Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા ન.પા.ના કર્મચારીઓને અંતે બે મહિનાના ચડત પગારની થઈ ચૂકવણી

કરવેરા વસુલાત, ભંગાર વેચાણની આવક થતા

ખંભાળિયા તા. ૩: ખંભાળિયા ન.પા. દ્વારા કરવેરા વસુલાત, ગ્રાન્ટ તથા ભંગાર વેચાણની આવકના માધ્યમથી ન.પા.પ્રમુખ અને ચીફ ઓફિસરની સુચનાથી નગરપાલિકાના કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૨૪, એમ બે મહિનાના પગારની ચૂકવણી કરવામાં આવતા કર્મચારીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.  પાલિકા પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય તથા રાજય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા પાલિકા તંત્રને આગામી સમયમાં પાલિકાના શોપીંગ સેન્ટરની હરાજીના પોણા નવ કરોડની આવક થવાની છે ત્યારે પેન્શનરો, રોજમદાર તથા પાલિકા કર્મીઓના હિતને ધ્યાને લઈ અગાઉ જે સાડા સાત કરોડની એફ.ડી.બેંકોમાં હતી તે રીતે ફરીથી એફ.ડી. મુકીને પાલિકાના કર્મચારીઓના પગારની સ્થિતિ સુદૃઢ થાય તે માટે માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh