Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોવિંદભાઈ ધોળકિયાએ સતત બે કલાક સુધી માર્ગદર્શન આપ્યું
જામનગર તા. ૩: જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા બ્રાસસીટી જામનગરના ઉદ્યોગકારો માટે પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરાયુ હતંુ.
બ્રાસસીટી જામનગરના ઉદ્યોગકારો માટે જામનગર ફેબટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ગત તા. ૨૩-૦૧-૨૫ને ગુરૂવારના એસોસિએશનના ઓડીટોરીયમ હોલમાં પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડ્રીમસિટી સુરતના ડાયમંડ કીંગ તરીકે ઓળખાતા અગ્રગણ્ય ઉદ્યોગકાર, રામક્રિષ્ના એકસ્પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ તથા રામક્રિષ્ના નોલેજ ફાઉન્ડેશનના સંસ્થાપક તથા રાજયસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકીયા તથા તેમની સાથે સુરતના અન્ય અગ્રગણ્ય ઉદ્યોગકારો ઘનશ્યામદાસ શંકર, ધિરૂભાઈ નારોલા, વલ્લભભાઈ રિબડીયા, દિનેશભાઈ નારોલ, અશોકભાઈ પોસીયા તથા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રમણિકભાઈ અકબરી, અન્ય સંસ્થાના હોદ્દેદારો/ કારોબારી સમિતિના સભ્યો તથા ઉદ્યોગકારમિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સેમિનારની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ ઉપસ્થિત સૌને આવકારી સંસ્થા દ્વારા યોજાયેલ સેમિનારની અગત્યતા સમજાવી મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ પ્રમુખ તથા અન્ય હોદેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું.
પ્રેરણાત્મક સેમિનારના મુખ્ય વકતા ગોવિંદભાઈ ધોળકીયાએ સતત બે કલાક સુધી તેમનું વકતવ્ય આપી તેમના વ્યાપારીક અનુભવોને યાદ કરી ઉપસ્થિત ઉદ્યોગકારોને પારીવારીક મૂલ્યોનું મહત્ત્વ, આજની મહામારીની પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ દ્વારા ઉદ્યોગજગતના પ્રશ્નોના સચોટ ઉકેલ તથા એક ઉદ્યોગકાર તરીકે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની આપણી ફરજના સંદર્ભમાં માર્ગદર્શન આપી તથા તેમની પ્રેરણાત્મક વિચારો રજૂ કરી ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા અને ઉદ્યોગકારોના પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતાં.
આ સમગ્ર સેમિનાર દરમ્યાન ઉપસ્થિત મહેમાનોની પરિચય વિધિ સંસ્થાના ઉપપ્રમુખ સુરેશભાઈ પી. હિરપરાએ કરી હતી જયારે આભારવિધિ સંસ્થાના માનદમંત્રી મનસુખભાઈ સાવલાએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial