Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારંભઃ
જામનગર તા. ૩: કેરાલાના ત્રિશુરમાં નેશનલ એથ્લેટીક ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે જતા હાલાર માસ્ટર ખેલકુદ મંડળ-જામનગરના ૧૨ ખેલાડીઓ માટે જેએમસી સ્પોર્ટસ સંકુલમાં શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.
૭૯ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ તમામ ખેલાડીઓને ટ્રેકસૂટ આપી શુભેચ્છા પાઠવી હતી. પ્રણામી ગ્લોબલ સ્કૂલના કેમ્પસ ડિરેકટરશ્રી તનેજાના સાથ-સહકારે ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર અને જેએમસી દંડક કેતનભાઈ નાખવાની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૨ ખેલાડીઓ આ ચેમ્પીયનશીપમાં જામનગરનું પ્રતિનિધિત્વ કરશે ખેલાડીઓમાં કે.સી. મહેતા (ટીમ મેનેજર), મહિપતસિંહ ઝાલા (સેક્રેટરી), દિપાલીબેન પંડયા (ઉપપ્રમુખ), હિતેશભાઈ શેઠીયા, મુકેશભાઈ ઢાકેચા, આશિષભાઈ વસાણી, હિનાબેન અગ્રાવત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વર્ષાબેન ત્રિવેદી, નિતિનભાઈ મહેતા, મોનાબેન પંચોલી, દર્શકભાઈ પંચોલીનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial