Advertisement
Author: નોબત સમાચાર

જીએસટીની એમનેસ્ટી સ્કીમ અંગે યોજાયો માર્ગદર્શક સેમિનાર

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા

જામનગર તા. ૩: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જીએસટીની એમનેસ્ટી સ્કીમ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.

ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સૌનુ સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે સંયુકત રાજય કર કમિશનર ધર્મજીત યાજ્ઞિકે સરકારની સ્કીમો અંગે જાણકારી આપી તેના અમલીકરણ માટે જાગૃત રહેવા અને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ સેમીનારમાં માર્ગદર્શક વકતા જીતેશભાઈ પુનવાણીએ પક્ષોના જવાબ આપ્યા હતા, આ સેમીનારમાં ચેમ્બર કારોબારી સમિતીના સભ્યો, વ્યાવસાયિક એસો.ના પ્રતિનિધિઓ, વેપારીઓ, ઉદ્યોગકારો તથા કરવેરા સલાહકારો ઉપસ્થિત રહ્યા હતાં.  સેમીનારનું સંચાલન મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા આભારદર્શન ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરીએ કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh