Advertisement
Author: નોબત સમાચાર

ધુનધોરાજીની સીમમાંથી માતા-પુત્રીના અપહરણના કેસમાં ચારના જામીન ગ્રાહ્ય

એક યુવતીના અપહરણનો હતો મામલોઃ

જામનગર તા.૩ : કાલાવડના ધુનધોરાજી ગામની સીમમાંથી ગયા મહિને એક યુવતીના અપહરણના મામલે ઉશ્કેરાયેલા ચાર શખ્સે માતા, પુત્રીના અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. ઝડપાયેલા અને જેલહવાલે થયેલા આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.

કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામની સીમમાં એક ખેતરમાં મજૂરીકામ કરતા વિક્રમ સમસિંગ, ગનુ માવી, શમશેર પારેમસિંગ માવી અને ગુડ્ડુ માવી નામના ચાર શખ્સે ગઈ તા.પના દિને ધુનધોરાજીની સીમમાં આવેલા એક ખેતરમાં ઘૂસી ઉષાબેન, તેની પુત્રીનું મોટરમાં અપહરણ કરી લીધુ હતું અને કૈલાસ તથા તેના પુત્ર ઉમેશને માર માર્યાે હતો.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા નાકાબંધી કરાઈ હતી. જેમાં વડોદરા પાસે આ શખ્સો ઝડપાયા હતા. પોલીસે બંને અપહૃુતોને છોડાવી ચારેય આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આ આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરી તેમાં જણાવ્યું હતું કે, આરોપીઓ એક યુવતીના કરાયેલા અપહરણના મામલામાં સમાધાન માટે જઈ રહ્યા હતા.

અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે. આરોપી તરફથી વકીલ ડો. વી.એચ. કનારા તથા તેમની ટીમના એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.ડી. વરૂ, વી.એસ. ખીમાણીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh