Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂન સુધીમાં ફ્લાયઓવરનું કામ પૂર્ણ થશેઃ કમિશ્નર
જામનગર તા. ૧૬: જામનગરમાં હાલાર હાઉસ-સુભાષ બ્રીજથી સાત રસ્તા સુધીના ફ્લાઓવરના મેગા પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણતાના આરે છે. અંબર ચોકડીના માર્ગ ઉપર સ્લેબ ભરવાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે અને ખુદ મ્યુનિ. કમિશનરના જણાવ્યા પ્રમાણે જૂન-ર૦રપ ના અંત સુધીમાં ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઈ જશે.
આ ફ્લાયઓવરની પ્રારંભિક-પ્રથમ ડિઝાઈનમાં અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ તરફ જવાના સ્લોપ બનાવવાનું દર્શાવાયું હતું. કન્સલ્ટન્ટે પણ તે ડિઝાઈન રજૂ કરી હતી અને તેને મંજુરી પણ મળી હતી, પણ... ત્યારપછી છેલ્લે છેલ્લે એવું જાણવા મળ્યું કે અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ તરફનો સ્લોપ નહીં બને.
આ બાબતે અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા મ્યુનિ. કમિશનરે એવો ખુલાસો કર્યો હતો કે તે સ્લોપ બનાવવાનું રદ્દ નથી થયું પણ રેલવેની જમીન મેળવવાના પ્રયાસો ચાલુ છે. તે મળ્યા પછી અંબરથી જી.જી. હોસ્પિટલ જવા-આવવાના અનુકૂળ સ્લોપ બનશે. તેમણે તો ખુલાસામાં એવું પણ જણાવ્યું હતું કે, આ ફ્લાયઓવરની કન્સલ્ટન્ટે બે બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી! ખર્ચની બાબતમાં પણ વીજતંત્રને રૂપિયા પાંચ કરોડ અને વધારાના ખર્ચના રૂપિયા ર૮ કરોડ મળી હવે આ ફ્લાયઓવર ૧૯૩ કરોડના બદલે સવાબસ્સો કરોડના ખર્ચે બનશે.
જામનગર મહાનગરપાલિકાના અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે રેલવે પાસેથી જમીન મળવાની બાબતમાં રેલવેએ સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને તે પ્રમાણે જરૂરી જમીન મળી જશે તેથી અંબરથી જી.જી. હોસ્પિટલ જવા-આવવા માટે (ચડવા-ઉતરવા માટે) અમદાવાદના સનાતન ચોકડી જેવી ડિઝાઈન જેવા અનુકૂળ સ્લોપ પણ બનશે જ.
જે અંગેની દરખાસ્ત પણ સ્થાયી સમિ રજૂ કરવામાં આવનાર છે તથા ત્યારપછી જનરલ બોર્ડમાં મંજુર થયા પછી અંબર ફ્લાયઓવર પર જી.જી. હોસ્પિટલ જવા-આવવાનું સટ્રક્ચર બનાવવામાં આવશે.
જો આ ફેરફાર પ્રમાણેનું કામ પણ વહેલીતકે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવે તો જામનગરની જનતાને અવરજવરમાં મોટી રાહત મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial