Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડિયાર કોલોનીમાં સ્કૂટરમાંથી દારૂની બે બોટલ ઝબ્બેઃ ચાલક નાસી ગયોઃ
જામનગર તા.૩ : જામનગરના સમર્પણ સર્કલ નજીક એક એપાર્ટમેન્ટના ફલેટમાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૧૩૦ બોટલ અને બીયરના ૮ ટીન સાથે મૂળ સરપદળના એક શખ્સને પકડી પાડ્યો છે. તેણે દમણના સપ્લાયરનું નામ આપ્યું છે. અયોધ્યાનગરમાં એક મોટરમાં દારૂની ૧૦૬ બોટલ લઈને જતાં શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. સાગરિતનું નામ પોલીસે ઓકાવ્યું છે. ખોડિયાર કોલોની પાસે સ્કૂટરમાંથી દારૂની બે બોટલ સાંપડી છે. જોગર્સ પાર્ક પાસેથી એક શખ્સ બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના ધર્મેન્દ્રસિંહ, અરજણભાઈ, મયુદ્દીન સૈયદને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને તેનાથી વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફે સમર્પણ સર્કલ નજીક તુલસીનેસ એપાર્ટમેન્ટના ફલેટ નં.૧૦૨માં દરોડો પાડ્યો હતો.
તે ફ્લેટમાં રહેતા મૂળ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના વતની વિશાલ રતીલાલ જાવીયા નામના શખ્સના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૧૩૦ બોટલ તથા બીયરના ૮ ટીન મળી આવ્યા હતા.
આ શખ્સનો મોબાઈલ તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂ.૫૪,૪૨૮નો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ વિશાલ જાવીયાની પૂછપરછ કરતા તેણે આ જથ્થો દમણના નીતિન ઉર્ફે વસીમ નામના શખ્સે મોકલાવ્યો હોવાની કબૂલાત આપી છે. બંને સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઉદ્યોગનગર પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા શનિવારે રાત્રે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના એન.બી. સદાદીયા, ધર્મેશ મોરીને બાતમી મળી હતી કે, ગોકુલ નગર નજીક અયોધ્યાનગર પાસે એક મોટરમાં દારૂની હેરાફેરી કરાઈ રહી છે. પીએસઆઈ આર.ડી. ગોહિલના વડપણ હેઠળ ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે અયોધ્યાનગરની શેરી નં.૬ માંથી જીજે-૧૦-સીએન ૩૫૯૧ નંબરની મોટર પસાર થતી જોવા મળી હતી. તે મોટરને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૬ બોટલ સાથે કેયુર ઉર્ફે કયલો ગીરીશભાઈ ડોબરીયા તથા ગુમાનસિંહ તખુભા જાડેજા ઉર્ફે ઘનશ્યામસિંહ નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૫૦ હજારની મોટર, બે મોબાઈલ, દારૂનો જથ્થો મળી કુલ રૂ.૧ લાખ ૨૩ હજારનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાના સાગરિત નાઘેડી ગામના રામ જીવાભાઈ મોઢવાડીયા ઉર્ફે રામકા મેરનું નામ આપ્યું છે. કેયુર ઉર્ફે કયલા સામે દારૂબંધી ભંગના ૧૭ ગુન્હા અન ગુમાનસિંહ સામે દારૂબંધી ભંગ તથા ચોરીના કુલ બે ગુન્હા નોંધાયેલા છે. ઉપરાંત રામકા મેર સામે દારૂબંધી ભંગ, મારામારીના ૧પથી વધુ ગુન્હા નોંધાયેલા છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ચાની હોટલ પાસેથી ગઈકાલે રાત્રે જીજે-૧૦-ડીસી ૭૭૭ નંબરનંુ એક્સેસ સ્કૂટર પસાર થયું હતું. તેને રોકાવવા માટે પેટ્રોલિંગમાં રહેલા સિટી સી ડિવિઝનના સ્ટાફે ઈશારો કરતા સ્કૂટરના ચાલક ઉતરીને નાસી ગયા હતા. સ્કૂટરની ડેકીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી છે. સ્કૂટર નંબર પરથી પોલીસે તેના ચાલકની શોધ શરૂ કરી છે.
જામનગરના જોગસ પાર્ક પાસેથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા એરફોર્સ રોડ પરના બાલાજી પાર્ક ત્રણમાં રહેતા પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial