Advertisement
Author: નોબત સમાચાર

ટિકિટના બાકી પૈસાના મામલે ટાઉન હોલ પાસે ઓફિસમાં બોલી બઘડાટી

જમીન ખાલી કરી નાખવાનું કહી મોટા થાવરિયામાં ધમકીઃ

જામનગર તા.૩ : જામનગરના ટાઉનહોલ પાસે આવેલી ટ્રાવેલ્સની એક ઓફિસે ગઈકાલે બપોરે ધસી આવેલા ત્રણ શખ્સે બે ભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે પણ ટિકિટના બાકી પૈસાની ઉઘરાણીના મામલે હુમલો થયાની વળતી ફરિયાદ કરી છે. મોટા થાવરીયામાં જમીન ધરાવતા સુરતના આસામીને ચાર શખ્સે જમીન ખાલી કરી નાખવા ધમકાવ્યાની પણ રાવ કરવામાં આવી છે.

જામનગરના સ્વામી નારાયણનગરમાં રહેતા અને ટાઉનહોલ નજીક પ્રયોસા ટ્રાવેલ્સ નામની પેઢી ચલાવતા ધવલ પ્રભુલાલ મકવાણા ગઈ કાલે બપોરે પોતાની ઓફિસે હતા ત્યારે ત્યાં ધસી આવેલા મિલન મારડીયા, જય તથા વિક્કી મારડીયા નામના ત્રણ શખ્સે બોલાચાલી કરી ઢીકાપાટુ વડે માર માર્યાે હતો.

અગાઉ મિલને અમદાવાદ, જામનગરની દસ ટિકિટ બુક કરાવી હતી. તે ટિકિટના પૈસા લેવાના બાકી હતા. તે રકમ માટે ધવલે ફોન કરતા મિલને તે રકમ મારા કાકાને આપી દીધી છે, તમને આપવાની નથી તેમ કહી ફોન કાપ્યા પછી જય તથા વિક્કી સાથે ધસી આવી ધવલ તથા તેના ભાઈને માર મારી ગાળો ભાંડી હતી.

આ ફરિયાદની સામે જનતા ફાટક નજીક પ્રણામી-૫માં લક્ષ્મી નામના મકાનમાં રહેતા મિલન કિશોરભાઈ મારડીયાએ ફરિયાદ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ અમદાવાદથી જામનગર માટે તેઓએ અગાઉ દસ ટિકિટ બુક કરાવી હતી તેના રૂ.૨૪૦૦ ધવલને આપવાના બાકી હતા તેની ઉઘરાણી માટે ગઈકાલે ધવલે ફોન કરતા તે રકમ જીતુભાઈ મારડીયાને આપી દીધી છે તેમ મિલને કહેતા ધવલે બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી મિલનને ઢીકા પાટુથી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં હાલમાં સુરતના યોગી ચોકમાં વસવાટ કરતા સુરેશ બાબુભાઈ સંઘાણી નામના આસામીની જમીન આવેલી છે. તે જમીન ખાલી કરી નાખવાનું કહી રામાભાઈ ડાયાભાઈ વસરા, જીતેશ ચનાભાઈ ચાવડા તથા બે અજાણ્યા શખ્સે ગઈકાલે સાંજે તે જમીનમાં પ્રવેશીને ધમકી આપતા સુરેશભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh