Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ દિવસમાં ૪.પ ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ૩: જામનગરમાં એક જ દિવસમાં ૪.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાનનો પારો ૧પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે ઠંડીમાં પણ ઘટાડો થયો હતો.
જામનગરમાં ગત્ રવિવારે ૩.૩ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૦.પ ડીગ્રીએ પહોંચી જતા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તાપમાનમાં ચાલી રહેલા વધારા-ઘટાડાના દોર વચ્ચે નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી અને ર.ર ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ર૭.ર ડીગ્રી નોંધાયું હતુંં તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ પણ મંદ રહેતા ઠંડીનું જોર ઘટી જતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮ ટકા ઘટીને ૬૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial