Advertisement
Author: નોબત સમાચાર

વાર્ષિક રૂપિયા બાર લાખ સુધીના આવકને કરમુક્તિ આવકારદાયકઃ સીએ અમર ઓઝા

કેન્દ્રીય અંદાજપત્રનો પ્રતિભાવ

જામનગરના ચાર્ડર્ડ એકાઉન્ટન્ટ અમર જી. ઓઝાએ કેન્દ્રીય અંદાજપત્રમાં નોકરીયાત વર્ગને આવકવેરામાં રૂ. ૧૨.૭૫ લાખના આવક સુધી સંપૂર્ણ કરમુકિત આપવાની દરખાસ્તને આવકારદાયક ગણાવી છે.

વ્યકિતગત કરદાતાને ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્ષ ચુકવણી કરવાની રહેશે નહિ. (નોકરિયાત વર્ગ માટે ૧૨.૭૫ લાખની આવક સુધી કોઈ ટેક્ષ ચુકવણી કરવાની રહેશે નહિ) નોકરિયાત વર્ગ માટે આ એક આવકારદાયક બજેટ છે. જુના કર માળખામાં કોઈ ફેરફાર કરેલ નથી.

ટી.ડી.એસ.ની મર્યાદામાં પણ વધારો કરેલ છે, જેમાં વ્યાજની આવકમાં ૪૦,૦૦૦ મર્યાદા વધારીને ૫૦,૦૦૦ કરેલ છે, જે સિનિયર સિટીઝન માટે ૫૦,૦૦૦ની વાર્ષિક મર્યાદા વધારીને ૧,૦૦,૦૦૦ કરેલ છે. તેમજ ભાડાની વાર્ષિક મર્યાદા ૨,૪૦,૦૦૦ થી વધારીને ૬,૦૦,૦૦૦ કરેલ છે.

વેપારી વર્ગને વેચાણ ૫૨ ૧% લેખે ટેક્ષ કાપવાની જવાબદારી હતી તે પણ તા. ૧-૪-૨૦૨૫થી નાબુદ કરવા માટે સૂચવેલ છે, જે વેપારી માટે ફાયદાકારક સાબિત થશે.

એમએસએમઈમાં ક્રેડીટ ગેરંટી કવરમાં ૫ કરોડ સુધીની મળતી લોનની મર્યાદા વધારીને ૧૦ કરોડ કરવામાં આવી છે, જે નિકાસકાર માટે ટર્મ લોન માટે ૨૦ કરોડ કરેલ છે તેમજ સ્ટાર્ટ-અપ માટે પણ ૧૦ કરોડથી વધારીને ૨૦ કરોડ કરેલ છે.

જે કરદાતા આવકનું જુના વર્ષના રિટર્નના ભર્યા હોઈ અથવા આવક લેવામાં ભૂલ થઈ હોઈ તો એના માટે જુના રિટર્ન ના ભરવા અથવા ભુલ સુધારા કરવા માટે બે વર્ષની સમય મર્યાદા હતી જે વધારીને ૪ વર્ષ કરવામાં આવેલ છે. ચેરીટેબલ ટ્રસ્ટ માટે રજીસ્ટ્રેશન દર ૫ વર્ષે કરવાનું થતું હતું જે ૧૦ વર્ષ કરવામાં આવેલ છે, જે નાના ટ્રસ્ટ માટે ખૂબ આવકારદાયક છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ૩ લાખ હતી જે વધારીને ૫ લાખ કરવામાં આવેલ છે, જે ખેડૂતો માટે લાભદાયક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh