Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય પત્રો- ઉમેદવારો- પ્રચારકો-કાર્યકરો માટે આચાર સંહિતાઃ વિવિધ પ્રકારના પ્રતિબંધોઃ
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને કેટલાક પ્રતિબંધાત્મક આદેશો તથા ઉમેદવારો-રાજકીય પક્ષો માટે આચાર સંહિતા સહિતના પ્રક્રિયાત્મક આદેશો સાથેના જાહેરનામાઓ પ્રસિદ્ધ થયા છે.
સલાયા નગરપાલિકા, દ્વારકાનગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩- જુવાનપુરની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬-૦૨-૨૦૨૫ના થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૧-૦૧-૨૦૨૫ના કરવામાં આવેલ છે.
આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. આ ચૂંટણી દરમ્યાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળયાય રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કોઇ વિક્ષેપો ઉભા ન થાય તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે અને જાહેર સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવવા માટે રાજય ચૂંટણી આયોગદ્રારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩થી મળેલ સતાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકા, દ્વારકાનગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાના સમગ્ર વિસ્તાર તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩- જુવાનપુરના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
સુરૂચિનો ભંગ-વિદ્રોહ થાય તેવા કૃત્યો પર પ્રતિબંધ
જેમાં છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સબંધિત મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અથવા તેમના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા તેના પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સ્થળોને લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી આયોગ દ્રારા બહાર પાડવામાં આવેલ સૂચના મુજબ ચૂંટણી અનુસંધાને મતદાર વિભાગમાં કોઇપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યક્તિ/સંસ્થાને ચૂંટણી હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઇપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને અને શ્રદ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્યવસ્થા થવાની તથા જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થા ઉપર વિપરીત અસર પડવાની શકયતા રહે છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩થી મળેલ સતાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકા, દ્વારકાનગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાના સમગ્ર વિસ્તાર તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩- જુવાનપુરના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ચૂંટણી હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઇપણ માન્ય શૈક્ષણિક સંસ્થા હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉપરોકત હુકમનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઇપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનઅધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહીં. સ્થાનિક સતામંડળના જે કોઇ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
વાહનોની પૂર્વ મંજૂરી
સલાયા નગરપાલિકા, દ્વારકાનગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩- જુવાનપુરની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬-૦૨-૨૦૨૫ના રોજ થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી યોજવા અંગની જાહેરાત તા.૨૧-૦૧-૨૦૨૫ના કરવામાં આવેલ છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. જેથી ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી સબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર ઝુંબશ શરૂ કરવામાં આવશે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઇ વ્યકિત, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તથા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી તેમજ તેની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઉપર પણ થાય, જેના કારણે સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવાનો અવકાશ રહેવા સંભવ હોય ઉમેદવારોના એકબીજા જૂથો વચ્ચે મનદુઃખ થાય અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના રહે તેમજ સુલેહશાંતી ભંગ થવા સંભવ હોય ચૂંટણી સરળ સંચાલનના હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા નગરપાલિકા, દ્વારકાનગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા અને કલ્યાણપુરતાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩- જુવાનપુરના વિસ્તારમાંકોઇપણ રાજકીય પક્ષ, વ્યકિત, સંસ્થા,ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇપણ વ્યકિત દ્વારા કોઇપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત મતદાર વિભાગના સબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. અને રજિસ્ટર્ડ કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.
સબંધિત ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજિસ્ટર કરાવ્યા સિવાય કોઇપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય કોઇપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, ટેકસી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, સ્કુટર વિગેરેનો સમાવેશ થાય છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતીય શિક્ષાને પાત્ર થશે.
પરવાના હથિયાર સાથે ફરવું નહીં
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રુએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકા અને દ્વારકા નગરપાલિકા અને ભાણવડ નગરપાલિકાના સમગ્ર વિસ્તાર તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતની મતદાર મંડળ ૧૩-જુવાનપુરમાં સમાવિષ્ટ થતા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ આત્મરક્ષણના/પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાથે કોઇ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
૧૦ કરતા વધુવાહન પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડી ઉમેદવારીપત્રો ભરવા માટેની અલગ સૂચનાઓ સિવાય ચૂંટણી સબંધી કોઇ સરઘસ કે રેલી કે કાફલા કે સમુહમાં કોઇ કાર્યક્રમમાં દસ કરતા વધુ વાહનો (ઉમેદવાર કે રાજકીય પક્ષોને સુરક્ષા માટે ફાળવેલ સિવાયના વાહનો) રાખવા હંકારવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તમામ પ્રકારના સરકારી/અર્ધસરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ. આ આદેશો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાઓના વિસ્તાર તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા તથા કલ્યાણપુર તા.પં.ની મતદાર મંડળ ૧૩-જુવાનપુરના વિસ્તારમાં લાગુ પડશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
સભા-સરઘસ બંધી
ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સુધી આ મુજબના અધિકારીઓને આપવામાં આવેલ છે.
ભાણવડ નગરપાલિકા વિસ્તાર માટે ભાણવડ મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, સલાયા ન.પા. તેમજ ૪-ભરાણા-ખંભાળીયા તાલુકા પંચાયત મતદાર મંડળ વિસ્તાર માટે ખંભાળિયા મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, ૧૩-જુવાનપુર-કલ્યાણપુર તા.પં. મતદાર મંડળ વિસ્તાર માટે કલ્યાણપુર મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ તથા દ્વારકા ન.પા. વિસ્તાર માટે દ્વારકા મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની રહેશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં જણાવ્યું છે.
લાઉડ સ્પીકરની મંજૂરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત ઉમેદવારોને લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં લાઉડ સ્પીકર વગાડવાની આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સુધી આ મુજબના અધિકારીઓને આપવામાં આવેલ છે.
ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી ભાણવડ નગરપાલિકા વિસ્તાર માટે ભાણવડ મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, સલાયા ન.પા. તેમજ ૪-ભરાણા-ખંભાળીયા તાલુકા પંચાયત મતદાર મંડળ વિસ્તાર માટે ખંભાળિયા મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, ૧૩-જુવાનપુર-કલ્યાણપુર તા.પં. મતદાર મંડળ વિસ્તાર માટે કલ્યાણપુર મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ તથા દ્વારકા ન.પા. વિસ્તાર માટે દ્વારકા મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ પાસેથી લેવાની રહેશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં જણાવ્યું છે.
મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં કોઈપણ બુથ ઊભું કરી શકાશે નહીં
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ-૨૦૨૫ને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બુથોને લગત કેટલીક બાબતમાં વિવિધ નિયંત્રણો માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર મતદાન દિવસ તા.૧૬/૦૨/૨૦૨૫ના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાનાં વિસ્તારમાં ચૂંટણીપ્રચાર વગેરે સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ર૦૦ મી.ની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકશે અને આવા મંડપને આડાશ લગાવી શકાશે નહી. આ દિવસે મતદાન મથકની ૧૦૦ મી.ના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણી સબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહી. મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુધ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહી, દોરવી શકાશે નહી કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી. મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ અધિકારી / કર્મચારીઓને તથા પોલીસ/ એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલેટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો સિવાય કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મી.ના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ ઉપકરણો સાથે મતદાનના સમગ્ર સમય દરમ્યાન પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહી.
આ આદેશો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાઓના વિસ્તાર તથા ખંભાળીયા તાલુકા પંચાયતની મતદાર મંડળ ૪-ભરાણા તથા કલ્યાણપુર તા. પં.ની મતદાર મંડળ ૧૩-જુવાનપુરના વિસ્તારમાં લાગુ પડશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial