Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકાના મોટા કાલાવડમાં રૂ. ૨.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ

અદ્યતન કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા સહિતની સુવિધાઓ સાથે

ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના હસ્તે અંદાજિત રૂ.૨.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, મોટા કાલાવડ ગામે રૂ.૨.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણની બુનિયાદ મજબુત બને, બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે, તેવા ઉમદા આશયથી માળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનાવવા માટે અનેકવિધ પ્રયાસો સઘન બનાવવામાં આવ્યા છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં નાગરિકોના મનમાં ખાનગી શાળાઓમાં જ સારો અભ્યાસ થશે એવી ગ્રંથિ કેળવાઈ ગઈ હતી. પરંતુ શિક્ષણ  માટે અનેકવિધ યોજનાઓ, માળખાકીય સુવિધાઓ પરિણામે હાલના સમયમાં નાગરિકો પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા તરફ વળ્યા છે જે સરકારના શિક્ષણ પ્રત્યેના પ્રયત્નો થકી સાર્થક બન્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના શરૂ કરેલ શિક્ષણના સેવાયજ્ઞને હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ ધપાવી રહી છે. શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળકો સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી શકે તે માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે. માત્ર શિક્ષણ જ નહિ પરંતુ શિક્ષણ સાથે બાળકોનો શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહૃાું છે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, હાલના આધુનિક સમયમાં બાળકોના કૌશલ્ય વિકાસ માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ શાળાઓમાં હાથ ધરવામાં આવી રહૃાું છે. વિકસિત ભારત સંકલ્પને ચરિતાર્થ કરવા માટે શિક્ષણ ખૂબ જ આવશ્યક પરિબળ છે. શિક્ષણની સાથે પર્યાવરણની કાળજી રાખવી આવશ્યક છે. જેથી આપણે સૌ નાગરિકો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લઈએ તેમજ આપણી આવનારી પેઢીને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપીએ. ઉપરાંત મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા એક પેડ મૉં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડિંગમાં વિજ્ઞાન પ્રયોગશાળા, અદ્યતન કોમ્પ્યુટર લેબ તથા રમત ગમત મેદાનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે શાળાના આચાર્ય રવીનાબેન રાઠોડને ગ્રામજનો દ્વારા સન્માનિત કરેલ.

આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષવર્ધન જાડેજા, મામલતદાર  અશ્વિન ચાવડા, અગ્રણી  પાલાભાઈ કરમુર, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઇ કરમુર, રાજશીભાઈ કનારા અલ્પેશભાઈ પાથર, ચેતનભાઈ રાઠોડ, અજયભાઈ કારાવદરા તથા શાળાના સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh