Advertisement
Author: નોબત સમાચાર

બે વર્ષની નાની ઉંમરે શહેરનાં બાળકે સર્જયો વિક્રમ: વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: નાની વયે પ્રથમ હર્ષ મોદી એ ૨૭૦ થી વધુ વસ્તુઓ, જીવ જંતુઓ, પ્રાણીઓ ઝડપથી ઓળખી બતાવી ક્રમબધ્ધ ગોઠવી પણ બતાવ્યા હતા.

મોટી ઉમરે પણ અમુક વસ્તુ કે પ્રાણીઓના નામ યાદ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે, નાની વયે પ્રથમે અલગ અલગ નામ યાદ રાખી ઝડપથી ઓળખી બતાવી એક અનોખો વિક્રમ સર્જ્યો હતો.

૩૦ વિવિધ પ્રાણીઓ, ૧૨ જળચર પ્રાણીઓ, ૧૨ જીવ-જંતુઓ, ૧૦ પક્ષીઓ, ૧૫ વાહનો. ૧૫ કલર, ૧૧ શાકભાજી, ૧૨ વિરોધી શબ્દો. ૧૫ ફળો, એ ટુ ઝેડ આલ્ફાબેટ, ૧ થી ૧૦ નંબર, ૧૨ પ્રાણીઓના અવાજ, ૧૬ મૂળાક્ષરો, ૧૨ વિવિધ આકાર, ૧૪ બોડી પાર્ટ, ૧૨ પ્રાણીઓ તથા તેમના બચ્ચાઓના નામ, જનરલ નોલેજના પ્રશ્નોના ઉત્તર તેમજ ૪૦ અન્ય વસ્તુઓ ઓળખી બતાવી હતી.

આ બુદ્ધિમતાની ક્ષમતાને બિરદાવવા વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રથમ હર્ષ મોદીને ગોલ્ડ મેડલ તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. જેથી જામનગરનું અને મોદી પરિવારનું નામ પણ વિશ્વ સ્તરે રોશન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh