Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાર્ડ ચેરમેન મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને
ભાણવડ તા. ૧૬: ભાણવડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય સભા યાર્ડના ચેરમેન મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વન નેશન વન ઈલેક્શનનો ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. ર૦રપ-ર૬ નું બજેટ મંજુર કરી વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતાં. આ સભામાં યાર્ડના વાઈસ ચેરમેન ભાવિનભાઈ ગોરફાડ, યાર્ડના ડાયરેક્ટરો કિરીટભાઈ રાડિયા, હમીરભાઈ કનારા, હિમાન્શુભાઈ રાડિયા, પાલાભાઈ ગોજિયા, રમેશભાઈ અનડકટ, ભીમાભાઈ ધ્રાંગુ, ચંદુભાઈ કાલરિયા, ચેતનભાઈ રાઠોડ, ગોવિંદભાઈ કનારા, યાર્ડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન ઈન્ચાર્જ સેક્રેટરી શાંતિભાઈ કુબાવતે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial