Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ ચકચારી પ્રકરણમાં વધુ સુનાવણી આગામી ૪ માર્ચે
જામનગર તા. ૩: જામનગરમાં અગિયાર સંયુક્ત સહમાલિકોની વારસાગત જમીનને નવ વારસદારોએ પાંચ વ્યક્તિઓની તરફેણમાં વેંચાણ દસ્તાવેજો કરી આપતા વારસદાર પૈકીના મધુબેન નાથાભાઈ નકુમે જામનગરની અદાલતમાં દાવો દાખલ કરી મનાઈ હુકમની માંગણી કરી હતી. જેમાં જામનગરની અદાલતે મનાઈ હુકમની માંગણી તા. ૧૧-૧૧-ર૦ર૪ રદ્ કરી હતી.
આથી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવા સુધી મનાઈહુકમ લંબાવવા માંગણી કરી હતી. જે ગુજરાત હાઈકોર્ટે મંજુર કરી તા. ૧૦-૧ર-ર૦ર૪ સુધી મનાઈહુકમ લંબાવી આપ્યો હતો. ત્યારપછી ગુજરાત હાઈકોર્ટમાં મધુબેન નકુમના એડવોકેટ ફૈયઝ એ. શેખ મારફતે તા. ૧૦-૧ર-ર૦ર, ના અપીલ દાખલ કરી આગામી મુદ્ત સુધીનો મનાઈ હુકમ માંગ્યો હતો જે હાઈકોર્ટે મંજુર કર્યો હતો અને જેની વધુ સુનાવણી તા. ર૩-૧-ર૦રપ ના રાખવામાં આવી હતી.
આ સુનાવણી સમયે સામાવાળાઓએ અદાલતમાં સમાધાનની વાત રજૂ ંકરતા ગુજરાત હાઈકોર્ટે મનાઈહુકમ હટાવી લીધો હતો અને વધુ સુનાવણી માટે તા. ૪-૩-ર૦રપ મુકરર કરવામાં આવી છે.
આ જમીન વેંચાણ કરવામાં તા. ર૧-૮-ર૦ર૪ ના જુદા જુદા ચાર દસ્તાવેજ કરી વેંચાણ કરવામાં આવ્યું હતું. જે દસ્તાવેજના આધારે આખી જમીનનો કબજો લઈ જગ્યા પચાવી પાડવાનો આક્ષેપ કરાયો હતો. મધુબેન નકુમને જાણ થતાં તેમણે તા. ૮-૧૦-ર૦ર૪ ના જામનગરની અદાલતમાં દાવો દાખલ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ જમીન વેંચાણથી લેનાર વ્યક્તિઓમાં જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ તેમજ તેમના પત્ની લાભુબેન ફળદુ, હરદાસભાઈ કરશનભાઈ ખવા (ધારાસભ્યના પિતા), જયેન્દ્રભાઈ રાઘવજીભાઈ મુંગરા (મંત્રીના પુત્ર) અને ગોરધનભાઈ ભંડેરી (કોંગ્રેસ સાથે સંકળાયેલા બિલ્ડર) ના નામ છે.
ગુજરાત હાઈકોર્ટમાં મધુબેન નાથાભાઈ નકુમ તરફથી વકીલ તરીકે એડવોકેટ ફૈયઝ એ. શેખ રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial