Advertisement
Author: નોબત સમાચાર

ભાજપના જ કાર્યકરે કૃષિમંત્રી સાથે કરેલા આક્ષેપોના પત્રનો વિડીયો વાયરલ

ધ્રોલ નગર પાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા નારાજ

જામનગર તા. ૩: નગરપાલિકાની ચૂંટણીઓની ધમધોકાર તૈયારીઓ ચાલી રહી છે. અને ખાસ કરીને રાજકિય પક્ષો સત્તા માટે સાંગઠા ગોઠવી રહ્યા છે. તેવામાં અનેક શહેરોમાં રાજકિય સખળડખળ જોવા મળી રહી છે. ત્યારે જામનગરમાં પણ પત્રકાંડે ચર્ચા જગાવી છે. જામનગર (ગ્રામ્ય) વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને રાજયના કેબીનેટ કક્ષાના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સામે અમુક આક્ષેપ કરીને તેમના જ ટેકેદારે સણસણતા સવાલો ઉઠાવતો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભાજપમાં ચર્ચા જાગી છે.

રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના એક સમયના અંગત ટેકેદાર મનાતા ભીમજીભાઈ મકવાણાએ સોશ્યલ મીડિયામાં સણસણતો પત્ર વાયરલ કર્યો છે.

તેમાં લખાયું છે કે, હાલ ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ માણી રહ્યા છે. ત્યારે શિસ્ત અને સમર્પણના વાતો કૃષિમંત્રી કાર્યકર્તાઓને સમજાવી રહ્યા છે. ત્યારે હું તેમને પૂછવા માંગુ છુ કે, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે તમોએ રાતોરાત બસપાનું મેન્ડેટ મેળવીને મોટા વાગુદડની બેઠક માટે ઉમેદવાર ઉભો કર્યો હતો. જે ભાજપ સામે બસપાના ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા હતાં. સ્થાનિક ઉમેદવાર નહીં મળતા હાડાટોડાથી ઉમેદવાર આખાત કર્યા હતાં. એ પછી તેમને એટલા દૂર મોકલી દેવાયા હતાં કે, ફોર્મ પાછું ખેચવું હોય તો પણ તેઓ સમયસર પહોંચી શકે નહીં આ માટે ૨ થી ૩ લાખનો ખર્ચ પણ કરાયો હતો. આમ  તમે તમારો ઈગો સંતોષવા માટે પક્ષની શિસ્તનાં લીરા ઉડાવ્યા હતાં. સામે ભાજપના જ ઉમેદવાર હતાં એ સમયે તમારી પક્ષ પ્રત્યેની વફાદારી કયાં હતી ?

આ અંગે કૃષિમંત્રીએ પોતાના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે, આ બધી ટિકિટ માટેની ભીમજીભાઈએ પોતાના પુત્રવધૂ માટે વોર્ડ નંબર પાંચમાં ટિકિટ માંગી હતી. પરંતુ તેઓ વોર્ડ નંબર ૬ માં વસવાટ કરે છે. એટલે પક્ષનાં નિર્ણય મુજબ તેઓને ટિકિટ નહીં મળતા આ પત્ર વાયરલ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh