Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંગત અદાવત અથવા જમીનના મામલે હુમલો થયાનું પ્રાથમિક તારણઃ બંને જામનગર ખસેડાયાઃ
ખંભાળિયા તા.૩ : ભાણવડ શહેરમાં પટેલ સમાજ પાસે વસવાટ કરતા મ્હેર જ્ઞાતિના પિતા-પુત્ર પર ગઈરાત્રે ઘરમાં ઘૂસી એક ટોળાએ તિક્ષણ હથિયારો વડે હીચકારો હુમલો કર્યાે હતો. ઘવાયેલા બંને વ્યક્તિને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. આ હુમલા પાછળ અંગત અદાવત અથવા જમીનનો મામલો હોવાનું પ્રાથમીક તારણ મળવા પામ્યું છે. પોલીસે ગુન્હો નોંધવાની અને આરોપીઓને પકડી પાડવાની તજવીજ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં પટેલસમાજ પાસે રહેતા અનિલ રામભાઈ ઓડેદરા (ઉ.વ.૩૦) તથા તેમના પિતા રામભાઈ વેજાભાઈ ઓડેદરા (ઉ.વ.પપ) ગઈકાલે રાત્રે તેમના ઘરે હતા ત્યારે પાંચેક શખ્સ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળાએ પિતા-પુત્ર પર ભારે દેકારા વચ્ચે હુમલો કરી હથિયારોના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. હુમલાના કારણે પિતા-પુત્ર ગંભીર ઈજા પામ્યા હતા તે પછી આ ટોળુ સ્થળ પરથી પલાયન થઈ ગયું હતું. ગોકીરા વચ્ચે ત્યાં વસવાટ કરતા અન્ય લોકો દોડી આવ્યા હતા. કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બંને દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ માં સારવાર માટે સ્થાનિક દવાખાને ખસેડવામાં આવ્યા પછી મોડીરાત્રે વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બનાવથી જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને વાકેફ કરાતા તેઓની સૂચનાથી ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દોડી આવ્યા છે. તેઓના માર્ગદર્શન હેઠળ ભાણવડના પીએસઆઈ કે.કે. મારૂ તથા સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ પિતા-પુત્ર પર અંગત અદાવત કે જમીન પ્રકરણના મામલે હિચકારો હુમલો થયો છે. પોલીસે તેની ફરિયાદ નોંધવા સહિતની પ્રક્રિયાઓ અને નાસી છૂટેલા ટોળાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial