Advertisement
Author: નોબત સમાચાર

એનવીએસ-૦૨ ઉપગ્રહ નિર્ધારિત કરાયેલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત ન થયુઃ થ્રસ્ટર્સ નિષ્ફળ

ઈસરોના "નાવિક" મિશનને ઝટકો

નવી દિલ્હી તા. ૩: એનવીએસ-૦ર ઉપગ્રહ નિર્ધારિત કરેલી ભ્રમણકક્ષામાં સ્થાપિત નહીં થઈ શકતા ઈસરોના 'નાવિક' મીડિયાને ઝટકો લાગ્યો છે.

એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના ૧૦૦ મા રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. રરપ૦ કિલોગ્રામ વજન ધરાવતું આ સેટેલાઈટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટલેશનનો હિસ્સો હતોે એવું મનાય છે કે નાવિક સીરિજના સેટેલાઈટ ર૦૧૩ થી લઈને અત્યાર સુધી અપેક્ષા પ્રમાણે ખરા ઉતર્યા નથી.

એનવીએસ-૦ર ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાના ઈસરોના પ્રયાસોને ત્યારે ફટકો પડ્યો, જયારે અવકાશયાનમાં લાગેલા થ્રસ્ટર્સ કામ કરવામાં નિષ્ફળ ગયા. સ્પેસ એજન્સીએ આ ઘટનાની માહિતી આપી. ઈસરોએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું અવકાશયાન પર સ્થાપિત થ્રસ્ટર્સની નિષ્ફળતાને કારણે એનવીએસ-૦ર ઉપગ્રહને નક્કી ભ્રમણકક્ષામાં મૂકવાનો પ્રયાસ સફળ થયો ન હતો.

ભારતની પોતાની અવકાશ-આધારિત નેવિગેશન સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ મનાતા એનવીએસ-૦ર ઉપગ્રહને ર૯ જાન્યુઆરીએ જીએસએલવી-એમકે ર રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર ઈસરોએ એમ પણ કહ્યું કે, 'સેટેલાઈટ સિસ્ટમ હાલમાં યોગ્ય હાલતમાં છે અને સેટેલાઈટ હાલમાં એલિપ્ટિક ઓર્બિટમાં છે. એલિપ્ટિક ઓર્બિટમાં નેવિગેશન માટે સેટેલાઈટના ઉપયોગ માટે મિશનની વેકલ્પિક રણનીતિઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહેવાલ છે કે, ર૦૧૩ થી નાવિક શ્રેણીના કુલ ૧૧ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાંથી ૬ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નિષ્ફળ ગયા છે.'

૧૯૯૯ માં પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધ પછી ભારતે નાવિક વિક્સાવ્યું હતું. યુદ્ધ દરમિયાન ભારતને જીપીએસ ડેટા આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો અને તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ જીપીએએસનું પ્રાદેશિક સંસ્કરણ બનાવવાનું વચન આપ્યું હતું.

અમેરિકન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની તુલનામાં તેની ચોક્સાઈ કમાલની છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ર૦ મીટરના જીપીએસને બદલે પાંચ મીટર સુધી સચોટ સ્થિતિ આપે છે. જમીન, હવા અને પાણીમાં તેની સચોટ સ્થિતિ સંરક્ષણ ક્ષેત્ર, નાગરિકો અને કંપનીઓના કામને આસાન બનાવી દેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh