Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થળ પરથી અડધી બોટલ, ખાલી ગ્લાસ કબજેઃ
જામનગર તા.૧૬ : જામનગરના દિગ્વિજય પ્લોટ પ૮માં આવેલા એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમી પરથી મધરાતે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં પાંચ શખ્સ છાંટોપાણી કરતા મળી આવ્યા હતા અને છઠ્ઠો નાસી ગયો હતો. સ્થળ પરથી અડધી બોટલ દારૂ તથા ખાલી પાંચ ગ્લાસ કબજે કરાયા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮ સ્થિત શ્રીરંગ એવન્યુ એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે પોણા વાગ્યે એલસીબીના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા ફલેટ નં.૧૦૩, ૧૦૪માં તલાશી લેવાતા ત્યાંથી મૂળ સામખીયાળીના વતની અને ફલેટ નં.૧૦૩માં રહેતા મેહુલ નરશીભાઈ ચાવડા, જામ ખંભાળીયાના રાહુલ દીપકભાઈ નલાવર, રાપરના નીતિન રામાભાઈ મછોયા, રામેશ્વરનગર નજીક ક્રિષ્ના પાર્કમાં રહેતા ઋતુરાજસિંહ ભરતસિંહ જાડેજા, પટેલપાર્ક ગોકુલ દર્શન શેરી નં.૩માં રહેતા શરદ નવીનભાઈ પેસાવરીયા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા.
એલસીબીના સ્ટાફને કોઈને દેવેન્દ્ર નામનો શખ્સ નાસી ગયો હતો. સ્થળ પરથી દારૂની અડધી ભરેલી બોટલ, પ્લાસ્ટિકના પાંચ ગ્લાસ કબજે કરી સિટી એ ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial