ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત ્!!

તા. ૨૪-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

ગત સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાંથી આવેલા ખરાબ સમાચારને કારણે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો, જો કે આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકાના મજબૂત જોબ ડેટાને કારણે હવે ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તેવી અપેક્ષાઓ લગભગ સમાપ્ત થઈ જતા અમેરિકી બજારોમાં ઘટાડો નોંધાતા તેની અસર એશિયન બજારો પર જોવા મળતા આજે ભારતીય શેરબજારમાં નેગેટીવ ઉછાળે વેચવાલી જોવા મળતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૧%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૯૨% અને નેસ્ડેક ૦.૮૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૫ અને વધનારની સંખ્યા ૧૪૮૨ રહી હતી, ૨૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, સર્વિસ, બેન્કેકસ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ અને એનર્જી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૨,૭૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૩,૩૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૨,૬૦૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૯૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૨,૯૦૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૫૩,૯૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૫૩,૯૧૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૫૨,૪૧૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૫૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૫૩,૨૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

વોલ્ટાસ લિ. (૧૩૯૩) : હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી (૧૨૪૭) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૫૬ થી રૂ.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી એનર્જી (૯૭૧) : રૂ.૯૫૫ નો પ્રથમ તેમજ રૂ.૯૪૭ બીજા સપોર્ટથી પાવર પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૯ થી રૂ.૯૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ટાટા ટેકનોલોજી (૬૭૩) : આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૯ થી રૂ.૬૮૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય બજાર હાલ મજબૂત બેકડ્રોપ સાથે આગળ વધી રહ્યું છે, એફપીઆઈ હોલ્ડિંગ ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચવું, બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં સતત સુધારો અને ભારત-અમેરિકા વેપાર તણાવમાં નરમાશ જેવી પરિસ્થિતિઓ બજારમાં સકારાત્મક મોમેન્ટમ બનાવે છે. એફપીઆઈ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં નેટ વેચવાલા રહ્યા છતાં તેમની (એએસટી) એસેટ અન્ડર કસ્ટડીનો વધારો બતાવે છે કે તેઓ ભારતીય ઈક્વિટી સ્ટોરીથી સંપૂર્ણપણે બહાર નથી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું સતત વધતી હિસ્સેદારી પણ બજારમાં સ્થિરતા અને આંતરિક વિશ્વાસને મજબૂત બનાવે છે. આ સંયોજન સૂચવે છે કે જો વૈશ્વિક વ્યાજદર નરમ રહે અને અમેરિકન અર્થતંત્ર સ્થિર  રહે, તો ભારતીય બજારમાં મધ્યમથી લાંબા ગાળે અપસાઈડની સંભાવના મજબૂત છે.

બીજી તરફ, સેક્ટર-વાઈઝ ફ્લો બતાવે છે કે બજાર રી-અલોકેશન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે - આઈટી, એફએમસીજી, પાવર અને ફાઈનાન્સિયલ્સમાં ઘટાડો, જ્યારે ટેલિકોમ અને ઓઈલ-ગેસમાં એફપીઆઈની વધતી પસંદગી દર્શાવે છે કે માર્કેટ આગળ જઈને સિલેક્ટિવ અને થીમ આધારિત બને એવી શક્યતા છે. વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ, ડોલર ઈન્ડેક્સનું મૂવમેન્ટ, ક્રૂડ પ્રાઈસિસ અને ફેડની નીતિ આગામી ત્રિમાસિકમાં ઇન્ડાઈસિસને મુખ્ય દિશા આપશે. કુલ મળીને, બજાર સકારાત્મક પણ સાવચેત વલણ સાથે આગળ વધી રહ્યું છે, મોટા ડિપ્સ પર ખરીદીની તક અને ઓવર એક્સ્ટેન્ડેડ સેક્ટર્સમાં નફાવસૂલી જોવા મળે તેવી શક્યતા છે.

 

close
Ank Bandh