Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પેઢીએ લેણી રકમ વસૂલ મેળવવા કરેલો દાવો અદાલતે રાખ્યો મંજૂર

વ્યાજ પણ ચૂકવવા આદેશ કરાયોઃ

જામનગર તા.૩ : જામનગરના ચંગામાં કાર્યરત એક પેઢીએ હિમાચલની એક પેઢી પાસેથી લેણી નીકળતી રકમ રૂ.૧૨,૮૪,૪૬૩ વસૂલ મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે તે રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યાે છે.

જામનગરના ચંગા સ્થિત ખોડલ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝવાળા રોહિત મોહનભાઈ બુસાએ હિમાચલ પ્રદેશની રેનીટ પાવર પ્રા.લિ. નામની પેઢીને બ્રાસપાર્ટ તથા એલ્યુમિનિયમનો સામાન મોકલાવ્યો હતો. તે પેટે રૂ.૧૨,૮૪,૪૬૩ લેવાના બાકી હતા.

તે રકમ રેનીટ પાવરે ન ચૂકવતા જામનગરની અદાલત સમક્ષ દાવો કરવામાં આવ્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે ઉપરોક્ત રકમ દાવા દાખલની તારીખથી વાર્ષિક સાત ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા રેનીટ પાવરને હુકમ કર્યાે છે અને તમામ ખર્ચ પણ ચૂકવવા જણાવ્યું છે. નગરની પેઢી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એન. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા તથા પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh