Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતપરના આસામી સામે પણ ચેક પરતની રાવઃ
જામનગર તા.૩ : જામનગરના એક આસામી સામે રૂ.૧ લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં સમાધાન પછી અપાયેલો ચેક પણ પરત ફરતા તેની સામે ફરિયાદ કરાઈ છે. જ્યારે રણજીતપર-ખીલોસ ગામના એક આસામી સામે પણ ચેક પરતની રાવ કરાઈ છે.
જામનગરના રામેશ્વરનગર માં રહેતા ઉમેદભાઈ હરજીવન વ્યાસે રૂ.૧ લાખ મિત્રતાના દાવે કનકસિંહ બી. જાડેજા પાસેથી હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા કનકસિંહે કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસમાં સમાધાન કરી રૂ.૩૦ હજાર રોકડા આપી લખાણ કર્યા પછી રૂ.૭૦ હજારનો ચેક ઉમેદભાઈએ આપ્યો હતો. તે ચેક પણ પરત ફરતા કનકસિંહે ફરિયાદ નોંધાવી છે. જામનગર તાલુકાના રણજીતપર-ખીલોસ ગામના ગોપાલ જયંતિલાલ ખાણધરે રૂ.૧ લાખ હરેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાડેજા પાસેથી ઉછીના મેળવી પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની હરેન્દ્રસિંહે જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી છે બંને ફરિયાદી તરફથી વકીલ ગિરીરાજસિંહ જાડેજા, વિશ્વ જીતસિંહ જાડેજા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial