Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરેલીથી ઊઠેલી અસંતોષની આગ રાજ્યવ્યાપી બની?
જામનગર/અમદાવાદ તા. ૩: ભારતીય જનતા પક્ષમાં બધું બરાબર જણાતું નથી. અમેરલીથી ઊઠેલી આંતરિક અસંતોષની આગ હવે રાજ્યવ્યાપી બની ગઈ હોય, તેમ વિવિધ જિલ્લાઓમાં ભાજપના નેતાઓ પરસ્પર આખડી રહ્યા છે, અને આ તકરારો હવે જાહેરમાં તો આવી જ ગઈ છે, પરંતુ સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને મીડિયાવોર પણ ચાલી રહી હોય તેમ સણસણતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે.
બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાલારની ધ્રોળ, જામજોધપુર, સલાયા, દ્વારકા અને ભાણવડમાં નગરપાલિકાઓ માટે ફોર્મ ભરાયા પછી આજે ચકાસણી પછી માન્ય રહેલા ફોર્મનું ચિત્ર સ્પષ્ટ થશે, હજુ તો ફોર્મ ભરાયા, ત્યાં જ અસંતોષનો ઉકળતો ચરૂ કેટલાક સ્થળે ગરમાવો લાવવા લાગ્યો હતો. એવું કહેવાય છે કે, જામનગર જિલ્લાના એક કદાવર નેતા સામે તેના જ ભૂતકાળના સહયોગી રહી ચૂકેલા કોઈ સ્થાનિક નેતાએ શિસ્તભંગને લઈને આક્ષેપો કર્યા છે, અને તેથી જામનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.
બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં ભાજપના અસંતુષ્ટો કોંગ્રેસ અને 'આપ'માં જોડાયા હોવાના અહેવાલો પણ ચર્ચામાં છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પછી ઉમેદવારોની જાહેરાત થતા પહેલા જ કેટલાક ઉમેદવારોને બારોબાર ફોર્મ ભરી દેવાની અને મેન્ડેટ મળવાની અપેક્ષાએ ફોર્મ ભરવાની ફરિયાદો પછી કેટલાક વચેટિયા નેતાઓએ આ પ્રકારનો ખેલ પાડ્યો હોવાના અહેવાલો વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિનભાઈ પટેલે પણ કટાક્ષ કયો હોય તો તે ઘણો જ સૂચક છે.
ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ કેન્દ્રિય મંત્રી બન્યા પછી ગુજરાત ભાજપમાં વધી રહેલી સખળ-ડખળ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના જ નેતાઓ વચ્ચે એક બીજાની સામે આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, અને કોણ કેટલા પાણીમાં છે, તે માપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે રાજકીય પંડિતો એવો અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપની 'ઉચ્ચ' નેતાગીરી આ ટાંટિયાખેંચ સામે આંખ આડા કાન કરી રહી છે અને (ઈરાદાપૂર્વક) આ રાજકીય ખેંચતાણને ડામવાના સક્રિય પ્રયાસો (કેટલાક અપવાદ સિવાય) થઈ રહ્યા નથી, અને જ્યાં આ પ્રકારના પ્રયાસો થાય છે, ત્યાં માત્ર ડ્રામેબાજી કે ફોર્માલિટી જ થઈ રહી છે. આવું કરીને ભાજપની ટોચની નેતાગીરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગે છે. ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું હોવાના મંતવ્યો સાથેના કેટલાક રાજકીય પંડિતોના આ અભિપ્રાયો અને આશંકાઓ કેટલા સાચા પડે છે, તે જોવાનું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial