Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત પાંત્રીસ વર્ષથી કુંભમેળામાં
ભાટિયા તા. ૩: પ્રયાગરાજમાં ધર્મ, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને એકતાના પ્રતિક સમાન મહાકુંભ મેળો યોજાયો છે.
જેમાં ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા સતત ૩પ વર્ષથી દરેક કુંભમેળામાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં એકસોથી વધુ સેવાભાવી કાર્યકરો ર૪ કલાક ખડેપગે સેવા આપી રહ્યાં છે. જેમાં વાહનો, કંદોઈ, હેલ્પર સહિતના લોકો કામ કરી રહ્યાં છે. ધારાસભ્ય પબુભા માણેકે નોબતના પ્રતિનિધિ નિલેશ કાનાણી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પિતાશ્રી વિરમભા આશાભા માણેકે વર્ષ-૧૯૯૦ થી દરેક મહાકુંભમાં ભંડારો કર્યો હતો. જેમાં ચા-પાણી-નાસ્તો, બે સમય ભોજન-પ્રસાદી સહિતની વ્યવસ્થા માણેક પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે સીલસીલો આજે પણ ચાલુ રાખ્યો છે.
આ વરસે વિરમ આશા રાજયોગ સાધના કેન્દ્ર જગન્નાથ દેવ સ્થાન સમિતિ સ્વર્ણતીર્થ વરવાળા-દ્વારકા દ્વારા અખાડો ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં તા. ર૬-ર-ર૦રપ સુધી ભંડારો ચાલુ રહેશે. માણેક પરિવારના ચાર સભ્યો નિયમિત રીતે સેવાયજ્ઞમાં સેવા આપે છે. આ ભંડારાનો લાભ દરરોજ હજ્જારો શ્રદ્ધાળુઓ - યાત્રિકો લઈ રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial