Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંગમઘાટ તરફ જતા માર્ગો ભરચકકઃ ૨૦ દેશોના શ્રદ્ધાળુ પહોંચ્યા
પ્રયાગરાજ તા. ૩: આજે મહાકુંભમાં અમૃતસ્નાન પછી સાધુ-સંતો વિદાય લઈ રહ્યા છે. આજે લાખો શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી હતી. સરકાર દ્વારા સમગ્ર વ્યવસ્થાઓનું સતત મોનીટરીંગ થઈ રહ્યું છે.
પ્રયાગરાજ મહાકુંભનું ચોથું અને અખાડા માટે ત્રીજું સ્નાન રવિવારે ૨ ફેબ્રુઆરીથી શરૂ થઈ સોમવારે ૩ ફેબ્રુઆરીએ પૂર્ણ થયું છે. હિન્દુ પંચાગ અનુસાર, વસંત પંચમીનો પર્વ બે દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં શ્રદ્ધાળુઓએ બે દિવસ સંગમમાં સ્નાન કર્યું હતું. આ ત્રીજા શાહી સ્નાન સાથે અખાડાના સાધુ-સંતો મહાકુંભમાંથી પ્રયાણ કરી રહૃાા છે. હવે તેઓ છ વર્ષ બાદ (૨૦૩૧માં) પ્રયાગરાજમાં કુંભ મેળામાં આવશે.
જો કે, શ્રદ્ધાળુઓ માટે આગામી પાંચમું અમૃત સ્નાન ૧૨ ફેબ્રુઆરીએ મહા માસની પૂનમના દિવસે યોજાશે. ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પર્વે છેલ્લાં છઠ્ઠા અમૃત સ્નાન સાથે મહાકુંભ પૂર્ણ થશે. આજે સંગમઘાટ તરફ જતા તમામ માર્ગો ભરચકક છે.
વિવિધ અખાડાના સાધુ-સંતોએ સોમવારે વહેલી પરોઢે શાહી સ્નાન કર્યું હતું. તેઓ રથ, હાથી-ઊંટ અને ઘોડા ગાડીમાં સવાર થઈ સંગમ તટ પહોંચ્યા હતા. સ્નાન બાદ સાધુ-સંતોએ પોતાની શિબિરોમાં પૂજા-અર્ચના કરી પ્રયાગરાજ મહાકુંભમાંથી પ્રસ્થાન કરવાની તૈયારીઓ શરૂ કરી હતી.
વસંત પંચમીના અવસરે મહાકુંભનું ત્રીજું અમૃતસ્નાન ચાલુ છે ત્યારે હાથમાં તલવાર-ગદા, ઢોલ અને શંખ, શરીર પર ભસ્મ. આંખો પર કાળા ચશ્મા. ઘોડા અને રથની સવારી, ઋષિ-મુનિઓ હર હર મહાદેવના નારા લગાવતા સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે.
સૌપ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમ પહોંચ્યા. ત્યાં અમૃત સ્નાન કર્યું. ત્યારબાદ સૌથી મોટા જુના અખાડા સાથે કિન્નર અખાડાએ અમૃત સ્નાન કર્યું. હવે આવાહન અખાડા સંગમમાં પહોંચી ગયા છે. ૧૩ અખાડાએ એક પછી એક સ્નાન કર્યું.
લાખો ભકતો સાધુઓના આશીર્વાદ લેવા સંગમ પર પહોંચ્યા છે. ઘણા ભકતો નાગા સાધુઓના પગની રજ કપાળ પર લગાવી રહ્યા છે. અમૃતસ્નાન જોવા માટે દરેક લોકો આતુર છે. ૨૦ થી વધુ દેશોના લોકો પણ સંગમ પહોંચ્યા છે.
મહાકુંભમાં વસંત પંચમીના પર્વે ૬૨ લાખથી વધુ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું. અત્યારસુધી મહાકુંભમાં ૩૫ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. જેમાં આઠ કરોડ શ્રદ્ધાળુઓએ મૌની અમાસના દિવસે સ્નાન કર્યું હતું. જ્યારે ૩.૫ કરોડ શ્રદ્ધાળુઓએ મકર સંક્રાતિના પર્વ પર અમૃત સ્નાન કર્યું હતું.
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, વસંત પંચમીના પર્વ પર આ અંતિમ શાહી સ્નાન હતું. હવે અમે વારાણસી તરફ પ્રયાણ કરીશું. હું શ્રદ્ધાળુઓને આગ્રહ કરુ છુ કે, તેઓ સંગમ ઘાટ પર ખોટી ભીડ ન કરે. આ અમારા અંતિમ શાહી સ્નાનમાં લગભગ પાંચથી છ હજાર નાગા સાધુઓ સંગમ તટ પહોંચ્યા હતા. શાહી સ્નાન દરમિયાન અખાડામાં પોતાના દેવતાઓની મૂર્તિઓ અને પ્રતિક ચિન્હ લઈ સંગમ પહોંચ્યા હતા. જૂના અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિએ જણાવ્યું હતું કે, આજના વિશેષ પવિત્ર પર્વ નિમિત્તે અમે સવારે ૪.૩૦ વાગ્યે સંગમ પહોંચ્યા હતા. માં સરસ્વતીના દિવસ વસંત પંચમીનું આધ્યાત્મિક મહત્ત્વ છે.
વસંત પંચમીના દિવસે અમૃત સ્નાન કર્યા બાદ અખાડાના સાધુ-સંતો પરત ફરી રહૃાા છે. વિવિધ અખાડાના મહામંડલેશ્વર, સંત, અને નાના સંન્યાસી પ્રયાગરાજથી રવાના થઈ રહૃાા છે. જો કે, મેળામાં શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ રહેશે. મહાકુંભ ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના અંતિમ સ્નાન સાથે પૂર્ણ થશે.
ત્રીજા અમૃત સ્નાન દરમિયાન સર્જાયેલી નાસભાગની દુર્ઘટના બાદ પ્રશાસન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ખડેપગ ઉભુ છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં વિવિધ વયજૂથના લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અસુવિધા ન સર્જાય. ઉલ્લેખનીય છે, વસંતપંચમી બે ફેબ્રુઆરીના રોજ સવારે ૯.૧૪ વાગ્યે શરૂ થઈ હતી. જે ૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૬.૫૨ વાગ્યે પૂર્ણ થઈ હતી. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની વિશેષ પૂજા-આરાધના થાય છે. મહા માસની સુદ પાંચમના દિવસે દેવી સરસ્વતીનું પ્રાગ્ટય થયુ હતું. જેથી તેને વિદ્યા અને જ્ઞાનના પર્વ તરીકે ઉજવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial