Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી
નવી દિલ્હી તા. ૩: ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી બહાર પાડી છે, જેમાં ભારત ટોપટેનમાં નથી.
ફોર્બ્સે વર્ષ ર૦રપ ના માર્ચ વિશ્વના સૌથી શક્તિશાળી રેન્કીંગ બહાર પાડી છે, જેમાં ભારતને ટોપટેનમાં સ્થાન મળ્યું નથી.
આ નવી યાદીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ માપદંડો પણ ધ્યાને લેવાયા હતાં. સૌથી વધુ વસતિ, વિસ્તાર, સૌથી મોટી સેના અને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારતને ટોપટેનમાંથી બાકાત રખાતા પ્રશ્નો પણ ઊઠાવાઈ રહ્યા છે.
ફોર્બ્સના રેન્કીંગ મુજબ પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશનું નેતૃત્વ, આર્થિક પ્રભાવ, ઈન્ટરનેશનલ સંબંધો તથા દેશની મજબૂત સેના ઉપરાંત રાજકીય પ્રભાવને પણ ધ્યાને લેવામાં આવે છે.
જો કે આ તમામ પાંચ પરિમાણો (માપદંડો) માં અગ્રેસર જણાતા ભારતને ટોપટેનમાંથી બહાર રખાયું તેથી આશ્ચર્ય પણ સર્જાયું છે. ફોર્બ્સને ટાંકીને એવા અહેવાલો આવી રહ્યા છે કે આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને ઉક્ત પાંચ માપદંડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial