Advertisement
Author: નોબત સમાચાર

જામનગર કલેક્ટર તરીકે કેતન ઠક્કર મૂકાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તરીકે આર.એમ. તન્ના અને

જામનગર તા. ૩: રાજ્યના જુદા જુદા જિલ્લામાં ફરજ બજાવતા આઈ.એ.એસ. અધિકારીની બદલીના આદેશો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં હાલારના બન્ને જિલ્લાના કલેકટરોનો પણ સમાવેશ થાય છે.

ગત્ શનિવારે રાજ્ય સરકાર દ્વારા આઈ.એ.એસ. અધિકારીના સાગમટે બદલીના આદેશો થયા હતાં. તેમાં જામનગર જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાનો પણ સમાવેશ થયો છે. તેમના સ્થાને જામનગર જિલ્લા કલેક્ટર તરીકે કેતન ઠક્કરને મૂકવામાં આવ્યા છે જેઓ પોરબંદરમાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતાં. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની પણ શિક્ષણ વિભાગમાં એડી સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તરીકે સુરેન્દ્રનગરના ડીડીઓ આર.એમ. તન્નાને મૂકવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં કલેક્ટર તરીકે મૂકાયેલ કે.બી. ઠક્કર અગાઉ જામનગરમાં ડીએમસી, આર.ડી.એ. અને અધિક નિવાસી કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh