Advertisement
Author: નોબત સમાચાર

ધાડ પાડી લૂંટના કેસમાં જામનગરની સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓનો છૂટકારો

એલએડીસી દ્વારા આરોપીઓને કાનૂની સહાય હેઠળ વકીલ ફાળવાયા હતાં

જામનગર તા. ૩: જામનગરની સેસન્સ કોર્ટે એક મંદિરમાં ધાડ પાડી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો, તે પૈકી ત્રણ આરોપીઓ તરફથી લીગલ એઈડ હેઠળ એલ.એ.ડી.સી. દ્વારા ફાળવાયેલા વકીલ મનિષભાઈ સોમૈયાએ દલીલો કરી હતાી, અને સુનાવણીના અંતે શંકાનો લાભ આપીને તે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, વર્ષ ર૦૦૭ ની ૧૭ મી ડિસેમ્બરે કાલાવડ તાલુકાના ધાણીધર મંદિર, મુળીલા સીમમાં ધાડ પાડી રૂ. ૪૦ હજારની કિંમતના ચાંદીના બે મુગુટ તથા પિત્તળની રૂ. એક હજારની કિંમતની મૂર્તિ મળી રૂ. ૪૧ હજારની વસ્તુઓ સાથે ધર્માદાપેટીઓ પણ પથ્થરના છૂટા ઘા કરીને ઉઠાવી જવાનો આરોપ ૧૦ જેટલા આરોપીઓ પર લાગ્યો હતો, અને કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયા પછી ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ-જામનગરની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરાયું હતુ.

આ કેસ સેસન્સ કમિટ થયા પછી આ જુદા જુદા કેસોની સુનાવણી જામનગરની સેસન્સ કોર્ટમાં થઈ હતી. તે પછી વારંવાર સમન્સ અને વોરંટ કાઢ્યા પછી પણ આરોપીઓ મળી આવતા નહીં હોવાથી નિયમાનુસાર અદાલતે એલએડીસીના વકીલની નિમણૂક કરી હતી.

આ કેસની વિવિધ તબક્કે થયેલી સુનાવણીઓ દરમિયાન પંચ સાહેદો, પંચનામા, અન્ય સાહેદો, પંચનામા, મેડિકલ ઓફિસર, સાયન્ટિફિડ ઓફિસર, પોલીસ ઓફિસર વગેરેની જુબાનીઓ સહિતના ર૮ મૌખિક પુરાવા ઉપરાંત વિવિધ પંચનામા, તપાસણી અહેવાલ, સર્ટીફિકેટો સહિતના ૧૩ દસ્તાવેજી પુરાવા તપાસાયા હતાં, અને આરોપીઓએ ગુન્હો કર્યાનો ઈન્કાર કર્યો હતો.

આરોપીઓ પૈકી હિતેષભાઈ છનાભાઈ ભુરીયા, દિનેશભાઈ મદનભાઈ બારિયા તથા અરવિંદભાઈ ભયલાભાઈ એમ ત્રણ આરોપીઓ તરફથી નિયુક્ત કરાયેલા વકીલ મનિષભાઈ સોમૈયાએ ઉલટ તપાસ કરીને તથા તાર્કિક મુદ્દાઓ રજૂ કરીને ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો હોવાથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાની ધારદાર દલીલો રજૂ કરી હતી.

તે પછી સેસન્સ કેસ નં. ૩૯/ર૦૦૮ હેઠળના આ ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપીને એડિશનલ સેસન્સ જજ વી.પી. અગ્રવાલ સાહેબે છોડી મૂકવાનો તાજેતરમાં હુકમ કર્યો                   

આ કેસની વિશેષતા એ હતી કે આ આરોપીઓ માટે અદાલતના આદેશથી સરકારી ખર્ચે એલએડીસી નિયુક્ત કરાયેલા વિદ્વાન વકીલ મનિષ બી. સોમૈયાએ તર્કબદ્ધ દલીલો રજૂ કરીને આરોપીઓને નિર્દોષ છોડાવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh