Advertisement
Author: નોબત સમાચાર

અફઘાનિસ્તાનના હિન્દુ કુશ ક્ષેત્રમાં પ.૯ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

જમ્મુ-કાશ્મીર, દિલ્હી-એનસીઆરમાં પણ ધરતી ધ્રુજીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: અફઘાનિસ્તાનના      હિન્દુકુશ ક્ષેત્રમાં પ.૯ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે, જો કે આ લખાય છે ત્યાં સુધી જાનમાલના નુક્સાનના કોઈ સમાચાર નથી.

આજે સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દિલ્હી-એનસીઆર ક્ષેત્ર સહિત ભારતના ઘણાં ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાય. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પ.૯ નોંધાઈ હતી.

ભૂકંપના જોરદાર આંચકાથી અફઘાનિસ્તાનની ધરતી હચમચી ગઈ. ભૂકંપ એટલો જોરદાર હતો કે દિલ્હી-એનસીઆરની જમીન પણ ધ્રુજી ગઈ. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિન્દુ હિન્દુકુશમાં પૃથ્વીથી ૭પ કિલોમીટર નીચે હતું. પ.૯ ની તીવ્રતાનો ભૂકંપ ગંભીર નુક્સાન પહોંચાડવા માટે પૂરતો શક્તિશાળી માનવામાં છે, ખાસ કરીને ભૂકંપના કેન્દ્રની નજીકમાં વધુ નુક્સાન કરી શકે છે. ભૂકંપના આંચકા ખૂબ જ જોરદાર હતાં, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિ કે નુક્સાનના સમાચાર નથી.

વાસ્તવમાં ભૂકંપ એટલો જોરદાર અનુભવાયો હતો કે શરૂઆતમાં તેની તીવ્રતા ૬.૯ જણાવવામાં આવી હતી, પરંતુ પછીથી તેને સુધારીને પ.૯ કરવામાં આવી હતી.

આજેસવારે દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપના આંચકા લોકોએ પણ અનુભવ્યા હતાં. ઘણાં લોકોએ સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેમને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કોઈએ લખ્યું, ભૂકંપ આવ્યો અને કોઈએ લખ્યું, દિલ્હીમાં ભૂકંપ અનુભવાયો. આવી જ ઘણી બીજી જગ્યાએથી પણ ટિપ્પણીઓ પણ આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh