Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે ખૂબ જ મોટી રાહત આપનારૃં કેન્દ્રીય બજેટ

કેન્દ્રીય અંદાજપત્રના પ્રતિભાવ

જામનગર તા. ૩: જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ કેન્દ્રીય અંદાજપત્ર અંગે વ્યકત કરેલા પ્રતિભાવમાં જણાવ્યું છે કે, જામનગરના ખાસ ઉદ્યોગમાં કાચામાલ તરીકે વપરાતા કોપર, બ્રાસ, ઝીંક અને લેડ સ્ક્રેપ પરની ઈમ્પોર્ટ ડયુટી સંપૂર્ણપણે હટાવી લેવાથી જામનગરના બ્રાસ ઉદ્યોગને મોટી રાહત મળે છે. અને બ્રાસ ઉદ્યોગકારોની વરસો જુની માંગણીનો ઉકેલ આવ્યો છે. જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન તથા સંસદસભ્ય પૂનમબેન માડમની રજૂઆતો ફળીભૂત થઈ છે.

દેશના અર્થતંત્રમાં લઘુઉદ્યોગ જગતના મહત્વનો સ્વીકાર કરી બજેટમાં લઘુઉદ્યોગક્ષેત્રને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે અને જેમાં એમએસએમઈ સેકટરને ૧૦ કરોડ સુધીની, નાના ઉદ્યોગકારો માટે રૂ. ૫ કરોડ તથા નવા ઉદ્યોગકારોને રૂ. ૨ કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. જેનાથી દેશના લઘુઉદ્યોગ ક્ષેત્રને અને ખાસ કરીને જામનગરના બ્રાસ ઉદ્યોગને તેનો લાભ મળશે તેવી આશા છે.

દરેક સેકટરને આવરી લઈ અને ખાસ કરીને મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગીય લોકોના જીવનધોરણને સુધારવા ઈન્કમ ટેકસના સ્લેબની મર્યાદા વધારી ખૂબ જ મોટી રાહત આપી છે જેનો દેશના કરોડો કરદાતાઓને મળશે જે આવકાર્ય બાબત છે.

દેશના નવા ઉદ્યોગોને સ્થાપવા માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપ માટે લોન મર્યાદા વધારીને રૂ. ૨૦ કરોડ કરવાની જાહેરાત કરી છે. વ્યાપાર/ઉદ્યોગ પર કોઈ નવા પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા નહી નાખી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરાયો છે. દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે ઈ વાહન નિર્માણ પર પ્રોત્સાહન, અધ્યાત્મક પર્યટનને પ્રોત્સાહન, સૌર ઉર્જાને પ્રોત્સાહન મેડીકલ ટુરીઝમ માટે આસાન વિઝા, કે.વાય.સી. પ્રક્રીયા સરળ કરવાની, વિમા ક્ષેત્ર માટે ૧૦૦% એફડીઆઈને મંજૂરી આપવાની, ૩૬ જેટલી જીવન રક્ષક દવાઓ માટે ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે. તેમજ એકસ્પોર્ટ પ્રમોશન પર ભાર મુકવાની પણ વાત કરી છે જે આવકાર્ય છે.

દેશના લઘુઉદ્યોગક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તથા એક સપ્તાહ પછી નવું ઈન્કમ ટેકસ વિધેયક અમલમાં લાવવાની પણ ક્રાંતિકારી જાહેરાત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh