Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ભરતભાઈ મગનલાલ ભટ્ટના ધર્મપત્ની શોભનાબેન ભટ્ટ (ઉ.વ. ૬૭), તે વિરલભાઈ, બ્રિજેશભાઈના માતુશ્રી તથા પ્રજ્ઞેશભાઈ, દિવ્યેશભાઈના કાકી તથા શ્યામના દાદી તથા સ્વ. રમણીકલાલ ગોકળદાસ મહેતા (લાલપુર) ના પુત્રી તથા નરેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ, ભરતભાઈના બહેનનું તા. ર૧-૩-ર૦રપ, ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. રર-૩-ર૦રપ, શનિવારના સાંજે પ.૩૦ થી ૬.૦૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે કાશીવિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવી છે.
ખંભાળીયા : સુરેશ ગીરધરલાલ દત્તાણી (ઉ.વ. ૭૧), તે સંજયભાઈના મોટાભાઈ તથા (ગગુભાઈ દત્તાણીવાળા) સ્વ. કિશોરભાઈ દત્તાણી, સ્વ. નરેન્દ્રભાઈ ગીરધરલાલ દત્તાણીના નાનાભાઈનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સાદડી તા. રર-૩-ર૦રપ, શનિવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે જલારામ મંદિર, ખંભાળીયામાં રાખવામાં આવી છે.