જાણો, તા. ૧૭ ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ પાંચમનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૬ - સુર્યાસ્ત : ૭-૧૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાણવ સુદ -૦૫ :

તા. ૧૭-૦૮-ર૦૨૬, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ ૩,

મુસ્લિમ રોજઃ ૩, નક્ષત્ર : ચિત્રા,

યોગઃ શુભ, કરણઃ કૌલવ

 

તા. ૧૭ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે શારીરિક-માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે. નાની બીમારીમાં  બેદરકારી રાખવી નહીં. નોકરી-ધંધાકીય બાબતે આપના કામકાજમાં કોઈને કોઈ  રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્વજનોનો  સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં પરિણામ મળે.

બાળકની રાશિઃ કન્યા ૧૬:૨૨ સુધી પછી તુલા.

જાણો, તા. ૧૭ ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ પાંચમનું રાશિફળ

વૃષભ સહિત અન્ય બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. સિઝનલ ધંધામાં લાભ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સામાજિક-વ્યાવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામમાં સાનુકૂળતા રહે. સિઝનલ  ધંધામાં લાભ થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થાય તેવું કામ થવાથી આનંદ રહે.  પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૭-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાવધાની  રાખવી.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૩

 

Cancer (કર્ક: ડ-હ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના  પ્રશ્ને ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે.  કોર્ટ-કચેરીના કામકાજ અંગે ખર્ચ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Libra (તુલા: ર-ત)

આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં  રૂકાવટ મુશ્કેલી જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે.  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસની શરૂઆતથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.  જમીન-મકાનના કામ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૭

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાકીય  લેવડ-દેવડમાં સાચવવું.

શુભ રંગઃ ગુલાબી- શુભ અંકઃ ૭-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અન્યનો સહકાર  પ્રાપ્ત કરી શકો.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪

જાણો, તા. ૧૬ ઓગસ્ટ, રવિવાર અને શ્રાવણ સુદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૬ - સુર્યાસ્ત : ૭-૧૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૪:

તા. ૧૬-૦૮-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,

મુસ્લિમ રોજઃ ૦૨, નક્ષત્રઃ હસ્ત,

યોગઃ સાધ્ય, કરણઃ બવ

 

તા. ૧૬ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે આરોગ્યની કાળજી રાખવી પડે. જુની બીમારીમાં સમયાંતરે ડોકટરની  સલાહ લેવી જરૂરી બની રહે. વ્યાવસાયિક ક્ષેત્રે આપના કામની કદર-પ્રશંસા થાય.  ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. દેશ-પરદેશના કામમાં  સાનુકૂળતા મળી રહે. ઘર-પરિવારની ચિંતા રહે. સામાજિકક્ષેત્રે વ્યસ્તતા રહે.

બાળકની રાશિઃ કન્યા

જાણો, તા. ૧૬ ઓગસ્ટ, રવિવાર અને શ્રાવણ સુદ ચોથનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતો જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં ઉપરી-સહકાર્ય, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મીળ રહે. પરદેશના કામ  થઈ શકે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની  ચિંતા રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ  સરળ થાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૯

 

Cancer (કર્ક: ડ-હ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. નાણાકિય  લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો. પરદેશના કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ  કરવાની ઈચ્છા થાય નહીં.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૬

 

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં  ભાઈ-ભાંડુવર્ગનો સાથ-સહકાર મળે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાનની લે-વેચના કામમાં  સાનુકૂળતા જણાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી જણાય.  સિઝનલ ધંધામાં લાભ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપને કામમાં કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જઈને કોઈ કામ  કરવું નહીં.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત રહે. મહત્ત્વના નિર્ણય લઈ  શકાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે આપને દોડધામ-શ્રમ જણાય. ધંધામાં આવક જણાય.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૮

જાણો, તા. ૧પ ઓગસ્ટ, શનિવાર અને શ્રાવણ સુદ ત્રીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૫ - સુર્યાસ્ત : ૭-૧૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૩:

તા. ૧૫-૦૮-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૧,

મુસ્લિમ રોજઃ ૦૧, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,

યોગઃ શિવ, કરણઃ વણિજ

 

તા. ૧૫ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં કેટલાક અગત્યના કામ થવાથી આપ રાહત અનુભવી શકો.  પરંતુ મહત્ત્વના નિર્ણય લેતા પહેલા ચર્ચા-વિચારણા કરી લેવા. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે. સંતાનનો સાથ મળી રહેતા રાહત અનુભવાય. સામાજિક-વ્યાવહારિક કામમાં  સફળતા મળે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.

બાળકની રાશિઃ સિંહ ૦૯:૩૭ સુધી પછી કન્યા

જાણો, તા. ૧પ ઓગસ્ટ, શનિવાર અને શ્રાવણ સુદ ત્રીજનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને કામની કદર-પ્રશંસા થાય. સિઝનલ ધંધામાં  આકસ્મિક ઘરાકી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા  જણાય. મુલાકાત થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

કૌટુંબિક-પારિવારિક કામ અંગે આપને દોડધામ-શ્રમ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકીથી  આવક જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં ઉપરીવર્ગ,સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.  બઢતી-બદલીના કામ થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૧

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા  આપને સતાવ્યા કરે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં માતૃપક્ષની  ચિંતા અનુભવાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના  કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૮

 

Libra (તુલા: ર-ત)

આપના કામની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ  કરવાની ઈચ્છા ન થાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અગત્યના કામ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે-ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ  થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની  રાખવી પડે. ખર્ચ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

જાણો, તા. ૧૪ ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ સુદ બીજનું પંચાંગ

સુર્યોદયઃ ૦૬-૨૫ - સુર્યાસ્તઃ ૭-૧૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૨:

તા. ૧૪-૦૮-ર૦૨૬, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ગા.૫,

મુસ્લિમ રોજઃ ૩૦, નક્ષત્રઃ પૂર્વફાલ્ગુની,

યોગઃ પરિઘ, કરણઃ બાલવ

 

તા. ૧૪ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહ્યા કરે. ધંધામાં નાણાકિય નુકસાની  થી સંભાળવું પડે. મોટા કોઈ સાહસો કરવા નહીં. યાત્રા-પ્રવાસનું આયોજન મજાની સાથે  સાથે ખર્ચાળ પૂરવાર થાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી પડે. ખાન-પાન,  આહાર-વિહારમાં પરેજી રાખવી. સંતાનના પ્રશ્નોનો ઉકેલ આવતા આપને રાહત જણાય.

બાળકની રાશિઃ સિંહ

જાણો, તા. ૧૪ ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ સુદ બીજનું રાશિફળ

વૃષભ રાશિના જાતકોને ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતમાં સફળતા મળે. અન્ય બે રાશિના  જાતકોને ગ્રાહક વર્ગ સાથે વિવાદ ટાળવો

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા-અસમંજસતા રહે.  ઉચાટ-ઉદ્વેગ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

ઈચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતમાં આપને સાનુકૂળતા રહે. આપના કામમાં વ્યસ્ત રહીને  દિવસ પસાર કરી શકો.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ  આવતા રાહત રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આડોશ-પાડોશના કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપ-હરો-ફરો, કામ કરો પરંતુ આપ ના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. બપોર  પછી શાંતિ થતી જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં  ઘરાકી જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૬

 

Libra (તુલા: ર-ત)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ ટાળવા,  ગેરસમજથી સંભાળવું

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર  પ્રાપ્ત કરી શકો.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. બપોર  પછી રાહત રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૯

 

Capricorn (મકર: ખ-જ)

જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું  આયોજન થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે  દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

સંતાનનો સાથ-સહકાર મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં આવક જણાય.  બપોર પછી સંભાળવું

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૯

જાણો ૧૦ ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

મીન સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી રહે, ગૃહસ્થ જીવનમાં તણાવ આવે, ધન લાભ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાવસાયિક કાર્યો પાર પડતા જણાય. વેપાર-ધંધામાં વિકાસ સાધવામાં સફળતા મળે. નાણાકીય રીતે સમય બળવાન જણાય છે. આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બને. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. સામાજિક ક્ષેત્રે નવી મુલાકાત આવનારા સમયમાં ફળદાયી સાબિત થાય. આરોગ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી જણાય છે. તા. ૧૦ થી ૧૩ યાત્રા-પ્રવાસ. તા. ૧૪ થી ૧૬ વિવાદ ટાળવા.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય થોડો નબળો જણાય. સામા પવને ચાલતા હોવ એવો અનુભવ થાય. પરિસ્થિતિને કાબૂમાં લેવા અથાગ પરિશ્રમ કરવો પડે. વ્યાપાર-ધંધામાં, આર્થિક વ્યવહારોમાં સાવધાની દાખવવી. કોર્ટ-કચેરી જેવા સરકારી કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થી દ્વારા સારૂ પરિણામ આવી શકે. જાહેરજીવનમાં વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધાર્મિક બાબતોમાં આપનું મન ખેંચાતું જણાય. આધ્યાત્મક્તા દ્વારા મનની શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ તરફથી લાભ થાય. તા. ૧૦ થી ૧૩ સંભાળવું. તા. ૧૪ થી ૧૬ મિલન-મુલાકાત.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન શત્રુ વિરોધીઓ હાવી થતા આપને નુક્સાન થવાની સંભાવના જણાય છે. સચેત તથા સતર્ક રહેવાની સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને શુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગના સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવે. તા. ૧૦ થી ૧૩ નબળી. તા. ૧૪ થી ૧૬ સફળતાદાયક.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથે મનમેળ સાધી શકશો. ભાઈ-ભાંડુની સલાહ અને સહાય ઉપયોગી નિવડે. ગૃહસ્થજીવનનું વાતાવરણ પ્રફૂલ્લિત જણાય. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. માન-મરતબો મળી શકે. નાણાકીય સ્થિતિ થોડી નબળી પડતી જણાય. મર્યાદિત આવકની સાથે ખર્ચનું પ્રમાણ વધારે થતા નાણાભીડ અનુભવાય. અગાઉ કરેલી બચત ઉપયોગી સાબિત થાય. યાત્રા-પ્રવાસ સુખની સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૪ થી ૧૬ સુખમય.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને પુરુષાર્થ કરતા પ્રારબ્ધનું ફળ વધારે પ્રાપ્ત થતું જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીઓથી પરેશાની રહી શકે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડિલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો સુખદ નિકાલ આવી શકે. રાજ્કીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને ઉચ્ચ હોદ્દો કે પદ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ-જવાબદારીઓ વધતી જણાય. તા. ૧૦ થી ૧૩ શુભ. તા. ૧૪ થી ૧૬ સામાન્ય.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. આપના પ્રયત્નોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહે. પડવા-વાગવાથી સાચવવું. વાહન ચલાવવામાં તકેદારી દાખવવી. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ સ્વાસ્થ્ય સાચવવું.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે ઉત્સાહપૂર્વક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા  રાહત અનુભવી શકશો, જો કે ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધૂર બની રહે, એકમેકનો સાથ-સહકાર મળી રહે. સ્વાસ્થ્ય લાભપ્રદ બની રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડીલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. તા. ૧૦ થી ૧૩ આનંદદાયી. તા. ૧૪ થી ૧૬ મિશ્ર.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજના અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધી નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. મોજશોખના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ સામાન્ય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે નજીવી બાબતે બોલચાલ થાય, જેના કારણે આપનું મન વિક્ષિપ્ત થઈ જાય. નાણાકીય બાબતે આપનું પૂરૃં ધ્યાન આર્થિક બાબતો પર રહેશે. આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓની સાવચેત રહેવું. વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ વિવાદ ટાળવા.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને કાર્યક્ષેત્રે આગળ વધતા જણાવ. વ્યાવસાયિક ક્ષેત્રે સમય પરિવર્તનશીલ બની રહે, સાથોસાથ કામનું ભારણ તથા જવાબદારીઓ પણ વધતી જણાય. નાણાકીય સ્થિતિ નહી નફો, નહીં નુક્સાન સમાન બની રહે. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. નાણાનો વ્યય કરવા આપ આકર્ષતા જણાવ. ગૃહસ્થ જીવનનું વાતાવરણ સુખદાયક બની રહે. સ્વાસ્થ્ય બાબતે સંભાળ લેવી. તા. ૧૦ થી ૧૩ કાર્યબોજ. તા. ૧૪ થી ૧૬ ખર્ચાળ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. યાત્રા-પ્રવાસ, પણ સાથે સાથે મજાનો પણ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યની ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની લાગણીઓ અને ભાવનાઓ ઉપર કાબૂ રાખવો. વ્યાપારી વર્ગે નવી યોજના કે કાર્યનો આરંભ કરવા માટે સમય શુભ જણાય છે. તા. ૧૦ થી ૧૩ મિલન-મુલકાત તા. ૧૪ થી ૧૭ સારી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે યશ-કીર્તિ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક ક્ષેત્રે આપના માન-મોભા-મરતબામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપની લોકપ્રિયતામાં વધારો થતો જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી. યાત્રા-પ્રવાસ સુખદાયક બની રહે. તા. ૧૦ થી ૧૩ માન-સન્માન. તા. ૧૪ થી ૧૬ ખર્ચાળ.

જાણો ૦૩ ઓગસ્ટ થી ૦૯ ઓગસ્ટ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

સિંહ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં અણધાર્યા ખર્ચ આવે, કામનું ભારણ રહે, ગૃહસ્થ જીવનમાં ઘર્ષણ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા પામે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવી. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ૩ થી ૬ વિવાદ ટાળવા. તા. ૬ થી ૯ સ્વાસ્થ્ય સાચવવું.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા તો કોઈ શુભ ઘટના બની શકે છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. પરસ્પર અહમ્નો ટકરાવ થતો જણાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૩ થી ૬ શુભ. તા. ૭ થી ૯ સામાન્ય.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના કાર્યોમાં સક્રિય બનતા જણાવ. અધુરા કાર્યો પૂર્ણ કરી શકશો. માતા-પિતા, વડીલ વર્ગની સલાહ અને સહાય આપના માટે મહત્ત્વપૂર્ણ બની રહે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નોકરિયાત વર્ગનો કાર્યોબજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૩ થી ૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ૭ થી ૯ કૌટુંબિક કાર્ય થાય.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે કાર્યબોજ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓ આપના શિરે આવી શકે છે. કામનું ભારણ આપના ચહેરા ઉપર સ્પષ્ટ વર્તાય. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલવર્ગ સાથે ઘર્ષણ ટાળવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય બાબતે ધીમે ધીમે સુધારો થતો જોવા મળે. તા. ૩ થી ૬ કાર્યબોજ રહે. તા. ૭ થી ૯ સ્વાસ્થ્ય સુધરે.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્ય જીવનમાં ખટરાગ થઈ શકે છે. સંબંધોની ગરિમા જાળવવી. તા. ૩ થી ૬ ખર્ચાળ. તા. ૭ થી ૯ ઠીકઠાક.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે માનસિક શાંતિના અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રશન્તાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ થોડા સમયની રાહ જોવી પડે. માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૩ થી ૬ આનંદિત. તા. ૭ થી ૯ લાભદાયી.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળામાં આરોગ્ય સુખાકારી પાછી મેળવી શકશો. રોગો-તકલીફોમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. ઘર-પરિવાર બાબતે કોઈ વધારાની જવાબદારી આપના શિરે આવી શકે છે. સગા-સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત થાય. ધંધા-વ્યવસાય ક્ષેત્રે હાલ સ્થિતિ સામાન્ય રહે. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સહકાર પ્રાપ્ત થાય. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું. વાણી-વર્તન ઉપર કાબૂ રાખવો. તા. ૩ થી પ આરોગ્ય સુધરે. તા. ૬ થી ૯ કૌટુંબિક કાર્ય થાય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસોમાં નાણાકીય ફેરફારો જોવા માટે તૈયાર રહેવું. મોજ-શોખ, ખાન-પાન પાછળ આર્થિક લાભ થતો જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે થોડે-ઘણે અંશે નાણાભીડનો અનુભવ થઈ શકે. આરોગ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વાતાવરણ આનંદદાયી રહી શકે. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધતી જણાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં એકાગ્રતા રાખવી જરૂરી બને અન્યથા પરિણામ પર અસર થઈ શકે. તા. ૩ થી પ મિશ્ર. તા. ૬ થી ૯ ખર્ચ-ખરીદી.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન મિત્રો-સ્નેહીજનો સાથે ભાવનાત્મક જોડાણ વધુ થાય. લાગણીઓના પૂરમાં તણાતા જણાવ. કેટલીક વખત નિર્ણયો લેવામાં અસમંજસમાં મૂકાતા હોવ એવો અનુભવ થાય. કાર્યક્ષેત્રે નવી કામગીરી, નવું સાહસ થઈ શકે. નવા સોદા-કરાર થઈ શકે, જો કે આર્થિક વળતરમાં થોડી નિરાશા પ્રાપ્ત થાય. ધાર્યા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાત થાય. યાત્રા-પ્રવાસ ફળદાયી રહે. તા. ૩ થી ૬ નવી કાર્યરચના. તા. ૭ થી ૯ પ્રવાસ.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વેપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો નિકાલ લાવી શકશો. ખર્ચ-ખરીદીના યોગ બનતા જણાય. તા. ૩ થી ૬ સફળતાદાયક. તા. ૭ થી ૯ વિવાદ ટાળવા.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તામહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ગ્રહ-ગોચર બદલાતા તેમજ આપના પક્ષે રહેતા સમય અચાનક આપના પક્ષે આવતો જણાય. વેપાર-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તેમાં ધીમી ગતિએ સુધારો જોવા મળે. જો કે, ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૩ થી ૬ તણાવ રહે. તા. ૭ થી ૯ સારી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે નવીન કાર્ય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભવિષ્યના નિર્માણ બાબતે વ્યસ્ત બનતા જણાવ. વેપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવકવૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા સમય ઉત્સાહવર્ધક બની રહે. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. આરોગ્ય બાબતે સાવધાની રાખવી. તા. ૩ થી સફળતા મળે. તા. ૭ થી ૯ નવીન કાર્ય થાય.

close
Ank Bandh