Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફિલ્માંકન પામેલ ગુજરાતી ફિલ્મ 'સ્ત્રીઓ'ના કલાકારો સાથે સંવાદ

ઇસ શહર કી ખુશ્બુવાલી ફિલ્મ હૈ, ઇસ નઝરીયે સે નિરાલી ફિલ્મ હૈ

                                                                                                                                                                                                      

તાજેતરમાં રિલિઝ થયેલ ગુજરાતી ફિલ્મ 'સ્ત્રીઓ' હાલ પ્રેક્ષકોને પસંદ આવી રહી છે. ત્યારે આ ફિલ્મની ખાસ વાત જામનગર માટે ખુશખબર સમાન છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકથી લઇને તમામ અભિનેતા-અભિનેત્રી તથા કેમરામેન સહિતનાં કલાકારો જામનગરનાં છે. ફિલ્મનાં કલાકારો દ્વારા 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી આ તકે 'નોબત' પરિવારના દર્શકભાઇ માધવાણી અને પત્રકાર આદિત્યએ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો.

ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા વિજયભાઇ દલવાડી ગુજરાતી - હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. છેલ્લા અઢી દાયકાથી તેઓ મુંબઇ કાર્યરત છે. તેમને જામનગરમાં અહીંનાં જ તમામ કલાકારો લઇને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો અને એસોસિએટ ડાયરેક્ટર ઉપેન્દ્રભાઇ ત્રિવેદી સહિતનાં સહયોગીઓનાં સાથ વડે એ વિચાર સાકાર પણ થયો. વુમન એમ્પાવરમેન્ટની થીમને અલગ રીતે રજૂ કરતી પટકથા ફિલ્મને સબળ બનાવે છે એમ કહી શકાય.

ફિલ્મના એસોસીએટ ડાયરેક્ટર ઉપેન્દ્રભાઇ ત્રિવેદી પણ ગુજરાતી - હિન્દી ફિલ્મોમાં દિર્ધ કારકિર્દી ધરાવે છે. આ ફિલ્મમાં તેમણે આકસ્મિક રીતે એક ગીતમાં ડાન્સ ડાયરેક્ટરની પણ ભૂમિકા નિભાવી છે જે પ્રયોગ સફળ રહૃાો હોવાનું દિગ્દર્શકે કબૂલ્યું હતું.

દિશા સોની ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. નવોદિત અભિનેત્રીનાં ખભે સમગ્ર ફિલ્મનો ભાર છે જે તેણે સુપેરે ઉંચકી બતાવ્યો છે એમ કહી શકાય. દિશા ભૂતકાળમાં મિસ સૌરાષ્ટ્રનું ટાઇટલ તથા મિસ ઇન્ડીયામાં સેકન્ડ રનર્સ આપનું પદ પણ મેળવી ચૂકી છે. તેણે અભિનય અંગે દિગ્દર્શકનાં માર્ગદર્શનને ઉપકારક ગણાવ્યું હતું.

નગરની જ શિવાની કેશવાલાએ પણ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનાં પાત્રને સહાય કરતા પાત્રની ભૂમિકા નિભાવી સપોર્ટીંગ એક્ટ્રેસ તરીકે સુંદર કાર્ય કર્યુ છે.

સપોર્ટીંગ એક્ટ્રેસની ભૂમિકા નિભાવનાર અન્ય અભિનેત્રી પલકબા રાઠોડ પણ સૌંદર્ય સ્પર્ધાઓમાં ડંકો વગાડી ચૂક્યા છે. તેણી મિસ જામનગર અને મિસ ગુજરાતનો ખિતાબ કબ્જે કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત 'સુલતાન ઓફ દિલ્હી' સહિતની હિન્દી વેબસિરીઝ સહિતનાં મનોરંજન માધ્યમોમાં કાર્ય કરવાનો અનુભવ ધરાવતા પલકબાએ 'સ્ત્રીઓ' ફિલ્મનાં અનુભવને યાદગાર ગણાવ્યો હતો.

ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા નિભાવનાર કમલેશ પંડ્યાનું નામ ઇન્ડસ્ટ્રીમાં માનભેર લેવામાં આવે છે.  ૯૦ ના દાયકામાં પરિવારના પંખી ફિલ્મ માટે બેસ્ટ નિર્માતાનો એવોર્ડ મેળવી તત્કાલીન મુખ્ય મંત્રી છબીલદાસ મહેતાનાં હસ્તે સન્માનિત થનાર અનુભવી અભિનેતા કમલેશ પંડયાએ ફિલ્મમાં વિલનનાં પાત્રને સચોટ ન્યાય આપ્યો છે એમ કહી શકાય

ફિલ્મમાં અન્ય એક નેગેટીવ કેરેક્ટર નિભાવનાર મહેશભાઇ વારા પણ ત્રણ દાયકાથી અભિનય ક્ષેત્રે કાર્યરત છે અને ગુજરાતી - હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અનિલ કપૂર અને આમીર ખાન સુધીનાં ખ્યાતનામ કલાકારો સાથે કાર્ય કરવાનો અનુભવ ધરાવે છે. તેમણે 'અકેલા,' 'તહેલકા'  તથા 'લગાન' સહિતની હિન્દી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે. તેમના અભિનયથી પણ ફિલ્મને વધુ બળ મળ્યુ છે.

નગરનાં જ ઉગતા ફોટોગ્રાફર પિયૂષ ભાનુશાળીએ ફિલ્મમાં કેમેરામેન તરીકે કાર્ય કર્યુ છે. તાજેતરમાં જ ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત પિયૂષ ભાનુશાળીએ ફિલ્મમાં જામનગરનાં રંગોને બરાબર ઝિલ્યા છે. સમગ્ર શુટીંગ જામનગરમાં જ થયુ હોવાથી તમામ કલાકારોએ એક પોતીકી લાગણી સાથે કાર્ય કર્યુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફિલ્મ અમદાવાદ, નડીયાદ, આણંદ તથા સાણંદનાં સિનેમઘરોમાં પ્રદર્શિત થઇ ચૂકી છે જ્યારે અન્ય શહેરોમાં તબક્કાવાર રિલિઝ થશે. ગુજરાતી ફિલ્મોને સ્લોટ ફાળવવામાં  મલ્ટીપ્લેક્ષ ધારકો તથા ડિસ્ટ્રીબ્યૂટર્સ પ્રાધાન્ય આપતા ન હોવાની વાત સાથે

નિર્માતા વિજયભાઇએ આ અંગે થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી.

ફિલ્મના દિગ્દર્શક વિજયભાઇ દલવાડી સહિત તમામ કલાકારો આ ફિલ્મને અચૂક નિહાળવા દરેક શહેરીજનને અનુરોધ કરે છે. અહીંના જ કલાકારો અને અહીં જ ફિલ્માંકન થયેલ હોવાથી તેઓ કહે છે કે આ ફિલ્મ જામનગરની પોતાની ફિલ્મ છે.

(તસ્વીરઃ નિર્મલ કારીયા)

મેહુલ સિનેમેક્સમાં યોજાયેલ ફિલ્મના પ્રિમિયર શો માં ધારાસભ્ય દ્વારા કલાકારોનું સન્માન

'સ્ત્રીઓ' ફિલ્મની રિલિઝ ઇવેન્ટ - પ્રિમિયર શો નગરના મેહુલ સિનેમેક્સમાં યોજાયા હતાં. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઉપસ્થિત રહૃાા હતા અને ફિલ્મમાં  શહેરના જ તમામ કલાકારો હોય તથા શહેરમાં સમગ્ર ફિલ્મનું શુટીંગ થયું હોવાને ગૌરવપ્રદ ગણાવી ધારાસભ્ય દ્વારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh