Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નગરપાલિકામાં ભાજપને આઠ બેઠકો બિનહરિફ મળી

કોંગ્રેસના ૧ર અને 'આપ'ના ૧૧ ઉમેદવારો

દ્વારકા તા. ૩: દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ ર૮ બેઠકો માટે ૮૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં છેલ્લી પરિસ્થિતિ મુજબ ભાજપના આઠ ઉમેદવારો સામે કોઈ ફોર્મ રજૂ  થયા નથી, જેથી ભાજપના આઠેય ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થશે જેમાં ગોપાલભાઈ કણઝારિયા, ભાવેશભાઈ સોનગરા, કમુબેન નાંગેશ, નાથીબેન કણઝારિયા, અવની રાયમંગિયા, જ્યોત્સનાબેન કણઝારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવશે.

આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ હોય, સ્થિતિ સ્પષ્ટ થશે જેમાં ભાજપના વધુ ઉમેદવારો બિનહરિફ થવાની શક્યતા છે. દ્વારકા ન.પા.ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ૧૧ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે, જ્યારે કોંગ્રેસના બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh