Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાભારતના યુદ્ધ સમયની વાત છે. મહાભારતનું યુદ્ધ પુરું થયું ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની સાથે જ્યાં પાંડવોના તંબુ હતા ત્યાં થોડે દૂર કોઇ કારણોસર ગયા હતા. આ તંબુઓમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન પાંડવ પક્ષની રાણીઓ, નારીઓ અને નાના બાળકો રહેતા હતા. કૌરવ પક્ષે રહેલા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને જાણ થઇ ગઇ કે આજે પાંડવોના તંબુઓમાં સ્ત્રી અને બાળકો સિવાય બીજો કોઇ ત્યાં નથી. તે તેનો લાભ લઇ દ્રૌપદીના પાંચ પુત્રોનું ગળું કાપી તેમની હત્યા કરી નાખી અને પાંડવોના શિબિરમાં આગ લગાડી દીધી.
આ ઘટના બની તે દરમ્યાન વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો જયારે તે તંબુઓ પાસે પહોંચ્યા અને જુએ છે તો સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરી રહી છે અને દ્રૌપદીજી ભારે આક્રંદ કરી રહ્યાં હતા. અને તેના પાંચ પુત્રોના મસ્તક કપાયેલા ધડ પડ્યા હતા. આ ઘટના જોઇ અને પાંચેય પાડવ ભાઇઓ તો ક્રોધિત થઇ ગયા. ગુસ્સામાંને ગુસ્સામાં અર્જુન દ્રૌપદીજીને કહે છે કે, "તું ધીરજ રાખ, આ દુષ્કૃત્ય કરનારા એ અશ્વત્થામાને તેણે જે નીંદનીય કર્મ કર્યું છે તેનું ફળ અવશ્ય મળશે. તેને ઉચિત છે તે હું આપીશ. હું એનું માથું કાપી અને તારા ચરણોમાં મુકીશ. જેથી તારો શોક દૂર થાય." ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને સીધા અશ્વસ્થામા પાસે ગયા, ત્યારે ત્યાં અર્જુન અને અશ્વસ્થામાં વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ત્યાં આખરે અર્જુને પોતાની કુનેહ વડે અશ્વત્થામાને કેદ કર્યો પરંતુ તેને મારવાનું અર્જુનને યોગ્ય ન લાગ્યું. કારણ કે ગમે તેમ તોય અશ્વસ્થામાં ગુરૂપુત્રખરો ને. તેથી કેદ કરેલ અશ્વત્થામાને મજબૂત દોરડા વડે બાંધી પોતાના રથમાં નાખી અને તંબુઓ પાસે લાવ્યા અને જયાં દ્રૌપદી બેઠા હતા તે જગ્યાએ ઊભો રાખી દીધો. ત્યાં હાજર રહેલા બધા જ તેના પર બાળ હત્યા કરવા બદલ ફિટકાર વરસાવતા હતા. તેને જોઇને ભીમ પણ ખૂબ જ ગુસ્સે ભરાયો અને દાંત કચકચાવતાં ભીમે ક્રોધમાંને ક્રોધમાં કહ્યું, "આ બાળ હત્યારાને હમણાને હમણાં મારી નાખવો જોઇએ. એક ક્ષણવાર પણ તેને જીવતો રહેવા દેવો જોઇએ નહીં, કારણ કે તેણે હવે તેને જીવતા રહેવાનો અધિકાર ખોઇ નાખ્યો છે."
આ સમયે દ્રૌપદીજીએ ધીરજ ધારણ કરી અને મોક્ષના પાંચ પુત્રોના મૃત શરીર પાસે બેઠી હતી. ત્યારે પોતાના પુત્રોનો હત્યારો સામે કેદ થયેલો ઊભો હતો. તેની નજર નીચી હતી તેને જોઇ અને તેના ઉપર દયા ખાતા ખાતા દ્રૌપદીજી કહે છે, "અરે ! તમે સૌએ સાથે મળી અને આ શું કર્યું ? તમને જે ગુરૂએ અન્ન, શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું તે ગુરૂના પુત્રને આજે તમે કેદ કર્યો. મહેરબાની કરીને તમે અને જલદી છોડી મૂકો. તેનો તો ઠીક પણ તેની માતાનો તમે વિચાર કરો. પુત્રના મૃત્યુથી જે શોક ઉત્પન્ન થાય છે તે શોક કેવો હોય તે મેં અનુભવ્યો છે અને અત્યારે તે અનુભવમાંથી જે હું પસાર થઇ રહી છું. માટે તેમની માતા કૃપીદેવી એ તમારા અને મારા માટે અત્યંત પૂજનીય છે. તેમને પણ મારી જેમ શોક ઉત્પન્ન ન થાય અને રડવું ના પડે તે માટે તત્કાલ છોડી મૂકો."
આમ, દ્રૌપદીજીની સહનશીલતા અને ક્ષમાશીલતા જોઇ અને ત્યાં હાજર રહેલ સૌ કોઇ દંગ રહી ગયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને માથે ચડાવી અને અશ્વસ્થાના મસ્તકનો મણી ઝૂંટવી લઈ અને ત્યાંથી જવા દીધો. આવી મહાન આર્યનારીને આજે પણ જગત તેની આ મહાનતા માટે યાદ કરે છે.
:: આજનું ભજન ::
આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે,
ફૂલની ગાદીને ફૂલના તકિયા,
ફૂલના બીદડા બિછાવીએ રે...કાલ...
સોનાના સોંગઠાને રેશમની ચોપાટ,
હિરલાના પાસા ડેલાવીએ રે...કાલ...
સોનાનું પારણું ને રેશમની દોરી,
હરખે શ્રીનાથજીને હલાવીએ રે...કાલ...
વાણીના મેહુલાને આનંદની હેલી,
સુખને સરવડે ભીંજાવીએ રે...કાલ...
"વલ્લભ"ના સ્વામી પ્રભુ રસિક શિરોમણી,
વલી વલી મુખડા નિહાળીએ રે...કાલ...
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો