Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કર્મ ગુજારવાના આક્ષેપનો સામનો કરતા સ્પે. એજ્યુકેટરનો થયો છૂટકારો

એક યુવતીએ નોંધાવી હતી ફરિયાદઃ

જામનગર તા.૩ : જામનગરના દરેડમાં શિક્ષણ તાલીમ ભવનમાં સ્પે. એજ્યુકેટર તરીકે ફરજ બજાવતા એક અધિકારી સામે એક યુવતીએ બળજબરીથી સંબંધ બાંધ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના શિક્ષણજગત માં ચકચાર જગાવનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ શિક્ષણ તાલીમ ભવનમાં સ્પે. એજ્યુકેટર તરીકે નિમણૂક પામેલા યોગેન્દ્ર લાખાભાઈ મકવાણા સામે એક યુવતીએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, યોગેન્દ્રના પત્ની રિસામણે ચાલ્યા ગયા પછી વર્ષ ૨૦૨૦માં યોગેન્દ્રએ તેણી સાથે સંબંધ બાંધ્યા હતા.

ઉપરોકત ગુન્હો પોલીસે આઈપીસી ૩૭૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ નોંધી ચાર્જશીટ કર્યું હતું. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે, ભોગ બનનારના પુરાવાના આધારે જ્યારે પુરાવો સંપૂર્ણ રીતે ભરોસા પાત્ર હોય ત્યારે સજા થઈ શકે, જરા સરખી પણ શંકાથી આરોપીને ગુન્હેગાર ઠેરવી ન શકાય. બનાવ પછી પણ તેણી વોટ્સએપથી આરોપી સાથે સંપર્કમાં રહેલી હોવાનું જણાઈ આવ્યું છે ત્યારે કોઈ સ્ત્રી તેણીની સાથે મરજી વિરૂદ્ધ સંબંધ બંધાયો હોય તો તે પુરૂષના સંપર્કમાં ન રહે.

અદાલતે ઉપરોક્ત દલીલ ગ્રાહ્ય રાખી આરોપી યોગેન્દ્ર મકવાણાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ડી. ગણાત્રા તથા પાર્થ કે. બગડા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh