Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભગવાનશ્રી જગન્નાથજીનો ત્રણ દિવસીય વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

તા. ૮ ફેબ્રુઆરીથી વિવિધ કાર્યક્રમોનું આયોજનઃ

જામનગર તા. ૩: જગન્નાથ કલ્ચર એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથજીનો ત્રિદિવસીય વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. ૮-૨ થી તા. ૧૦-૨ સુધી ન્યૂ જગન્નાથ મંદિર, સિદ્ધનાથ સોસાયટી, ગલી-૨, અંધાશ્રમ સામે, વિશાલ હોટલની પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૮-૨ના સવારે ૯:૨૨ વાગ્યે અખંડ દિપ પ્રજવલન, યાગનાચાર્ય બરન, ૯:૩૦ વાગ્યે જગન્નાથબાસા, અંકુર રોપણ, સવારે ૧૦:૩૦ થી ૧૨:૨૦ (કળશ) યાત્રા, ગંગા પૂજન, ઘાટ નિમાજન, બપોરે ૧૨:૪૦ વાગ્યે સૂર્યધીર્યા દાન, શાલા પૂજન, બૈશનોબાગની સ્થાપન, બપોરે ૩:૩૦ વાગ્યે મૂલમંત્રા યજ્ઞ, સાંજે ૅ૬ વાગ્યે શ્રી જગન્નાથ ચતુર્થમૂર્તિ જન્મ ઉત્સવ, તા. ૯-૨ના સવારે ૧૦ વાગ્યે શ્રી ગુરૂ પૂજન, રવિનારાયણ પૂજન, ગૌમાતા પૂજન, સવારે ૧ વાગ્યે સર્વ મંડલાદી પૂજન, ૧૨ વાગ્યે સોડસ ઉપચાર પૂજા, બપોરે ૧ વાગ્યે અરૂણસ્થંભ પ્રતિષ્ઠા પૂજા, બપોરે ૩ વાગ્યે શ્રી ચતુર્થમૂર્તિ, ૧૦૮ નામયજ્ઞ, સાંજે ૬ વાગ્યે શિવ પ્રદોષ પૂજા, તા. ૧૦-૨ના સવારે ૧૦ વાગ્યે આદિત્ય પૂજન, પ્રસ્વ દેવતા પૂજન, સવારે ૧૧:૩૦ રોજોપ્ચાર પૂજા, બપોરે ૨:૩૦ વાગ્યે શ્રીમદ્દ ભાગવત ગીતાજ્ઞાન, સાંજે ૫:૩૦ વાગ્યે હરિહર મિલન, શિવબેધા પરિક્રમા, સાંજે ૬ વાગ્યે સર્વ દેવતા હવન, ૯:૩૦ વાગ્યે શ્રી જગન્નાથ કથામૃત, ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો. ૯૪૦૮૯ ૬૮૬૮૬, અથવા મો. ૯૮૭૯૫ ૮૧૩૪૩નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh