Advertisement
Author: નોબત સમાચાર

ચીનના વનબેલ્ટ વન રોડના પ્રોજેકટમાંથી પનામા હટી જશેઃ રિન્યૂ નહીં કરે કરાર

ટ્રમ્પની ધમકી પછી પીછેહઠ

નવી દિલ્હી તા. ૩: પનામા નહેરને લઈને ટ્રમ્પના દબાણની વચ્ચે પનામાના રાષ્ટ્ર પ્રમુખ જોર સાઉલ મુલિનોએ કહૃાું કે, અમારો દેશ ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના બેલ્ડ એન્ડ રોડ (બીઆરઆઈ)ને રિન્યૂ નહીં કરે. પનામા ૨૦૧૭માં ચીનની આ યોજનાથી જોડાયેલું હતું. પરંતુ, હવે પનામાના રાષ્ટ્ર, પ્રમુખની આ જાહેરાત બાદ સ્પષ્ટ છે કે, પનામા જલ્દી ચીનની આ યોજનાથી બહાર નીકળવા જઈ રહૃાું છે.

રાષ્ટ્ર પ્રમુખ મુલિનોએ કહૃાું કે, હવે પનામા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સહિત નવા રોકાણ પર અમેરિકાની સાથે મળીને કામ કરશે. અમારી સરકાર પનામા પોર્ટ્સ કંપનીનું ઑડિટ કરશે. આ કંપની પનામા નહેરના બે બંદરોને ઓપરેટ કરનારી ચીનની કંપની સાથે જોડાયેલી છે. અમે પહેલાં ઑડિટ પૂર્ણ થવાની રાહ જોવી પડશે.

આ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પનામાના રાષ્ટ્ર પ્રમુખ મુલિનોને કહૃાું હતું કે, પનામા પર ચીનના કબ્જાના કારણે અમેરિકાએ પોતાના અધિકારોની સુરક્ષા કરવી પડશે. મને નથી લાગતું કે, અમેરિકાને પનામા પર ફરી કબ્જો કરવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરવો પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh