈજના રહીશ તથા હાલ જામનગર રહેતા હરિયા ભાવેશભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારની નજીકમાં દરિયાને કારણે પાણીના તળ ખારા થઈ ચૂક્યા છે ત્યારે આ રેક્લેમેશન ડેમ બને તે જરૃરી હોય, આ બાબતે ખંભાળીયાથી છેક ... વધુ વાંચો »

Jan 23, 2021
પડોશી દેશોને ફ્રી વેક્સિન મળી, પણ ખૂટતી જરૃરિયાત પૂરી કરવા બજાર ભાવે ખરીદશે?ઃ અનુમાનો નવી દિલ્હી તા. ર૩ઃ કોરોનાની બે પ્રકારની રસી ભારતે બનાવી લીધી છે અને કોવિશિલ્ડ તથા કોવેક્સિનને માન્યતા અપાઈ છે તથા તેનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે એક ત્રીજી રસીની ચર્ચા થઈ રહી છે. અત્યારે ફ્રી વેક્સિનેશન ચાલી રહ્યું છે, સાથે સાથે પડોશી રાષ્ટ્રો પૈકી કેટલાક દેશોને પણ ફ્રી કોરોનાની રસી ભારત મોકલી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૧ હજારથી વધુ અને અત્યાર સુધીમાં ૪૭ હજારથી વધુ લોકોને રસી મૂકવામાં આવી છે. રસી માટે બોલાવવામાં ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્તની હડતાલ ચાલી રહી છે. આ કર્મચારીઓની માંગણીઓ તદ્ન વ્યાજબી છે અને વરસોથી આ માંગણીઓ પેન્ડીંગ હોવાથી હડતાલનું અંતિમ પગલું કર્મચારીઓએ લીધું છે. ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માંગણીઓનો સત્વરે સ્વીકાર કરી રાજ્યવ્યાપી હડતાલનો અંત લાવવો જોઈએ તેવી માંગણી કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂ કરી છે. સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની હડતાલને ડામી દેવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારની આવી અસંવેદનશીલ કાર્યવાહી શરમજનક હોવાનું તેમણે રજૂઆતના અંતે જણાવ્યું છે. વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળિયા તા. ર૩ઃ દ્વારકા જિલ્લાના પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડાની વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે બદલી થઈ છે, પરંતુ તેની જગ્યાએ કોઈ અધિકારીને નહીં મૂકાતા ફરીથી આ જગ્યા ખાલી થઈ છે. ગુજરાત રાજ્યમાં આગામી પાલિકા પંચાયતોની ચૂંટણીઓના સંદર્ભમાં કુલ ૧૬ પ્રાંત અધિકારીઓની બદલીઓ થઈ છે. જેમાં દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડાને વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે. ઉલ્લેખનિય છે કે, શ્રી પ્રશાંતકુમાર મંગુડાએ લોકડાઉન તથા કોરોના કાળમાં સમગ્ર જિલ્લામાં ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં ઉત્તમ વ્યવસ્થા ગોઠવી હતી, જો કે તેમને જગ્યાએ કોઈ નિમણૂક ના થતાં ફરી એક વખત દ્વારકા જિલ્લો ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ ખંભાળીયામાં અગાઉ રસ્તાના નબળા તથા હલકી ગુણવત્તાવાળા કામો થયા હોય, તેવી વ્યાપક ફરિયાદો થયેલી છે, જે પછી હાલ પાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે ઈન્ચાર્જ વહીવટદાર ચીફ ઓફિસર ચેતન હુડીયાએ રોજ સતત થતાં રસ્તાના કામોની રૃબરૃ મુલાકાત લઈને કામની ગુણવત્તાનું ચેકીંગ કરવા તથા વીડિયો શૂટીંગ ફોટા સાથે ચેકીંગ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરને બોલાવીને નબળું કામ નહીં ચલાવાય તથા પેમેન્ટ પણ નહીં મળે તેવી કડક સૂચના આપીને ઈન્ચાર્જે તંત્રને દોડતું કર્યુ છે. હાલ ખંભાળીયામાં ચીફ ઓફિસરનું વહીવટદારનું શાસન છે ત્યારે પણ ઢગલાબંધ વિકાસ કાર્યો ચાલુ છે. નગર ગેઈટથી દા.સું. ગર્લ્સ સ્કૂલ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૨ઃ જામનગરમાં હજુ પણ અમુક પૂર્વ કોર્પોરેટરો જુની તારીખ લખીને આવકના દાખલા કાઢી આપી રહ્યા છે. જયારે જુની તારીખથી લાંબો સમય થયો હોવાથી વહીવટી તંત્ર દ્વારા અણીયારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે અને આજે એક-બે માસથી કેસ કયાં હતાં. આધારકાર્ડ, આવકનો દાખલો વગેરે માટે કલેકટર કચેરીમાં જવું પડે છે પરંતુ તે માટે સૌ પ્રથમ કોર્પોરેટરો તરફથી અપાતા આવકના દાખલાની જરૃરિયાત રહે છે. પરંતુ હાલ તો કોર્પોરેશનમાં વહીવટદાર શાસન છે એટલે કે કોર્પોરેટરોનો હોદો હાલ અસ્તિત્વમાં નથી. આમ છતાં અમુુક પૂર્વ કોર્પોરેટરો જુની તારીખ લખીને આવા લાખલા કાઢી આપે છે પરંતુ આ પછી સેવા સદનમાં ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લા, તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નિરીક્ષકો તાલુકા કક્ષાએ તા. ર૭-૧-ર૦ર૧ ના અપેક્ષિત દાવેદારોને સાંભળશે. જામનગર જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે, જરે રાજકીય પક્ષો સક્રિય થઈ ચૂક્યા છે, ત્યારે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા દ્વારા જિલ્લા તરફથી નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે. જેમાં જોડિયા તાલુકા માટે મનોજભાઈ ચાવડિયા, નાથાભાઈ વારસાકિયા અને રેખાબેન કગથરા, ધ્રોળ તાલુકા માટે ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાને ગઈકાલે અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જામનગરના રણજિત સાગર રોડ પર આવેલી સાધના કોલોની નજીકના મયુર બંગલામાં રહેતા ધ્રુવ પ્રશાંતભાઈ શુક્લ નામના ૧૮ વર્ષના વિપ્ર યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને મરી જવાનો કઠોર નિર્ણય કરી છતમાં રહેલા પંખામાં  કપડાં વડે ગાળિયો બનાવી જાત ટીંગાડી લીધી હતી. જેની તેમના પરિવારને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી ગયેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે મેહુલભાઈ દિનેશભાઈ શુક્લનું નિવેદન નોંધી મૃત્તદેહનો કબજો સંભાળ્યો છે. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં આવેલી ગોકુલ હોસ્પિટલ તેની સારવાર માટે સમગ્ર જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત છે, ત્યારે ગોકુલ હોસ્પિટલ મેડિકલ ક્ષેત્રે ૧૧ વર્ષ પૂર્ણ કર્યાની ખુશીની ઉજવણી રૃપે ગોકુલ હોસ્પિટલમાં તા. ર૪-૧-ર૦ર૧ ને રવિવારના ચામડીના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ યોજાનાર છે. આ કેમપમાં ચામડીના નામાંકિત ડોક્ટર ખ્યાતિ દાસાણી ચામડીના વિવિધ પ્રકારના રોગો તથા તેની સારવાર અંગે ફ્રી નિદાન તેમજ માર્ગદર્શન આપશે. આ કેમ્પમાં સ્કિન ગ્લો સારવાર, વાળ, ત્વચા તથા ચહેરાનો વિશ્લેષણ, ખીલ તેમજ ખીલના ડાઘની સારવાર, દૂરબીન વડે ખોડા તેમજ ઉંદરીની સારવાર, ખરતા વાળની સારવાર એલર્જી ખંજવાળ તથા ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરની રંગમતિ સોસાયટીમાંથી ગઈકાલે પોલીસે એક શખ્સને વર્લીના આંકડા લેતો પકડી પાડ્યો છે. તેના કબજામાંથી મળી આવેલા મોબાઈલમાંથી પોલીસને દસ પંટરના નામ મળ્યા છે જ્યારે રાજપાર્કમાં એક એપાર્ટમેન્ટમાંથી વર્લીનો અખાડો ઝડપાયો છે. ત્યાં આંકડા લેતા બે શખ્સ મળી આવ્યા છે અને કોડવર્ડમાં લખેલા દસ પંટરના નામ પણ ખુલવા પામ્યા છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રંગમતિ સોસાયટીમાં ગઈકાલે રાત્રે જાહેરમાં વર્લીના આંકડા લખતા મોહસીન ઈકબાલ પઠાણ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી રૃા. ૧૦,૮૦૦ રોકડા, મોબાઈલ કબજે થયા હતાં. આરોપી પાસેથી  રાજુ દાવડા, ઈમરાન કસાઈ, મહેબુબ પટ્ટણી, જીગો ઈસ્ત્રીવાળો, આરીફ હાજી મતવા, ભાવેશ દાવડા, કાસમ અલીયાબાડા, ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ ઓખા-દહેરાદુન (ઉત્તરાંચલ એક્સપ્રેસ) ટ્રેન ઓખામાં ૯ર કલાક પડતર પડી રહી છે. આથી આ ટ્રેનને અઠવાડિયામાં બે વખત દોડાવવી જોઈએ તેવી માંગણી ઓખામંડળમાંથી ઊઠવા પામી છે. ઓખા-દહેરાદુન (ઉત્તરાંચલ એક્સપ્રેસ) સાપ્તાહિક ટ્રેન શુક્રવારે ઓખાથી રવાના થાય છે અને સોમવારે ઓખા પરત ફરે છે. આમ સોમવારથી શુક્રવાર સુધી આ ટ્રેન પડતર ઓખામાં પડી રહે છે. જેનો સમય લગભગ ૯ર ટકાનો થાય છે. એટલે આ ટ્રેન એક અઠવાડિયામાં ૭ર કલાક દોડે અને ૯ર કલાક પડતર પડી રહે છે. આવી રીતે કોણ ધંધો કરી શકે? શું આ ટ્રેનનો બીજો ફેરો કરી શકાય ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા.૨૩ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૨૧ પાસેથી ગઈ રાત્રે પોલીસે ફેનિલ ધીરેનભાઈ શાહ નામના શખ્સને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે પકડી પાડ્યો હતો. વધુ વાંચો »

Jan 23, 2021
દેવભૂમિ દ્વારકા તા. ર૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ર૬મી જાન્યુઆરી-ર૦ર૧, પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળીયામાં કરવામાં આવશે. ઉજવણીના આયોજન અંગે કલેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ બેઠક વ્યવસ્થા, પ્રવેશ તથા બહાર જવાના રસ્તાની બાબતો, વાહન પાર્કિંગની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ, મંડપ સાઉન્ડ, પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા વિગેરે બાબતો વિશે ચર્ચા કરી લગત વિભાગ/કચેરીઓને જરૃરી સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સુનીલ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, અધિક નિવાસી કલેક્ટર કે.એમ. જાની, પ્રાંત અધિકારીશ્રી ગુરવ, ખંભાળીયા મામલતદારશ્રી ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામજોધપુર તાલુકાના ચુર ગામના કૌભાંડમાં દ્વારકા એસીબીએ તત્કાલીન ઉપસરપંચની ધરપકડ કર્યા પછી તેઓને અદાલતમાં રજુ કરી રિમાન્ડ પર લીધા છે. આ પદાધિકારી સામે તેમના હોદ્દાની સત્તાનો દુરોપયોગ કર્યાનો ગુન્હો નોંધાયો છે. જામજોધપુર તાલુકાના ચુર ગામમાં વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારની યોજના હેઠળ પાણીની પાઈપલાઈનનું કામ કરવામાં આવ્યું અને તે કામ પૂર્ણ થયું તેમ કાગળ પર બતાવી જે-તે વખતના સરપંચ મુરીબેન રાઠોડ, નિતેશસિંહે રૃા. ૧.૮૯ લાખનું ચૂકવણું કરી દીધાની એસીબીમાં ફરિયાદ થઈ હતી. જેની તપાસ શરૃ થયા પછી ઉપરોક્ત બન્ને પદાધિકારી ઉપરાંત જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ઈજનેર અને એક તલાટીની પણ એસીબીએ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ લાલપુરના જોગવડમાં રહેતા એક મહિલાનું દૂધ ગરમ કરતી વેળાએ અકસ્માતે દાઝી જવાથી મૃત્યુ થયું છે. લાલપુર તાલુકાના જોગવડ ગામના તળાવનેસ વિસ્તારમાં રહેતા વાલીબેન જાલુભાઈ ઘોડા નામના પ્રૌઢા ગયા શનિવારે સાંજે પોતાના ઘરે ફળીયામાં દૂધ ગરમ કરતા હતાં. આ વેળાએ જોરદાર પવન આવતા ચુલ્લામાંથી ઉઠેલી અગનજ્વાળા વાલીબેનના પહેરેલા કપડામાં અડકી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા વાલીબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જામનગરમાં માત્રને માત્ર અખબાર વિતરકોના હિત અને વિકાસ માટે કાર્યરત જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા સંસ્થાના સભ્યો માટે સતત આઠમા વરસે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ વરસે દ્વારકા, શિવરાજપુર, નાગેશ્વરનો પ્રવાસ યોજાશે. તા. ર૬-૧-ર૦ર૧ ના રાત્રે ૮ વાગ્યે ત્રણબત્તી પાસેથી ખાસ બસ રવાના થશે. દ્વારકામાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે તા. ર૭-૧-ર૦ર૧ ના બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પર આનંદ માણી ત્યાંથી નાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તા. ર૭-૧-ર૦ર૧ ના રાત્રે જામનગર પરત આવશે. વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિમાં નિયમોનું ચૂસ્તપણ પાલન કરવાનું હોવાથી મર્યાદિત સંખ્યામાં જ ... વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળિયા તા. ૨૨ઃ ખંભાળિયાના વોર્ડ નં. ૨ માં નવા રસ્તા બનાવવાના કામનો આરંભ નાની બાળાના હસ્તે કરાયો હતો. પૂર્વ ન.પા. પ્રમુખ પી.એમ. ગઢવી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. જામનગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-ર૦ર૧ અન્વયે નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય, આ માટેની આખરી મતદાર યાદી તૈયાર ચૂકી છે. આ આખરી મતદાર યાદી હાલ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, જામનગર (શહેર), જિલ્લા રજિસ્ટ્રાર (સ.મં.) ની કચેરી, જામનગર તથા ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.ની કચેરી, જામનગરમાં જોઈ શકાશે. વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળિયા તા. ર૩ઃ ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ કોરોના મહામારીમાં બંધ હોય, શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા ૩૦ ટકા ઓછો અભ્યાસક્રમ લાગુ કરાયેલો આ અભ્યાસક્રમમાં ઘટાડો રાજ્યના રેગ્યુલર અભ્યાસ કરતા છાત્રોને જ મળવા પાત્ર હતો. આ પછી રજૂઆતો થતાં રાજ્ય સરકાર દ્વારા ખાસ આદેશ કરીને તમામ છાત્રોને આ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ર૦ર૦-ર૧ ના તમામ છાત્રો ધો. ૯ થી ૧ર નાને સુધારેલા અભ્યાસક્રમની વિગતો ખાનગી, રીપીટર તથા પૃથક તમામ છાત્રોને લાગુ પડશે તેવી જાહેરાત ગત્ તા. ૧૯ ના સંયુક્ત નિયામક બી.એન. રાજગોર દ્વારા પરિપત્ર કરીને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના જાહેર હિતમાં આ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૧ઃ સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ જામનગર પરિવાર દ્વારા હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના આર્થિક અનુદાન દ્વારા જામનગર અને આજુબાજુ વસતા બ્રાહ્મણ પરિવાર માટે અતિશય ઠંડીથી બચવા કર્મકાંડી ભૂદેવ બ્રહ્મ સમાજના જરૃરતમંદ વડીલો, વિધવા બહેનો, તકતા બહેનો, ગરીબ-મધ્યમ વર્ગના ભાઈઓને ઉચ્ચ ગુણવત્તાના ગરમ ધાબળાનું વિતરણ તા. ૧૦-૧-ર૦ર૧ ના કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય એસ.બી.વી.પી. ગુજરાત પ્રદેશના મહામંત્રી અને કચ્છના પ્રભારી નિલેષભાઈ આચાર્ય, જિલ્લા પ્રમુખ જયદેવભાઈ ભટ્ટ, શહેર પ્રમુખ શશીકાંત જી. પુંજાણી, શહેર યુવા પ્રમુખ શાસ્ત્રીજી વિરલભાઈ નાકર, શહેર મહિલા પ્રમુખ માધવીબેન કે. ભટ્ટ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના મંત્રી સુનિલભાઈ ખેતિયા, બ્રહ્મ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૦ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સેન્ટ્રલ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (સીજીએસટી ઓડીટ અંગે જીએસટી વિભાગના અધિકારીઓ સાથે એક ઓપન હાઉસ બેઠક તા. ૬-૧-ર૦ર૧ ના યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ સ્વાગત કરી જણાવેલ કે, છેલ્લા ઘણાં સમયથી વેપાર-ઉદ્યોગમાં જીએસટી ઓડીટ અંગેના જે સંશય હતાં તે અંગે ચર્ચા-વિચારણ કરવામાં તથા વેપાર-ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકણ લાવવા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે ચેમ્બરમાં એક બેઠકનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ જીએસટી વીભાગના અધિકારીઓ મનિષકુમાર, સંયુક્ત કમિશનર (ઓડીટ) જી.કે. ઝાલા, સહાયક કમિશનર, રાજકોટથી પધારેલ હતાં. ત્યારપછી વેપાર-ઉદ્યોગ વચ્ચે જે અસમંજસ તથા ગેરસમજ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૨ ઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાની આસપાસના સમુદ્રી ટાપુઓમાંથી કોઈ એક યોગ્ય સ્થળની પસંદગી કરી ત્યાં ભારતના ગૌરવવંતા આદ્યાત્મક ગુરૃ સ્વામી વિવેકાનંદજી વિશાળ પ્રતિમાનું પ્રસ્થાપન કરવા ભાજપના વ્યાપાર સેલના કન્વીનર અનિલભાઈ વિઠ્ઠલાણીએ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. સ્વામી વિવેકાનંદના અધુરા કાર્યો પૂરા કરવા માટે આ દેશમાં આજે ભાજપ શાસન સુયોગ્ય અને સક્ષમ છે. દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદની દિવ્ય સ્મૃતિને પ્રકાશિત અને પ્રેરક બનાવવા બેટ દ્વારકાની આસપાસના ટાપુ સમિયાણી અથવા પદમતીર્થ મંદિર સમુદ્ર કાંઠે સ્વામી વિવેકાનંદની વિશાળ મૂર્તિનું નિર્માણ થાય તો દેશના વિકાસ સાથે સમયોચિત બની રહેશે. વધુ વાંચો »

Jan 23, 2021
ખંભાળીયા તા. ર૩ઃ ગુજરાતમાં ધોરણ ૧૦-૧ર ના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો શરૃ નહીં થતા ઘરથી દૂર રહેતા છાત્રો પરેશાનીમાં મૂકાયા છે. વિદ્યાર્થી દીઠ એક રૃમનો નિયમ હોવાથી આવું થયું હોવાનું મનાય છે. ગુજરાત સરકાર દ્વારા ધો. ૧૦/૧ર ના છાત્રો માટે શાળાઓ રેગ્યુલર શરૃ થઈ ગઈ તથા ૩૦ ટકા ઓછો અભ્યાસક્રમ સાથે શિક્ષકો રેગ્યુલર રીતે અભ્યાસ કરાવતા પણ થઈ ગયા છે, ત્યારે રાજ્યમાં હજુ સમાજ કલ્યાણ તથા એન.જી.ઓ. તથા ગ્રાન્ટેડ સંસ્થાઓ દ્વારા સંચાલિત છાત્રાલયો, હોસ્ટેલો ના ખૂલતા શાળા શરૃ થતાં વર્ગખંડમાં અભ્યાસનો લાભ મેળવવા માંગતા હોસ્ટેલના છાત્રોને પરેશાની થાય છે. પોતાના ઘરની ... વધુ વાંચો »

Jan 23, 2021
જોડિયા તા. ર૩ઃ તબક્કાવાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૃ થઈ રહ્યું છે, ત્યારે એસ.ટી. બસમાં અપડાઉન કરનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એસ.ટી. બસો પૂનઃ શરૃ કરવી જોેઈએ. જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ ભરત દલસાણિયાએ જામનગરના વિભાગીય નિયામકને જે બસ રૃટ કોરોના કાળમાં બંધ થયો હતો. તેને પૂનઃ શરૃ કરવા જોઈએ . જેથી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહી ન જાય. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ર૩ઃ જાંબુડા પાસે વૃંદાવન ગૌશાળામાં ગૌવંશનું જતન કરવામાં આવે છે. મકરસંક્રાંતિ પર્વના દિવસે ગાયોને લાડુ ખવડાવવાનો કાર્યક્રમ તથા મેડિકલ કેમ્પ યોજાયા હતાં. આ ઉપરાંત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓ ઉમેશભાઈ દાવડા, ઉમેશભાઈ નંદા, અરવિંદભાઈ પટેલ જૈન ગ્રુપ, નવકાર ગ્રુપ, બ્રીજેશભાઈ વોરા, જીવન દયા પરિવાર, પ્રફુલભાઈ શેઠ, સુરેશભાઈ મકવાણા, જાંબુડાના લોકોએ સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટી ચંદુભાઈ રાજ્યગુરુએ આભાર માન્યો હતો. આ ઉપરાંત બાવાભાઈ મકવાણા હાલ મુંબઈ નિવાસી દર વર્ષે મકરસંક્રાંતિનો લાડુનો ખર્ચ આપે છે તેમની પણ નોંધ લેવાઈ હતી. ઉલ્લેખનિય છે કે વૃંદાવન ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ ગૌશાળા જાંબુડા બાલાચડી સ્કૂલ રોડ વેલકમ ... વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામજોધપુરના તરસાઈ ગામમાં એક મકાનમાં ઘુસી ગયેલા તસ્કરોએ રૃા. પાંચ હજાર રોકડાની ચોરી કરી છે. જામજોધ૫ુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા કૌશિકભાઈ વિનોદરાય જોશી નામના આસામીના મકાનમાં બુધવારની સાંજથી ગુરૃવારની સવાર સુધીમાં કોઈ તસ્કર ઘુસી ગયા હતા. મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઓરડામાં પડેલા કબાટનું લોકર ખોલી નાખી તેમાંથી રૃા. પાંચ હજારની રોકડ ચોરી કરી લીધી હતી. તેવી ફરિયાદ કૌશિકભાઈ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કરી છે. વધુ વાંચો »

Jan 23, 2021
જામજોધપુર તા. ર૩ઃ જામજોધપુર રોટરી ક્લબ દ્વારા સ્વ. ડો. દિપકકુમાર ગોરધનભાઈ માંડલિયાની ૧ર મી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ. ડાહીબેન તથા સ્વ. પૂજાભાઈ માંડાભાઈ કણસાગરાના સ્મરર્ણાર્થે તા. ર૪/૧ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૩ દરમિયાન શ્રીવિનય વિદ્યા મંદિર જામજોધપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર નિવાસી (મૂળ મૂંગણી ગામના) હાલારી વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના સ્વ. લીલાવંતીબેન રામજી મેપા છેડાના પુત્ર પ્રેમચંદ (ઉ.વ. ૮૦), તે સવિતાબેનના પતિ તથા સ્વ. રમેશ, જ્યોતિ અનિલ ગુઢકા (ગાગવા - નાઈરોબી), બકુલના પિતા તથા અનિલ જ્યંતિલાલ ગુઢકાના સસરા તથા રોનક (પ્રીસના), રોશનીના નાના તથા સ્વ. વાઘજી કચરા ગડા (નાઘેડી) ના જમાઈ તથા જેન્તિલાલ મેઘજી ગુઢકા (ગાગવા-નાઈરોબી), નવીનભાઈ રાયશી મારૃ (ગોંઈજ - લંડન),ના વેવાઈ, અમૃતલાલ, વેલજી રામજી છેડા, જયાબેન પ્રેમચંદ ગડા (નાઘેડી)ના ભાઈ તથા સ્વ. કરમશી, ઝવેરચંદ મેપા છેડા (મુંગણી), ગં.સ્વ. વેજીબેન કેશવજી વિસરીયા (વસઈ), ગં.સ્વ. રાજલબેન કરમણ દોઢિયા (આરબલુસ), ગં.સ્વ. કંકુબેન ધરમશી સાવલા (પડાણા)ના ભત્રીજા તથા મહેન્દ્ર, નિકેશ, ઈલાબેન વિનોદ ... વધુ વાંચો »

Jan 23, 2021
લંડન નિવાસી (મૂળ જામખંભાળીયાના વતની) (ગાગાવાળા) સ્વ. મેઘજીભાઈ પરસોત્તમભાઈ વડગામાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉ.વ. ૬૩), તે સ્વ. સુંદરજીભાઈ પરસોત્તમભાઈ વડગામાના ભત્રીજાનું તા. ર૧-૧-ર૦ર૧ ના અવસાન થયું છે. સદ્ગતના ટેલિફોનિક બેસણા માટે સુભાષભાઈ વડગામા (મો. ૯૮રપ૭ ર૦૦૯ર) નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Jan 23, 2021
જામનગર તા. ૨૩ઃ જામનગરના દરેડમાં સરકારી જમીન પર દબાણ સર્જનાર કુલ પૈકીના ચોંસઠ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ નોંધાયા પછી એક આરોપીના પોલીસે પાંચ દિ'ના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ એકવીસ આરોપીની ધરપકડ કરી છે. જામનગર નજીકના દરેડમાં આવેલા સર્વે નં. ૧૩૧, ૧૩૨માં સરકારી ખરાબામાં વર્ષોથી સંખ્યાબંધ લોકોએ દબાણ સર્જી ત્યાં બાંધકામ કરી લીધાની અરજી તંત્રને પ્રાપ્ત થયા પછી જિલ્લા સમાહર્તા તથા જિલ્લા પોલીસવડાએ સ્થળ તપાસ કરી હતી.જેમાં દબાણ થઈ ગયા હોવાનું ફલિત થતા દબાણકારોને દબાણ ખસેડી લેવા તાકીદ કરી તંત્રવાહકોએ લેન્ડ ... વધુ વાંચો »

Jan 23, 2021
ઈશ્યૂ થયેલું વોરંટ પરત ફરતા અદાલતે કર્યો આદેશઃ જામનગર તા. ૨૩ઃ જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે જામનગર કોર્ટમાં જુદા જુદા પંદર કેસ ચાલી રહ્યા છે. તેમાં આરોપી હાજર થતો ન હોય અદાલતે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. તે વોરંટ બજ્યા વગર પરત ફર્યુ હોય અદાલતે જયેશને ફરાર જાહેર કર્યો છે અને તેને ત્રીસ દિવસમાં હાજર થઈ જવા તાકીદ કરી છે. જામનગરમાં ભૂમાફીયા તરીકે કુખ્યાતી પામેલા મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની અને હાલમાં ... વધુ વાંચો »

અર્ક

  • જ્ઞાનિ એ છે જે જગતને યથાર્થ સ્વરૃપે જાણે છે, કેમ કે વર્તમાનને સમજીને પરિસ્થિતિ મુજબ ચાલે છે.

વિક્લી ફિચર્સ

રાશિ પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સગા-સંબંધી-મિત્રવર્ગના લીધે ઉદ્વેગ-ઉચાટ-અશાંતિ રહ્યાં કરે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાના કામમાં આપને શાંતિ જણાય નહીં. નાણાકીય વ્યવહાર કરતી વખતે સાચવવું. શુભ રંગઃ બ્લુ - શુભ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આકસ્મિક ઉપાધિ-મુશ્કેલીમાં ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નાણાકીય બાબતે સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિકારક તકો પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સચવાય. શુભ રંગઃ કેસરી - શુભ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા રોજિંદા કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના કામમાં હળવાશ રહે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. અન્યના સહકારથી કાર્યબોજ હળવો થતો જણાય. શુભ રંગઃ બ્લુ - શુભ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

નોકરી-ધંધાના કામ ઉકેલાય. મિલન-મુલાકાત, ચર્ચા-વિચારણામાં મહત્ત્વના નિર્ણય લેવામાં સાનુકૂળતા રહે. શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આકસ્મિક કોઈ કામ થાય. નોકરી-ધંંધામાં ફાયદો-લાભ થવા પામે. વિલંબમાં પડેલા કામ ઉકેલાય. શુભ રંગઃ ગુલાબી - ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બિમારીથી સાધવાની રાખવી પડે. ઘર-પરિવારના પ્રશ્નો ઉકેલાય. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આરોગ્યની અસ્વસ્થતા અને માનસિક વ્યગ્રતાને કારણે નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં. શુભ રંગઃ લીલો - શુભ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી-ધંધાની મુલાકાત - ચર્ચા-વિચારણામાં યશ-સફળતા મળે. ચિંતાનો ભાર હળવો બની રહે. શુભ રંગઃ પીળો - શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

વડીલ વર્ગના આરોગ્ય બાબતે ચિંતા રહે. નોકરી-ધંધામાં કાર્ય સફળતા-પ્રગતિ - વ્યસ્તતા રહે. શુભ રંગઃ લાલ - ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. સપ્તાહના સમય દરમિયાન સફળતા ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ખર્ચ-ખરીદીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નવી રાહ-નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના માટે ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે ભાવનાત્મક સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આકસ્મિક લાભ અપાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત

close
Ank Bandh
close
PPE Kit