Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પે ટેરિફ વધારતા વિશ્વભરનું માર્કેટ દબાણ હેઠળ મુકાતા
મુંબઈ તા. ૩: ટ્રમ્પના ટેરિફ વોરથી સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો બોલ્યો છે, જયારે ડોલર સામે રૂપિયો તળિયે પહોંચ્યો છે. રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય પછી વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી, જ્યાં પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ ૭૩૧ પોઈન્ટ (૦.૫૭%) ઘટીને ૭૬,૭૭૪ પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ ૨૪૩ પોઈન્ટ (૦.૬૯%) ઘટીને ૨૩,૨૩૯ પર ટ્રેડ કરી રહૃાો હતો.
બજાર ખુલતાની સાથે જ વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ ૭૧૦.૭૦ પોઈન્ટ ઘટીને ૭૬,૭૯૫.૨૬ પર જ્યારે નિફ્ટી ૨૧૧.૭૫ પોઈન્ટ ઘટીને ૨૩,૨૭૦.૪૦ પર ટ્રેડ કરી રહૃાો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો. ઈન્ટ્રા-ડે વધઘટ સાથે છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે બપોરે એક વાગ્યાના સુમારે સેન્સેકસ ૨૬૦ પોઈન્ટએ નિફટીમાં ૧૨૨ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સંકેતોએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પણ પડી શકે છે. આ આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવી, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે.
બીજી બાજુ ડોલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લોની સપાટીએ પહોંચી ગયો હતો. પહેલીવાર રૂપિયો ૮૭ના લેવલને ક્રોસ કરી ગયો. શુક્રવારે રૂપિયાઓ ૮૬.૬૧ ના સ્તરે બંધ થયો હતો પણ આજે ૪૧ પૈસાના મોટા કડાકા સાથે તે ૮૭.૦૨ પર ઓપન થયો જે ફેબ્રુઆરી ૨૦૨૩ બાદ સૌથી મોટો કડાકો મનાઈ રહૃાો છે. જોકે આ કડાકો ત્યાં જ ન રોકાયો અને રૂપિયો ડોલર સામે ૫૫ પૈસા તૂટીને ૮૭.૧૭ના લેવલને ક્રોસ કરી ગયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વોરને કારણે ડોલર મજબૂત થઇ રહૃાો છે. ડોલર ઈન્ડેક્સ ૧.૪% ની મજબૂતી સાથે ૧૦૯.૮૪ પર પહોંચી ગયો છે.
બજારમાં કડાકાને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગત ટ્રેડિંગ સત્રના રૂ. ૪૨૪ લાખ કરોડથી ઘટીને રૂ. ૪૧૯ લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોને પાંચ મિનિટમાં લગભગ રૂ. ૫ લાખ કરોડનું નુકસાન થયું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial