Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

ભાજપ-કોંગ્રેસ-આમઆદમી પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર

નવી દિલ્હી તા. ૩: દિલ્હી વિધાનસભા માટે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ૭૦ બેઠકો માટે પાંચમીએ મતદાનઃ ૬૯૯ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ-આપ-કોંગ્રેસ છેલ્લી ઘડીનો ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે.

દિલ્હી વિધાનસભા માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો અવાજ આજે સાંજે ૬ વાગ્યાથી બંધ થઈ જશે. દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકો માટે ત્રણ મુખ્ય પક્ષોના ઉમેદવારો સહિત કુલ ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહૃાા છે. પ્રચારના છેલ્લા દિવસે, ઉમેદવારો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે અને મોટા પાયે રેલીઓ અને રોડ શો જોવા મળશે.

દિલ્હીમાં ૫ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે અને ૮ ફેબ્રુઆરીએ મતગણતરી થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે, આજે સાંજથી મતદાનની સાંજ સુધી દારૂની દુકાનો બંધ રહેશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે ચૂંટણી પંચે યુપી અને હરિયાણાને દિલ્હીની સરહદી વિસ્તારોમાં દારૂની દુકાનો બંધ કરાવવાના નિર્દેશો પણ મોકલ્યા છે. આ પ્રતિબંધ ૫ ફેબ્રુઆરી સાંજે ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજ પછી ઝુંબેશ બંધ થઈ જશે. ત્રણેય મુખ્ય પક્ષો ચૂંટણી પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહૃાા છે. ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીના જંગપુરા, બિજવાસન અને દ્વારકામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. આ દરમિયાન, અરવિંદ કેજરીવાલ તેમનો ડોર ટુ ડોર પ્રચાર ચાલુ રાખશે. પ્રચારના છેલ્લા દિવસે, કોઈપણ પક્ષ કોઈ કસર છોડશે નહીં.

દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકોમાંથી, નવી દિલ્હીમાં ૨૩ અને જનકપુરીમાં ૧૬ ઉમેદવારો મેદાનમાં છે. આવી સ્થિતિમાં, મતદાનના દિવસે આ બંને બેઠકો પર બે બેલેટ યુનિટ હશે. બીજી તરફ, પોલીસ અને હોમગાર્ડના જવાનોએ રવિવારથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું શરૂ કરી દીધું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર રવિવારે સાંજે ૫ વાગ્યે સમાપ્ત થશે. આ વખતે દિલ્હીમાં ૬૯૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ૨૬૯૬ મતદાન મથકો પર ૧૩૭૬૬ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. મતદારો બૂથ પરિસરમાં સરળતાથી તેમના મતદાન મથક સુધી પહોંચી શકે તે માટે, તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ રંગ કોડ મુજબ કેન્દ્રો સ્થાપિત કરશે.

આજે દિલ્હી ચૂંટણીમાં એકલા ભાજપ ૨૨ રોડ શો કરશે છે. ગૃહમંત્રી અમિત શાહ આજે બે રેલીઓ કરશે. દરમિયાન, પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા બપોરે ૨ વાગ્યે બુરાડીમાં હશે. તે જ સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે બે રેલીઓ કરવાના છે - છતરપુરમાં બપોરે ૧૨.૩૦ વાગ્યે અને મોતી નગરમાં બપોરે ૨ વાગ્યે. બીજેપીના અન્ય નેતાઓની ફોજ દિલ્હીમાં કૂચ કરી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh