સૌરાષ્ટ્રનો સીમાડોઃ જામનગર જિલ્લો


પરિચય

સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલો જામનગર જિલ્લો રાજ્યનો ૩૫૫ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતો હોય, બંદરીય ઉદ્યોગો અને સંરક્ષણની બાબતમાં દેશભરમાં મોખરાનું સ્થાન મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત મરિન નેશનલ પાર્ક અને પેટ્રોલિયમ ઉદ્યોગને કારણે વિશ્વભરમાં મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. જિલ્લાના દરિયા કિનારાની પસંદગી મુક્ત વ્યાપાર ઝોન અને મરીન ઈન્સ્ટિટ્યુટ સ્થાપવા માટે કરવામાં આવેલી છે. સંરક્ષણની ત્રણેય પાંખો દેશના સીમાડાની ખડેપગે નિગરાની કરે છે. જિલ્લાના લઘુ અને હસ્તકલા ઉદ્યોગોએ માત્ર દેશ ન નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. જેમાં બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોમાં પણ જામનગર જિલ્લાની આગવી પરંપરા રહી છે. અહીંની ધરતીએ ઝંડુ ભટ્ટ જેવા વૈદ્યરાજો પકવ્યા છે અને આયુર્વેદ યુનિવર્સિટીના માધ્યમથી ભારતી પ્રાચીન ચિકિત્સા પકવ્યા છે અને આયુર્વેદ યુનિવર્સિટીના માધ્યમથી ભારતી પ્રાચીન પધ્ધતિને સમગ્ર વિશ્વમાં પ્રચલિત કરી છે, તો હાલારની ધરાએ પકવેલા જામ રણજીતસિંહ, સલીમ દુરાની જેવા ધુંઆધાર બલ્લેબાજો અને વિનુ માંકડ જેવા કાંડાના કરામતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ ભારતને ઝળહળતો વિજય અપાવ્યો છે. ભાગ્યે જ કોઈ ભારતીય નારી એવી હશે, જેને બાંધણી પહેરીને પરણવાના કોડ નહીં રહ્યા હોય. આ ઉપરાંત સૌભાગ્ય દ્રવ્યો જેવા કે કંકુ, કાજળ અને અત્તરોએ પણ જિલ્લાની સુવાસ દેશભરમાં પ્રસરાવી છે.

જામનગરના તોરણો જામ રાવલજીએ આજથી લગભગ ઈ.સ. ૧૫૧૯ બાંધ્યા હોવાનું ઈતિહાસકારો કહે છે. કચ્છમાંથી આવેલા જાડેજા કુળના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી, અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. આ પ્રદેશનું નામ જાડેજા શાખના મૂળ પુરૃષ ગાજનના પુત્ર હાલાજીના નામ ઉપરથી હાલાર પડ્યું હતું અને ત્યારથી આ પંથકને હાલાર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રાચીન હાલાર રાજ્યની હદ બાંધીએ તો કાંઈક આવી રીતે બંધાય, ઉત્તરે કચ્છનો અખાત અને કચ્છનું નાનું રણ, પશ્ચિમે ઓખા મઢીનું રણ અને અરબી સમુદ્ર, પૂર્વે મોરબી, રાજકોટ, ધ્રોળ તથા ગોંડલના દેશી રજવાડાઓ અને સોરઠ પ્રદેશ. હાલારની આબોહવા સમશીતોષ્ણ છે. અરબી સમુદ્ર અને કચ્છના અખાતના પવનોની અસર હેઠળ આ પ્રદેશ આવેલ હોવાથી અહીં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. પરિણામે ભરઉનાળામાં પણ વાતાવરણ ખુશનુમા રહે છે. અહીં પવનની ગતિ સામાન્ય રીતે ૫૦ થી ૫૫ કિ.મી. પ્રતિ કલાકની રહે છે. કાઠિયાવાડમાં હાલાર પ્રાંતનું મોટું રાજ્ય એટલે નવાનગર અને નવાનગર એટલે આજનું જામનગર.

ઈતિહાસ

પ્રાચીન નવાનગરની રચના અંગેનો ઈતિહાસ તપાસતા આ નગર નાગમતી અને રંગમતી નદીઓના સંગમ ઉપર સ્થપાયું હોવાનું જણાય છે. નાગમતી અને રંગમતીના સંગમ સ્થાનો બદલતા રહ્યાં છે. નવાનગરની સ્થાપના પહેલાં જ્યાં આ બે નદીઓનું સંગમ સ્થાન છે ત્યાં સમુદ્ર હતો અને નાગના અથવા નાગનેસ બંદર નામનું ધીકતું બંદર હતું. બંદર પાસેના ગામમાં મુખ્યત્વે ભોઈ, ખારવા, કોળી, વાઘેર જેવી દરિયા - ખેડૂ કોમો વસતી હતી, જેઠવા વંશના રાજા નાગ જેઠવાનો વધ કરી જામ રાવળે આ બંદર જીતી લીધું. જામ રાવળે બંદર જીત્યા પછી પણ, લાંબા સમય સુધી આ બંદર ટકી રહ્યું હશે અને તેનો વેપાર પણ ચાલુ રહ્યો હશે તેવું જણાય છે.

બંદરનું નામ નાગના કે નાગનેસ નાગમતી નદીને કારણે પડ્યું હશે તેવું ઈતિહાસકારો માને છે, કારણ કે જેઠવા રાજા નાગ જેઠવા એવો કોઈ પ્રસિદ્ધ વીર પુરૃષ ન હતો કે જેથી તેના નામ ઉપરથી બંદરનું નામ પડે. નાગનેસ બંદર, નાગેશ્વરનું મંદિર અને નાગમતી નદીને પરસ્પર સંબંધ જણાય છે. ભુજંગ નાગ અને ભોરીયોજીની સુપ્રસિદ્ધ પ્રેમકથા સાથે પણ સુસંગત બેસે છે. નાગેશ્વરમાં આજે પણ નાગદેવતાનો કલાત્મક પાળિયો મણી નાગનાથના ડેરા પાસે આ હકીકતને સમર્થન આપતો ઉભો છે.

નવાનગરની સ્થાપના

જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા, તેમ-તેમ તેમનું રાજ્ય વિસ્તરતું ગયું. જામરાવળે પહેલાં બેડ અને પછી ખંભાળીયામાં રાજધાની બદલી હતી. રાજધાની નવા સ્થળેથી જોડીયા, આમરણ અને કાલાવડ જેવા પરગણાઓ દૂર પડતા હતાં અને વહીવટ ચલાવવો મુશ્કેલ જણાતા, જામ રાવળને નવી રાજધાનીની જરૃરત ઊભી થઈ. જે પ્રદેશની બરાબર મધ્યમાં હોય. તેથી નાગમતી અને રંગમતી નદીના કાંઠે વિક્રમ સંવત ૧૫૯૬માં શ્રાવણ સુદ આઠમને બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના કરવામાં આવી હતી.

નવાનગરની સ્થાપના જામરાવળે સંવત ૧૫૯૬માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નગરની સ્થાપના વખતે બે કે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી. આમાંની બે થાંભલીઓ દરબારગઢ પાસે અને ત્રીજી માંડવી ટાવર પાસે રોપવામાં આવી હોવાનું મનાય છે. હાલ તેમાંની એક થાંભલી રાજેન્દ્ર રોડ ઉપર આવેલી દિલાવર સાયકલ સ્ટોરમાં હયાત છે, અને બીજી દરબારગઢના પ્રવેશ પાસે રામ હોટલ નજીક શ્રી પી.એચ. શેઠના મકાનમાં હોવાનું કહેવામાં આવે છે. ત્રીજી થાંભલી હાલ ક્યાંય જોવા મળતી નથી. શક્ય છે કે શહેરનો આરંભ દરબારગઢના બાંધકામનો પાયો જ આ થાંભલી ઉપર નખાયો હોય, અને ત્યારબાદ ધીરે ધીરે આજુબાજુના મકાનો બંધાયા હોય અને તે મકાનોનો આરંભનો વિસ્તાર દરબારગઢથી માંડવી ટાવર સુધીનો રહ્યો હોય, પાયો નાખતી વેળાએ માણેકસ્થંભ પ્રકારની થાંભલી રોપવામાં આવી હશે.

નવાનગરની સ્થાપનાની તિથિ અંગે થોડો મતભેદ પ્રવર્તે છે. પરંતુ તેમાં લાંબો ફરક કે તફાવત નથી. ચારસો વર્ષના લાંબા સમયગાળાને કારણે સ્મૃતિ આધારિત જળવાયેલ તિથિમાં નજીવો ફરક આવવો સ્વાભાવિક છે. ઈતિહાસ લેખકોએ જામનગરની સ્થાપનાની બાબતમાં એક-બીજાનો આધાર લીધો છે. વાણીનાથ કે વેલીનાથ નામના કવિએ ઈ.સ. ૧૫૭૭માં રચેલા કાવ્યમાં શહેરનો ઉલ્લેખ નવીનનગર તરીકે કર્યો છે. સ્વાભાવિક રીતે જ નવા વસેલા નગરને નવીનનગર કે નવાનગર કહેવાયું હશે અને પાછળથી એજ નગર નવાનગર બાજુમાં તે વખતે જુનું નાગનેસ ગામ હતું, તેથી આ ગામથી અલગ ઓળખવા નવાનગર નામ પડ્યું હોય તેવું બનવા જોગ છે. વિભા વિલાસના રચયિતા કવિ વજમાલજી પરબતજી મહેડુએ પોતાના કાવ્યમાં સંવત ૫ન્નર છન્નવે સાવણ માસ સુધાર, નગર રચ્યો રાવળ નૃપત સુદ સાતમ બુધવાર આવો દોહરો નવાનગરની રચના માટઠે કહ્યો છે, જેમાં પણ નગરની સ્થાપનાની તિથિ સ્પષ્ટ કહી છે. સૌરાષ્ટ્રના ઈતિહાસના લેખક શ્રી ભગવાનલાલ સંપતલાલ પોતે ઈ.સ. ૧૮૬૧માં એવું લખેલું છે કે, શ્રાવણ મહિનામાં જામે નાગણીની જગે નવાનગર ગામ બાંધ્યું.. જામે પોતાની નવી રાજધાનીનું નામ નવાનગર તો પાડ્યું પણ ઘણાં લાંબા વખત સુધી લોકો તેને નાગણી તરીકે ઓળખતા હતાં. આજે પણ શરાફ અને વેપારીઓ નગરને નાગણી તરીકે જ ઓળખે છે.

ઉપરના મંતવ્ય પર વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે, નગરની સ્થાપના વખતે નાગના યા નાગણી ગામ યથાવત હશે. નાગણી યા નાગનેસ નામ નગરની સ્થાપના પછી આશરે સૌથી દોઢસો વર્ષ કરતાં ય વધુ સમય સુધી પ્રચલિત રહ્યું હતું. છેક ઈસવીસન ૧૮૦૦ પછી પણ વેપારી ચોપડા અને કબાલા ચિઠ્ઠીઓમાં નાગણી યા નાગણીનેસ શબ્દ પ્રયોજાયેલો મળી આવે છે.

પરંતુ એ હકીકત સ્પષ્ટ થતી નથી કે જામ રાવળે મૂળ નાગના બંદરના સ્થળે નવું નગર વસાવ્યું કે તેનાથી થોડે દૂર વસાવ્યું. બહુજન માન્ય મત એવો છે કે, જ્યાં નાગના બંદર નદી સમુદ્રના સંગમ સ્થળ પર હતું તેનાથી એકાદ-બે ગાઉ અંદરના ભાગે નદીના પાણી ફરી ન વળે, તેવા ઉચાણવાળા સ્થળે જામ રાવળે પ્રથમ દરબારગઢ બાંધીને નવું નગર વસાવ્યું છે. જ્યારે રા.રા. ભગવાનલાલ સંપતલાલ જેવા ઈતિહાસ લેખક નાગણીના સ્થળે જ નવાનગર વસાવ્યાનું જણાવે છે. જો કે જુના ગામએ નવાનગર વચ્ચે ઝાઝુ અંતર નહીં હોય. વહોરાના હજીરાથી નાગેશ્વર અને જુના નાગના ગામ સુધીસના વિસ્તારમાં ક્યાંક આ નાગનેસ બંદર હોવું જોઈએ. જો કે, આ સાધન સંશોધનનો વિષય છે, અને નાગેશ્વર આસપાસના ખોદકામથી જામનગરની સ્થાપના પહેલાંના સમય પર વધુ પ્રકાશ પાડી શકે તેવા આધારો પ્રાપ્ત થવાની સંભાવના ઓછી નથી.

નાગમતી અને રંગમતી નદીઓએ પોતાના મુખ પર ઠાલવેલા કાંપથી જુનું બારૃ બુરાઈ ગયું છે, અને આસપાસ કેટલીક નવી ભૂમિ પણ રચાઈ છે, એટલું જ નહીં પરંતુ ઠલવાતા કાંપ અને માટીના ચડતા થરથી બચાવવા જુના દેવસ્થાનોને ફરતા ચણતર કરીને અથવા શિખર ઊંચા લઈને રક્ષવા પડ્યા છે, તેની ખાત્રી સિધ્ધનાથ મંદિર, અને જુના મણી નાગનાથના ડેરાની વર્તમાન સ્થિતિ અને જમીનની સપાટીથી તેનું નીચું લેવલ જોવાથી થશે, આ બંને મંદિરો જામનગરની સ્થાપના પહેલાંના ઈસવીસનના નવમાં કે દસમાં સૈકા જેટલા જુના ગણાય છે.

સંવત ૧૬૬૪ (ઈ.સ. ૧૬૦૭)માં રચાયેલા પડધરી પ્રાસાદબિંબ છે. આમ નામ પડ્યું નહીં હોવાથી નવાનગર તરીકે ઓળખાયું છે અને એ જ નામ રૃઢ થઈ ગયેલું જણાય છે.

હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડના લેખક કેપ્ટન એચ. ડબલ્યું બેલ અને કાઠિયાવાડ સર્વ સંગ્રહકર્તા વોટસન, બંને જામનગરની સ્થાપના ઈ.સ. ૧૫૪૦માં થયાનું જણાવે છે. જાડેજાનો ઈતિહાસના કર્તા રાજવૈદ્ય જીવરામ કાળીદાસ નગરની સ્થાપના વિ.સંવત ૧૫૯૬ના શ્રાવણ સુદ-૭ના થયાનું જણાવે છે. શ્રી શંભુપ્રસાદ દેસાઈ પણ જામનગરની સ્થાપના વિક્રમ સંવત ૧૫૯૬ (ઈ.સ. ૧૫૪૦)માં થયાનું જણાવે છે. ભૂટાન્ત નામના ચારણી ભાષાના ગ્રંથમાં નગરની સ્થાપના સંવત ૧૫૯૬ના શ્રાવણ સુદ ૭ને બુધવારના થયાનું નોંધવામાં આવે છે. જૈન મુનિ રત્નચંદ્રમણિ રચિત પડધરી પ્રાસાદ બિંબ પ્રવેશાધિકાર સ્તવન નામના કાવ્યમાં નગરની સ્થાપનાની તિથિ સંવત ૧૫૯૬ શ્રાવણ સુદ ૮ને બુધવાર આવે છે તે દિવસે અંગ્રેજી તારીખ ૨૩ જુલાઈ ૧૫૩૯ આવે છે. સ્થાપનાની તિથિ તારીખ સંબંધી વિસ્તૃત નોંધ સ્વ. ડોલરરાય માંકડે તૈયાર કરેલી છે. શ્રી રસીકલાલ પરીખ અને શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી જામનગરની સ્થાપના વિ.સ. ૧૫૯૬ (ઈ.સ. ૧૫૪૦)માં થયાનું જણાવે છે.

આમ જામનગર એ ચારસો-સાડાચારસો વર્ષ ઉપરાંતનું જુનું શહેર છે તેથી તે અત્યંત પ્રાચીન નથી. તેમ સાવ આધુનિક પણ નથી. મુગલ સલ્તનતના આરંભ કાળમાં હુમાયુના રાજ્ય અમલ દરમ્યાન ગુજરાતમાં પ્રવર્તતી અરાજક સ્થિતિના કાળમાં સોળમી સદીના અધવચ્ચે આ શહેરનો જન્મ થયો છે.

જામનગરની સરખામણીમાં દ્વારકા, ગિરિનગર, જુનાગઢ, વનસ્થળીએ ઘણાં પ્રાચીન નગરો છે. વિ. સંવત ૧૦૦૩ કે ૧૦૭૦માં વસેલું સમૃધ્ધ શહેર ઘુમલી ઈ.સ.ના ચૌદમાં સૈકામાં નાશ પામ્યું છે. નગરો વસે છે અને નાશ પામે છે. વલ્લભી સામ્રાજ્ય સાથે વિદ્યાના મહાન ધામ સીમ એની સમૃદ્ધ રાજધાની પણ નાશ પામી છે. નષ્ટ થયેલું ગિરિનગર-જૈનાગઢરૃપે ફરી વસ્યું છે, દ્વારકા સાતમી વાર વસ્યાનું કહેવામાં આવે છે.

જામનગર સૌરાષ્ટ્રના મુસ્લિમ કાળમાં અને તે પછી વસેલા નગરોમાં સૌથી જુનું છે. ભુજ, ભાવનગર, ગોંડલ, સુરેન્દ્રનગર વિગેરે શહેરો જામનગરની સ્થાપના પછી વસેલા છે.

નગર જ્યારે વસ્યું ત્યારે નવીનનગર અથવા નવાનગર કહેવાયું અને એ જ નામે પ્રચલિત થયું છે, પરંતુ લોકો વહેવારમાં નગરને કેવળ નગરથી જ ઓળખતા આવ્યા છે. વાતચીત અને બોલચાલમાં અહીંના લોકો આ શહેરને કેવળ નગર કહીને ઓળખાવે છે.

close
Ank Bandh