દેશ-દુનિયાની અનેક ઘટનાઓની યાદ તાજી કરાવતો દિવસઃ ૪-જુલાઈ

આજે ચોથી જૂલાઈ છે. આજની તારીખ દેશ-દુનિયા માટે ખૂબ જ મહત્ત્વની છે. આજે અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ છે, તો ભારતની આઝાદી માટે પ્રથમ પ્રસ્તાવ, સ્વામી વિવેકાનંદનું નિધન, તિરંગો ડિઝાઈન કરનાર સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વૈંકેટયાનું નિધન, પૂર્વ હંગામી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાનો જન્મ દિવસ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો સ્થાપના દિન, બ્રિટનનો સ્વાતંત્રતાની ઘોષણા સહિતની ઘટનાઓ પણ ચોથી જુલાઈના દિવસે બની છે. જે ઈતિહાસના પાને લખાયેલી છે. આજે ધર્મચક્ર દિન પણ ઉજવાય રહ્યો છે.

અષાઢી પૂર્ણિમાનો દિવસ ગુરૃપૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. આ વર્ષે કોરોનાના કારણે જાહેર ઉજવણીઓ મોકૂફ રખાઈ છે, પરંતુ ઘેરબેઠા ગુરૃપૂજન થઈ શકે છે. જે આવતીકાલે ઉજવાશે.

વિશ્વમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને બૌદ્ધ ધર્મમાં રૃચિ ધરાવતા શ્રદ્ધાળુઓ ધર્મચક્ર પરિભ્રમણ અથવા ધર્મચક્ર પ્રવર્તન દિવસ આજે ઉજવી રહ્યાં છે.

આજે ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલયે પણ ધર્મચક્ર દિવસને લઈને કેટલાક વર્ચ્યુઅલ કાર્યક્રમો યોજ્યા છે. ધર્મચક્ર પવર્તન દિવસ બૌદ્ધ ધર્મનો મુખ્ય પૈકીનો એક ઉત્સવ મનાય છે. આ દિવસે ભગવાન બુદ્ધે પોતાના પાંચ શિષ્યોને સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો, તેથી આજનો દિવસ ધર્મચક્ર પર્વતન દિવસ તરીકે ઉજવાય છે.

વર્ષ-૧૭૭૬ માં આજના દિવસે અમેરીકાને આઝાદી મળી હતી, તે પછી એક વર્ષે તારીખ ચોથી જુલાઈના રોજ તે સમયે વિશ્વની સૌથી ઊભી મનાતી પ્રતીમા "સ્ટેચ્યુ ઓફ લિબર્ટી" ની સ્થાપના થઈ હતી. વર્ષ-૧૯૦ર માં સ્વામી વિવેકાનંદનું નિધન થયું હતું. વર્ષ-૧૯૪૭ ની ચોથી જુલાઈના દિવસે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતની સ્વતંત્રતાનું બીલ રજૂ થયું હતું. તિરંગાની ડિઝાઈન કરનાર સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વૈંકેટયાનું તા. ૪થી જુલાઈ-૧૯૬૩ ના દિવસે નિધન થયું હતું. ભારત ના બે વખત હંગામી વડાપ્રધાન રહી ચૂકેલા ગુલઝારીલાલ નંદીનો જન્મ તા. ૪-જુલાઈ-૧૮૯૮ ના દિવસે થયો હતો. અમેરિકાનું અંતરીક્ષ યાન સોજર્નર તા. ૪-જુલાઈ-૧૯૯૩ ના દિવસે મંગળની સપાટી પર ઉતર્યુ હતું.

વર્ષ ૨૦૧૨માં ચોથી જુલાઈના દિવસે યુરોપીય પરમાણુ સંસ્થાન સર્ન દ્વારા હિંગ્સ બોસોન કણોની શોધ કરીને મોટી વૈજ્ઞાનિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

તા. ૪ જુલાઈનો દિવસ અમેરિકા, બ્રિટન, ભારત જેવા લોકતાંત્રિક દેશોની સ્વતંત્રતા સાથે સંકળાયેલો છે, તો બુદ્ધ ધર્મના પ્રારંભિક ઉદ્દભવ સાથે પણ સંકળાયેલો છે. આ દિવસે મહાન વિભૂતિઓના જન્મદિન અને પુણ્યતિથિ પણ છે.

આમ, આજનો ચોથી જુલાઈનો દિવસ ઐતિહાસિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક ઘટનાક્રમો સાથે સંકળાયેલો મહત્ત્વપૂર્ણ અને અનેક સ્મૃતિઓને તાજી કરાવતો દિવસ છે, તે ઉપરાંત ખ્યાતનામ ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓની સાથે પણ આજનો દિવસ સંકળાયેલો છે.

-આલેખનઃ વિનોદ કોટેચા

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit