Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૫મી ફેબ્રુઆરી સુધી
જામનગર તા. ૩: જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો વેબસાઈટ રંંૅ://ખ્તટ્ઠેજીદૃટ્ઠ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ છે. જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૫ના તબક્કાની સહાય માટે ૧૫-૦૨-૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી લેવાની રહેશે. ઓનલાઇન અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં.ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે બિડાણમાં રાખવાના જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-૨૧માં નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની કચેરી,જામનગરને રજૂ કરવાના રહેશે. ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતમાં દિન-૨૧માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial