Advertisement
Author: નોબત સમાચાર

યુવતીને ફોન કરવાની ના પાડતા ચાર શખ્સે ધોકો બતાવી આપી ધમકી

                                                                                                                                                                                                      

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા છરીથી હુમલોઃ

જામનગર તા.૧૬ : જામનગરની ઈન્દિરા કોલોનીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા એક યુવાન તથા તેના માતા અને ભાઈ પર એક શખ્સે હુમલો કર્યાે છે. જ્યારે બેડીમાં ફોન કરવાની ના પાડતા એક શખ્સ તથા તેના પિતા-કાકા સહિત ચારે ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક ઈન્દિરા કોલોનીની શેરી નં.૧માં રહેતા પ્રકાશભાઈ હીરાભાઈ મકવાણા સોમવારે રાત્રે પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે વિજય ઢચા ઉર્ફે બબલુ નામનો શખ્સ ત્યાં ગાળો બોલતો હતો. તેને ગાળો બોલવાની પ્રકાશભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા વિજયે ઝપાઝપી કરી ઢીકાપાટુથી હુમલો કરી પ્રકાશને માર માર્યાે હતો અને છરી લઈને પ્રકાશના ઘેર ધસી આવેલા આ શખ્સે ઈજા પહોંચાડી હતી. છોડાવવા માટે વચ્ચે પડેલા હેમત હીરાભાઈને પણ પગમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. સિટી સી ડિવિઝનમાં પ્રકાશ મકવાણાએ ફરિયાદ કરી છે.

જામનગરના બેડી વિસ્તારમાં ઈદ મસ્જિદ રોડ પર રહેતા સલમાબેન હુસેન જેડા નામના મહિલાએ બેડીમાં જ રહેતા ભોલા જાફર ખત્રી, સલીમ અબ્દુલ ખત્રી, જાફર અબ્દુલ ખત્રી, સલમાન અબ્દુલ ખત્રી સામે પોલીસમાં રાવ કરી છે.

તેણીએ જણાવ્યા મુજબ પતિ હુસેનભાઈએ પોતાની પુત્રીને ફોન કરતા ભોલા ખત્રીને ફોન કરવાની ના પાડતા તેનો પક્ષ લઈને આવી ચઢેલા જાફર, સલીમ અને સલમાને ધોકો બતાવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh